ETV Bharat / state

Black Buck National Park: કાળિયાર અભયારણ્યમાં વિકરાળ આગ, વનવિભાગ ધંધે લાગ્યું, શું થઇ સ્થિતિ જૂઓ

ભાવનગર કાળિયાર અભયારણ્યના વન્યજીવો પર આગનું સંક્ટ છવાયું હતું. રવિવારે સાંજે લાગેલી આગ દૂરદૂર સુધી દેખાતી હતી. જેની ગંભીરતા પારખી વેળાવદર વનવિભાગની મોટી ટીમ આગ બૂઝાવવાના પ્રયાસોમાં લાગી હતી. કેટલું નુકશાન અને પ્રાણીઓનું શું થયું જાણો.

Black Buck National Park Fire : કાળિયાર અભયારણ્યમાં વિકરાળ આગ, વેળાવદર વનવિભાગ ધંધે લાગ્યું, શું થઇ સ્થિતિ જૂઓ

author img

By

Published : May 8, 2023, 4:00 PM IST

કાળિયાર અભયારણ્યમાં વિકરાળ આગ

ભાવનગર : ભાવનગર કાળિયાર અભયારણ્યમાં રવિવારે સાંજે એકાએક વિકરાળ આગ ભભૂકી ઊઠી હતી. કાળિયાર અભયારણ્યના સૂકા ઘાસના મેદાનમાં વિકરાળ આગ લાગી હતી. જે વિકરાળ આગ દૂર દૂર સુધીના ગામડાઓમાં પણ દેખાઇ રહી હતી. કાળિયાર અભયારણ્યમાં વન્યજીવો પર આગનું સંકટ તોળાયાની જાણ વન વિભાગને થતાં જ ઘટના સ્થળે અધિકારીઓ સહિતની ટીમ દોડી ગઇ હતી. જોકે આગે દેખા દેતાં આસપાસના ગામડાના લોકો પહોંચી ગયાં હતાં અને કેટલાક ઉપાયો શરુ કરી દીધાં હતાં.

આગનું કારણ : ભાવનગર જિલ્લાના કાળિયાર અભયારણ્યમાં રવિવારે સાંજે 6 કલાકે જંગલ વિસ્તારમાં લાગેલી આગનું વિકરાળ સ્વરૂપ દૂરથી પણ ડરામણું જોવા મળતું હતું. દૂર દૂર સુધી ગામડાઓમાં આગ જોવા મળતી હતી. ત્યારે આ વિસ્તારમાં આગ લાગવાનું પ્રાથમિક કારણ શોધવાનો પ્રયાસ કરતાં સૂત્રોના જણાવ્યાં પ્રમાણે વીજળી પડવાથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ બાદ વેળાવદર અભયારણ્ય વન વિભાગ આગ બૂઝાવવા દોડી ગયો હતો.

આ પણ વાંચો

  1. Forest Fire in Mahisagar : મહીસાગરના જંગલમાં વિકરાળ આગથી કિલોમીટરો સુધી ધુમાડાના ગોટા મળ્યા જોવા
  2. અરવલ્લીના જંગલ વિસ્તારોમાં આગ લાગતા વનરાજીને નુકસાન
  3. કાળિયાર અભયારણ્યમાં ચિત્તા લાવવા રજવાડાની ટકોર, યુવરાજ જયવીરરાજસિંહજી સાથે ખાસ વાતચીત

મોસમી વરસાદમાં આગ વચ્ચે પ્રાણીઓ : ભાવનગર કાળિયાર અભયારણ્યમાં આશરે 5000 જેટલા કાળિયાર વસવાટ કરે છે. આ સાથે ખડમોર જેવા પક્ષીઓ ત્યાં જોવા મળે છે. વરુ, જરખ જેવા પ્રાણીઓ પણ કાળિયાર અભયારણ્યમાં રહે છે. તેવામાં રવિવારે સાંજે 6.15 કલાકે આસપાસ અભયારણ્યના બ્લોક નંબર 2માં આગ ભભૂકી ઉઠી હતી. કાળિયાર અભ્યારણ્યમાં સૂકા ઘાસના મેદાનો છે. આ સૂકું ઘાસ સળગી ઉઠતાં આગ ઝડપથી મોટી માત્રામાં ફેલાવા લાગી હતી અને જંગલ ભડકે બળતા દ્રશ્યો સર્જાયાં હતાં. જેથી કરીને અભ્યારણ્યની આસપાસના ગામડામાંથી આગ જોવા મળી હતી. જો કે કમોસમી વરસાદ પણ બાદમાં વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે આગમાં 70 હેકટરમાં ઘાસ બળી ચૂક્યું છે પણ કોઈ પશુપંખીને નુકશાન નથી કે અભયારણ્યમાં કોઈ નુકશાન થયું નથી.

આગ બૂઝાવવા સાધનો સાથે દોડી ટીમ :રાષ્ટ્રીય કાળિયાર ઉદ્યાનમાં આગ લાગવાની ઘટનાના સમાચાર વાયુવેગે ફરતા થયા હતાં. કાળિયાર અભયારણ્ય વન વિભાગ બનાવ બાદ સ્થળે ધસી આવ્યો હતો. આગની જાણ થતાં વેળાવદર રેન્જના કાળિયાર અભયારણ્ય વન વિભાગને થતા માનવ બળ અને તૈયાર પાણીના ટેન્કરો અને ફાયરના સાધનો લઈને અભયારણ્યના બ્લોક નંબર 2માં પહોચી ગયા હતાં.

આરએફઓએ વધુ માહિતી આપી : વેળાવદર આરએફઓ ડી જી ગઢવીએ જણાવ્યું હતું કે, આ આગ અભયારણ્યના બ્લોક નંબર 2માં લાગી હતી. આગ બૂઝાવવાના કામમાં આસપાસના ગામના લોકો પણ મદદે દોડી આવ્યા હતા. કાળિયાર અભયારણ્યના બ્લોક 2માં આગ લાગ્યા બાદ માનવ બળ, ફાયર સાધનો,પાણીના ટેન્કરો સાથે સ્થળ પર દોડી જઇ આગ કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી હતી. આસપાસના ગામના લોકો ટ્રેકટર લઈને દોડી આવ્યા હતા અને આગ આગળ વધે નહીં તે માટે ટ્રેકટર મારફત ઘાસચારામાં બે ભાગ કરવામાં આવ્યાં હતાં. આગ બૂઝાવવા માટે 60 થી 70 લોકો જોડાયા હતાં. ફાયર શૂટ અને ફાયર સાધનો સાથે આગ બૂઝાવવા કમર કસાઈ હતી. જો કે કુદરતી મદદ મળી હોય તેમ કમોસમી વરસાદ વરસાવવાનું શરૂ થતાં આગ બૂઝાઇ ગઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.