ETV Bharat / state

ભાવનગરના ભાલ પંથકમાં વરસાદી પાણી ભરાતા કાળિયારોનો જીવ જોખમમાં મુકાયો - ભારે વરસાદ

ભાવનગર: ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ભાવનગરના ભાલ પંથકમાં આવેલા કાળિયાર નેશનલ પાર્ક અને પાર્કની બહાર વસતા અનેક કાળિયારના મોતની આશંકા વધી ગઇ છે.કૂતરા દ્વારા ઇજાગ્રસ્ત થયેલા 15 થી વધુ કાળિયારને વનવિભાગે રેસ્ક્યૂ કરી વેટરનરી ડોકટરોની ટીમ બોલાવી તાત્કાલિક સારવાર આપી હતી.

ભાવનગરના ભાલ પંથકમાં વરસાદી પાણી ભરાતા કાળિયારોનો જીવ જોખમમાં મુકાયો
author img

By

Published : Aug 11, 2019, 11:52 PM IST

Updated : Aug 12, 2019, 4:32 AM IST

ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આશરે 50 KM દૂર કાળિયાર નેશનલ પાર્ક આવેલું છે, આશરે 5 હજાર કરતા વધુ કાળિયાર આ પાર્કમાં અને પાર્કની બહારના વિસ્તારોમાં વિહાર કરે છે. હાલમાં પડી રહેલા ભારે વરસાદના પગલે કાળિયારના જીવ પર ખતરો ઉભો થયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ભાલ પંથકમાં થઈને વહેતી વેગડ અને કેરી નદીઓમાં પાણી છોડાતા ભાલના અનેક ગામોમાં પાણી ભરાયા છે.

તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. જે વિસ્તારોમાં મીઠાના અગરો આવેલા હોય તેના દ્વારા બનાવાયેલા પાળા વધુ મુસીબત ઉભી કરી રહ્યા છે. અગરના પાળાના કારણે પાણીનો નિકાલ યોગ્ય રીતે ના થઇ શકવાથી ઉપરવાસમાંથી આવેલા પાણી એ અનેક ગામોને પોતાની ઝપટમાં લીધા છે. વરસાદી પાણીએ પોતાનું રોદ્ર રૂપ ધારણ કરતા પાર્ક અને આજુબાજુના વિસ્તારમાં ભરાયેલા પાણીના કારણે 5 હજાર કરતા વધુ કાળિયારના જીવ પર ખતરો ઉભો થયો છે.

ભાલ પંથકમાં વરસાદી પાણી ભરાતા કાળિયારોનો જીવ જોખમમાં મુકાયો

આસપાસના વિસ્તારમાં પાણીમાં ફસાયેલા કાળિયાર પોતાનો જીવ બચાવવા ગ્રામ્ય વિસ્તાર તરફ વળી રહ્યા છે. જ્યાં બીજી મુસીબત તેની રાહ જોઈને ઉભા હોય તેમ અનેક કાળિયારો પર કૂતરાએ હુમલો કરતા અનેક કાળિયારોને ઈજાઓ પહોંચી હતી. કૂતરા દ્વારા ઇજાગ્રસ્ત થયેલા 15 થી વધુ કાળિયારને વનવિભાગે રેસ્ક્યૂ કરી વેટરનરી ડોકટરોની ટીમ બોલાવી તાત્કાલિક સારવાર આપી હતી. જ્યારે પાણીમાં ફસાયેલા કાળિયાર માટે વનવિભાગે 4 અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી.

Intro:નોંધ :સર એકસૂલીવ સ્ટોરી છે

ઉપરવાશ માં પડી રહેલા ભારે વરસાદ ના પગલે ભાવનગર ના ભાલ પંથક મા આવેલ કાળિયાર નેશનલ પાર્ક અને પાર્કની બહાર વસતા અનેક કાળિયાર ના મોત ની આશંકા આખરે ખરી હકીકત તો પાણી ઓસરે ત્યારે જ આવશે બહારBody:ભાવનગર જિલ્લા ના ભાલ પંથક માં આશરે 50 કિમિ દૂર કાળિયાર નેશનલ પાર્ક આવેલું છે,આશરે 5 હજાર કરતા વધુ કાળિયાર આ પાર્ક તેમજ પાર્કની બહાર ના વિસ્તારો માં વિહાર કરી રહ્યા છે.. હાલ માં પડી રહેલા ભારે વરસાદ ના પગલે આ કાળિયાર ના જીવ પર ખતરો ઉભો થવા પામ્યો છે.. ઉપરવાસ માં પડેલા ભારે વરસાદ ના પગલે ભાલ પંથક માં થઈ ને વહેતી વેગડ, અને કેરી નદીઓ માં પાણી છોડાતા ભાલ ના અનેક ગામોમાં પાણી ભરાયા છે.
જે તરફ વરસાદી પાણી નો નિકાલ કરવામાં આવી રહ્યો છે એ વિસ્તારો માં મીઠા ના અગરો આવેલા હોય તેના દ્વારા બનાવાયેલ પાળા વધુ મુસીબત ઉભી કરી રહ્યા છે અગર ના પાળા ના કારણે પાણી નો નિકાલ યોગ્ય રીતે ના થઇ શકવા ના કારણે ઉપરવાસમાં થી આવેલા પાણી એ અનેક ગામો ને પોતાની ઝપટમાં લીધા છે વરસાદી પાણીએ પોતાનું રોદ્ર રૂપ દેખાડતા પાર્ક અને આજુબાજુ ના વિસ્તાર માં ભરાયેલ પાણીના કારણે 5 હજાર કરતા વધુ કાળિયાર ના જીવ પર ખતરો ઉભો થવા પામ્યો છે. બીજીબાજુ પાણીમાં ફસાયેલ કાળિયાર પોતાનો જીવ બચાવવા ગ્રામ્ય વિસ્તાર તરફ વળી રહ્યા છે જ્યાં બીજી મુસીબત તેની રાહ જોઈ ને ઉભી હોય તેમ અનેક કાલિયારો પર સ્વાને હુમલો કરતા અનેક કાલિયારો ને ઈજાઓ થવા પામી છે, સ્વાન દ્વારા ઇજાગ્રસ્ત થયેલ 15 થી વધુ કાળિયાર ને વનવિભાગે રેસ્ક્યુ કરી વેટરનરી ડોકટરોની ટિમ બોલાવી તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી જ્યારે પાણી માં ફસાયેલા કાળિયાર માટે વનવિભાગે 4 અલગ અલગ ટિમો બનાવી શોધખોળ હાથ ધરી છે.Conclusion:હાલ કાળિયાર ના જાનહાની ના કોઈ સમાચાર મળી રહ્યાં નથી પરંતુ આખરે આ ભાલ પંથક વિસ્તાર માં પાણી ઓશરશે ત્યારે જ સાચો મૃત્યુઆંક બહાર આવે તેવી શક્યતાઓ વનવિભાગ વ્યક્ત કરી રહ્યું છે
Last Updated : Aug 12, 2019, 4:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.