ETV Bharat / state

ભાવનગરથી શિપબ્રેકર સ્પેશિયલ ટ્રેનથી વિધવા અને ગરીબ બહેનો લઈ જશે આયોધ્યા - Ayodhya Yatra

ભાવનગરમાં બુધભાઈ પટેલ છેલ્લા આઠ વર્ષથી અયોધ્યા યાત્રાનું(Ayodhya Yatra) આયોજન કરે છે અને જેમાં તેઓ વિધવા,ગરીબ બહેનો આ યાત્રા કરાવે છે.આ વખતે મહિલા કુલીને પણ લઇ જશે.છેલ્લા આઠ વર્ષથી તેઓ યાત્રાનું ગરીબ મહિલાઓ માટે રાહતના દરે આયોજન કરે છે.

ભાવનગરથી શિપબ્રેકર સ્પેશિયલ ટ્રેનથી વિધવા અને ગરીબ બહેનો લઈ જશે આયોધ્યા

author img

By

Published : Oct 4, 2022, 5:40 PM IST

ભાવનગર શિપબ્રેકર ઘણા સમયથી યાત્રા કાઢીને લોકોને મફત યાત્રાઓ કરવી રહ્યા છે. ભાવનગર આવનાર 6 તારીખે પણ વિધવા અને ગરીબ લોકો સાથે આ વર્ષે ગુજરાતની એક માત્ર મહિલા કુલીઓને પણ યાત્રા કરાવવાના છે. છેલ્લા આઠ વર્ષથી સ્પેશિયલ ટ્રેન(shipbreaker special train) દ્વારા અયોધ્યા યાત્રાનું આયોજન કરવામાં આવે છે.

છેલ્લા આઠ વર્ષથી અયોધ્યા યાત્રાનું આયોજન શિપબ્રેકરે અયોધ્યા યાત્રામાં વિધવા,ગરીબ બહેનો કેમ ભાવનગરના જાણીતા અને લોક મુખે ચર્ચાતા રહેલા બુધભાઈ પટેલ છેલ્લા આઠ વર્ષથી અયોધ્યા યાત્રાનું આયોજન કરે છે. આ વર્ષની 9 મી યાત્રા 6 સપ્ટેમ્બરે સવારે 9 કલાકે ભાવનગર ટર્મિનસથી (Bhavnagar Terminus) પ્રસ્થાન પામવાની છે. આ યાત્રામાં વિધવા બહેનો,ગરીબ બહેનો,સંતાને ત્યજેલા વૃદ્ધોને યાત્રામાં સ્થાન આપવામાં આવે છે. ગરીબોને યાત્રા કરાવવા માટે પૈસા કામ નથી લાગતા ભાવના હોઈ તો સામાજિક ધાર્મિક કાર્ય શક્ય બને છે તેમ બુધાભાઈએ જણાવ્યું હતું.

છેલ્લા આઠ વર્ષથી સ્પેશિયલ ટ્રેન દ્વારા અયોધ્યા યાત્રાનું આયોજન

આ સ્થળોની યાત્રા કરાવામાં આવશે આ યાત્રા અયોધ્યામાં રામ મંદિર (ram mandir ayodhya), પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ,બનારસમાં કાશી વિશ્વનાથ અને વારાણસી ગંગા આરતી(Ganga Aarti) જેવી યાત્રા કરાવવામાં આવશે. યાત્રામાં લોકોને સ્પેશિયલ ટ્રેન મારફત લઈ જવા માટે 5200 ફોર્મ વિતરણ કરવામાં આવશે.ફોર્મ ભરાઈને 4800 જેટલા પરત આવ્યા હતા. પરંતુ તેમાંથી માત્ર 1050ને લઈ જવાની પસંદગી કરવામાં આવી હતી. ઘણા સમયના ચર્ચા,ગહન અને મંથનના અંતે 1050 લોકોની પસંદગી કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે 1050 લોકો બનારસ,કાશી વિશ્વનાથ છ દિવસની યાત્રા પર નીકળશે.

આ વર્ષે મહિલા કુલીને પણ કરાવશે યાત્રા
આ વર્ષે મહિલા કુલીને પણ કરાવશે યાત્રા

આ વર્ષે મહિલા કુલીને સ્થાન નવમી યાત્રામાં ભાવનગરના રેલવે ટર્મિનસ (Bhavnagar Terminus) પર એક માત્ર ગુજરાતના ભોઈ સમાજના મહિલા કુલીઓને સ્થાન આપ્યું છે એટલું નહિ તેમના પતિને પણ સાથે લઈ જવાની મંજૂરી આપી મફતમાં યાત્રા બુધાભાઈ પટેલ કરાવવાના છે. ત્યારે ભાવનગરથી ઉપડતી ટ્રેનમાં મુસાફર 1050 લોકોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા છે. પ્રથમ પાણી માટે ટ્રેન નીચે ઉતરવું પડે નહીં માટે બીસ્લેરીની બોટલો ટ્રેનમાં રાખવામાં આવશે. 150 નો સ્ટાફ રાખવામાં આવ્યો છે જેમાં 36 બુધાભાઈ પટેલ સહિતના વ્યવસ્થાપકો હશે.

ક્યાંથી મળી પ્રેરણા ભાવનગરના શિપબ્રેકર 12 હજારની યાત્રા 4 હજારમાં કરાવવાના છે ત્યારે બુધાભાઈએ જણાવ્યું હતું કે તેમના માતા સત્સંગ મંડળમાં જતા અને બાદમાં બસ બાંધીને યાત્રાએ જતા ત્યાંથી પ્રેરણા મળી કે વિધવા ગરીબ બહેનોને યાત્રા કરાવવી જોઈએ. બુધાભાઈએ એક ભૂતકાળના બનાવમાં જણાવ્યું હતું કે એક તબીબના માતા યાત્રામાં નદીમાં ખૂબ સ્નાન કર્યું અને બાદમાં તેમને ICUમાં રાખવા પડ્યા હતા. તબીબને જાણ કરવામાં આવી તો તેમને ભરોસો એટલો મુક્યો કે કદાચ તેમના માતા ના રહે તો અંતિમ વિધિ પણ કરી લેજો.આમ ભાવથી ધાર્મિક કે સામાજિક કાર્ય થાય પૈસાથી થતું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.