ETV Bharat / state

Bhavnagar Rukhada dada Temple : ભાવનગરનું રુખડા દાદા મંદિર ઉધરસ ગાંઠ સહિતની સમસ્યા દૂર થવાની આસ્થાનું ધામ

ભાવનગરમાં ડૉક્ટરથી ઉધરસ મટે નહીં એટલે રૂખડા દાદાના શરણમાં ભાવેણાવાસીઓ પહોંચી જાય છે. પીલગાર્ડનમાં બિરાજમાન રૂખડા દાદા આજના ટેકનોલોજીના સમયમાં પણ ધડાધડ કામ કરતા હોવાનું લોકો માની રહ્યા છે.

Bhavnagar Rukhada dada Temple : ભાવનગરનું રુખડા દાદા મંદિર ઉધરસ ગાંઠ સહિતની સમસ્યા દૂર થવાની આસ્થાનું ધામ
Bhavnagar Rukhada dada Temple : ભાવનગરનું રુખડા દાદા મંદિર ઉધરસ ગાંઠ સહિતની સમસ્યા દૂર થવાની આસ્થાનું ધામ
author img

By

Published : Feb 28, 2023, 10:52 PM IST

Updated : Mar 1, 2023, 6:00 AM IST

ડૉક્ટરથી ઉધરસ મટે નહીં એટલે રૂખડા દાદાના શરણમાં ભાવેણાવાસીઓ પહોંચી જાય

ભાવનગર : ભાવનગર શહેરમાં વડવા ગામ સમયથી આવેલું રૂખડા દાદાનું મંદિર એક સદી બાદ પણ શહેરવાસીઓનું આસ્થાનું પ્રતીક છે. રૂખડા દાદા રોગો મટાડવામાં ભાવનગરવાસીઓનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. ભાવનગરના ગાય,ગાંડા અને ગાંઠિયા વખણાય છે. ત્યારે ભાવનગરમાં રૂખડા દાદાને ગાંઠિયા પણ અર્પણ કરવામાં આવે છે. જો કે સમગ્ર ધાર્મિક મહાત્મય વચ્ચે રૂખડા દાદાનુ મહત્વ ચાલો સમજીએ.

આટલી માનતાઓ માનવામાં આવે છે
આટલી માનતાઓ માનવામાં આવે છે

રૂખડા દાદાનું મંદિર ક્યાં આવેલું છે અને મહત્વ શું : ભાવનગર શહેરમાં મધ્યમાં આવેલું પીલગાર્ડન શહેરનો સૌથી મોટો બગીચો કહેવામાં આવે છે. આ બગીચામાં આવેલા રૂખડા દાદાનું મંદિર ભાવનગરવાસીઓ માટે આસ્થાનું પ્રતીક છે. રૂખડાદાદા ભાવનગરવાસીઓના અનેક રોગોનો ઉપચાર કરે છે. પછી નાના બાળકો હોય કે મોટેરાઓ દરેકની તકલીફને અહીંયા રૂખડાદાદા દૂર કરે છે. શ્રદ્ધાપૂર્વક રાખવામાં આવેલી માનતા અહીંયા જરૂર પરિપૂર્ણ થાય છે. ભાવનગર શહેરના એસટી બસ સ્ટેન્ડથી આગળ ચાલીને આવતા પીલગાર્ડનમાં આવેલા રૂખડા દાદા આજે પણ આધુનિક સમયમાં ભાવેણાવાસીઓ માટે શ્રદ્ધાના કેન્દ્ર સમાન છે.

આ પણ વાંચો Rajkot News : રાજકોટનું આ મંદિર જ્યાં માતાજીને ધરવામાં આવે છે પાણીપુરી અને દાબેલી

પીલગાર્ડનમાં 100 વર્ષ કરતા વધુ સમયથી બિરાજમાન : ભાવનગરના પીલ ગાર્ડનમાં આવેલા રૂખડા દાદાનું મંદિર છે. સદી જૂનું રૂખડા દાદાનુ મંદિર રૂખડા નામના વૃક્ષની નીચે આવેલું છે. આથી તેમનું નામ જ રૂખડા દાદા થઈ ગયું હતું. મંદિરના સેવક ધર્મેન્દ્રભાઈ પટેલનું કહેવું છે કે આશરે 100 વર્ષ કરતા પણ વધુ સમયથી રૂખડા દાદાનું મંદિર અહીંયા છે. પહેલા નાનકડી એવી ડેરી હતી આજે મોટું મંદિર થયું છે. જો કે રૂખડા દાદાને માનતા રાખતા હોવાથી લોકો અહીંયા માનતા પૂરી કરવા આવે છે. લોકો સંતાન પ્રાપ્તિ માટે પારણાની, ઉધરસને પગલે ગાંઠીયા ચડાવવાની માનતાઓ વધુ પ્રમાણમાં હોય છે. રૂખડા દાદા ગમે તેને ઉધરસ હોય માનતા રાખવાની સાથે જ મટાડી દે છે. આથી લોકો માનતા પૂરી કરવા આવે છે.

એક સદી બાદ પણ શહેરવાસીઓનું આસ્થાનું પ્રતીક

બીજી કઈ કઈ માનતાઓ થાય છે પરિપૂર્ણ રૂખડા દાદાના ચરણમાં : ભાવનગરના પીલગાર્ડનમાં રૂખડા દાદાની માનતા માત્ર ઉધરસ માટે નહીં પરંતુ શરીરમાં કોઈ પણ પ્રકારની ગાંઠ થઈ હોય પછી કેન્સરની ગાંઠ હોય તો તેના માટે સુરણની માનતા રખાય છે. સંતાન માટે પારણાની, હાથ પગ માટે હાથ પગની, આંખ માટે આંખની, બોલતા ન હોય તો જીભની માનતાઓ રાખવામાં આવે છે. જો કે રૂખડા દાદાને માનતો વર્ગ હિન્દુ અને મુસ્લિમ સહિત દરેક વર્ગ છે.

આ પણ વાંચો Bhavnagar Golibar hanuman: કેવી રીતે પડ્યું હનુમાનજીનું નામ ગોળીબાર

શ્રદ્ધાળુઓની પ્રતિક્રિયા : ત્યારે માનતા પૂરી કરવા આવેલા લતાબેન કહે છે મારી બેબીને ઉધરસ થઈ એટલે ગાંઠિયા માન્યા હતા. ઉધરસ મટી ગઈ એટલે જારવા માટે આવ્યા છીએ. નાનપણમાં અમારા માતા-પિતા કહેતા હતા કે રૂખડા દાદાને ઉધરસ થઈ હોય તો માનતા રાખવાથી મટી જાય છે. જ્યારે બીજા ભક્ત ધીરુભાઈ કહે છે કે તેઓ 40 વર્ષથી રૂખડા દાદાને જાણે છે. ગમે તેવી ઉધરસ હોય, હાથ પગ દુખતા હોય ત્રણ દિવસમાં પરિણામ મળે છે. મારા દીકરાને ત્રણ વખત ઉધરસ થઈ અને ત્રણેય વખત મેં ગાંઠિયાની માનતા રાખી અને પરિણામ મળી ગયું છે. આથી હું પણ ગાંઠીયા ચડાવવા માટે આવ્યો છું.

Last Updated : Mar 1, 2023, 6:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.