ETV Bharat / state

Paper Leak : યુવરાજસિંહે યુનિવર્સિટીનું પેપર ફૂટ્યા હોવાના આધાર પુરાવા કર્યા રજૂ - Yuvraj Singh Gohil

ભાવનગર યુનિવર્સિટીમાં B.COMના પેપર ફૂટ્યાનો ઘટસ્ફોટ યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો હતો. પેપર ફૂટ્યા હોવાના મામલે જાડેજા આધાર પુરાવા સાથે મુખ્યપ્રધાન અને શિક્ષણપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવી છે. જોકે મામલો સામે આવ્યા બાદ યુનિવર્સિટીએ કહ્યું તથ્ય જણાશે તો પગલાં લેશું.

Paper Leak : યુવરાજસિંહે યુનિવર્સિટીનું પેપર ફૂટ્યા હોવાના આધાર પુરાવા કર્યા રજૂ

author img

By

Published : Apr 3, 2023, 4:30 PM IST

Updated : Apr 4, 2023, 10:28 AM IST

ભાવનગર યુનિવર્સિટીમાં B.COMના પેપર ફૂટ્યાનો ઘટસ્ફોટ યુવરાજસિંહ ગોહિલનો

ભાવનગર : ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને હંમેશા પેપર કાંડને ઉજાગર કરતા આવતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ભાવનગર યુનિવર્સિટીને ઘટસ્ફોટ કરીને સાણસીમાં લીધી છે. ભાવનગરમાં તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા લેવાયેલા બી.કોમનું પેપર અગાઉ ફુટી ગયું હોવાનો પુરાવા રજૂ કરીને યુવરાજસિંહ જાડેજાએ યુનિવર્સિટીના વહીવટી તંત્ર સામે સવાલ ઉભો કરી દીધો છે. ત્યારે હવે મુખ્યપ્રધાન અને શિક્ષણપ્રધાન સુધી આધાર પુરાવા રજૂ કરીને રજૂઆત કરવામાં આવી છે.

ભાવનગર યુનિવર્સિટીમાં શું પેપરકાંડ ખેલાયું ? : ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર ફૂટતા હોવાને લઈને હંમેશાં પુરાવો રજૂ કરતા યુવરાજસિંહ જાડેજા દ્વારા તાજેતરમાં ભાવનગર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલા બી.કોમ સેમેસ્ટર સિક્સના પેપરને લઈને ઘટસ્ફોટ કર્યો છે. યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હાલમાં લેવાયેલી બી.કોમ સેમેસ્ટર સિક્સના એકાઉન્ટન્સીનું પેપર 3:30 કલાકે શરૂ થવાનું હતું. પરંતુ તેની પહેલા 3.12 મિનિટે આ પેપર સોશિયલ મીડિયામાં અલગ અલગ ગ્રુપમાં વાયરલ હતું. વાયરલ પેપરને લઈને અમે બાદમાં ખરાઈ કરી હતી કે ખરેખર આ એ જ પેપર છે કે પછી અન્ય. જોકે, તથ્ય સામે એ આવ્યું છે કે જે પેપર લેવામાં આવ્યું તેજ પેપર શરૂ થાય તે પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ હતું. એટલે કે સીધુ પેપર ફૂટી ગયું હતું. જેને લઈને મુખ્યપ્રધાન અને શિક્ષણપ્રધાન સુધી અમે રજૂઆત કરી છે.

આ પણ વાંચો : Rajkot paper leak: ધોરણ 12નું પેપર ફૂટવાની ઘટના મામલે રાજકોટ ક્રાઈમબ્રાન્ચ દ્વારા તપાસ

યુનિવર્સિટી તંત્રનો જવાબ તા થૈયા થઈ જેવો : આ મામલે યુનિવર્સિટીના એક્ઝામિનેશનના ઓએસ અને એમજે કોમર્સ કોલેજના પ્રાધ્યાપક ઉમેષ રાવલે જણાવ્યું હતું કે, ગઈકાલે જે ટ્વિટમાં માહિતી મળી તેને લઈને અમારી પાસે પેપર લીકની કોઈ ફરિયાદ આવી નથી. પરંતુ અમને જાણવા મળ્યા મુજબ સોશિયલ મીડિયામાં આ પેપર ફરતું હોય તેની વાસ્તવિકતા જાણીને બાદમાં પગલાં ભરવામાં આવશે. આ પેપર બી.કોમ સેમેસ્ટર 6 એકાઉન્ટન્સીનું હતું. જેનો સમય 3:30થી 6 કલાકનો હતો. પરંતુ જાણવા મળ્યા મુજબ પેપર 3.12 કલાકે વાયરલ થયું હોવાની વાત છે. જોકે તેને લઈને કોઈ તથ્ય સામે આવ્યું નથી. પરંતુ મળેલી માહિતીને આધારે અમે તપાસ કરશું અને તથ્ય જણાશે તો જવાબદાર સામે પગલાં પણ ભરશું.

આ પણ વાંચો : Paper Leak : UPSAC, રેલ્વે અને SSCમાં હવે કેમ નથી થતા પેપર લીક

સરકાર બાદ શૈક્ષણિક સંસ્થાઓ પણ શું ભ્રષ્ટ : હાલ સુધી સમગ્ર ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા પેપરને લઈને સરકારની કામગીરી સામે સવાલ ઉઠતા હતા. ત્યારે યુવરાજસિંહ જાડેજાએ ભાવનગર યુનિવર્સિટી જેવી સંસ્થામાં પણ પેપર લીક થતા હોવાનું ઘટસ્ફોટ કરીને ક્યાંય લોટ પાણીને લાડવા જેવું વહીવટી તંત્ર હોવાનું સાબિત કરવાની કોશિશ કરી છે. ત્યારે પેપર કાંડ ભાવનગર યુનિવર્સિટીમાં થયો છે કે, કેમ તેને લઈને યુનિવર્સિટીનું તંત્ર કામે લાગી ગયું છે. પરંતુ જોવાનું એ રહેશે યુવરાજસિંહ જાડેજાએ કરેલા ઘટસ્ફોટ સાચો છે કે પછી બંધ બારણે બધું રંધાઈ જશે.

Last Updated : Apr 4, 2023, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.