ETV Bharat / state

Bhavnagar Post Exhibition : દુર્લભ ટિકિટ પોસ્ટ કાર્ડ પ્રદર્શન વચ્ચે બજરંગદાસ બાપાને 2023માં કવરમાં સ્થાન, 18 ફિલાટેલિસ્ટનો સંગ્રહ જોવાની તક - પોસ્ટ કાર્ડ

ભાવનગર માટે ગૌરવની વાત બની ગઈ છે. દુર્લભ ટિકિટ પોસ્ટ કાર્ડ પ્રદર્શનમાં બજરંગદાસ બાપાની છબી ધરાવતું પરબીડિયું - કવરનું વિમોચન કરવામાં આવ્યું છે. આ સાથે આજની પેઢીને પહેલાના પત્ર વ્યવહાર કેમ થતાં તે જાણવા માટે 18 ફિલાટેલિસ્ટનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

Bhavnagar Post Exhibition : દુર્લભ ટિકિટ પોસ્ટ કાર્ડ પ્રદર્શન વચ્ચે બજરંગદાસ બાપાને 2023માં કવરમાં સ્થાન, 18 ફિલાટેલિસ્ટનો સંગ્રહ જોવાની તક

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 27, 2023, 9:29 PM IST

ભાવનગર માટે ગૌરવની વાત

ભાવનગર : ભાવનગર માટે ગૌરવની વાત બની ગઈ છે. દુર્લભ ટિકિટ પોસ્ટ કાર્ડ પ્રદર્શનમાં બજરંગદાસ બાપાની છબી ધરાવતું પરબીડિયું - કવરનું વિમોચન કરવામાં આવ્યું છે. આ સાથે આજની પેઢીને પહેલાના પત્ર વ્યવહાર કેમ થતાં તે જાણવા માટે 18 ફિલાટેલિસ્ટનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.ભાવનગર : આજના આધુનિક સમયમાં પોસ્ટ કાર્ડ વિશે નવી પેઢી ખૂબ જ અજાણ હોય છે. મોબાઇલના સમયમાં મેસેજ અને મેઇલના આ યુગમાં હજુ પણ ભારતમાં પોસ્ટ વિભાગે પોસ્ટ કાર્ડ લખવાની પરંપરાને જીવંત રાખી છે. જો કે પોસ્ટ કાર્ડ હોય એટલે ટિકિટ હોય તે સ્વાભાવિક છે, ત્યારે ભાવનગરમાં બે દિવસ માટે 16 વર્ષે યોજાયેલા ભાવપેક્સ પ્રદર્શન અંતર્ગત જૂની ટિકિટોનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જેમાં દેશ વિદેશ અને ભારતની ટિકિટો જોવા મળી છે, જે આજની પેઢી માટે જરૂર નવીનતા દર્શાવતી હશે.

ભાવપેક્સ પ્રદર્શનમાં 4 હજાર ટિકિટો મુકાઈ : ભાવનગર શહેરના સરદારનગર ખાતે આવેલા આર્ટ ગેલેરીમાં પોસ્ટ વિભાગે ફિલાટેલિસ્ટના સહયોગથી ભાવપેકસ પ્રદર્શનનું આયોજન કર્યું છે. તારીખ 26 અને 27 બે દિવસ પ્રદર્શનમાં અનેક શાળાના વિદ્યાર્થીઓ અને શહેરવાસીઓએ મુલાકાત લઈને એક સમયના સંદેશા વ્યવહારની પદ્ધતિ એટલે પોસ્ટની ટપાલ અને ટિકિટ વિશે માહિતી મેળવી છે,

18 જેટલા ફિલાટેલિસ્ટના સહયોગથી ભાવપેક્સ પ્રદર્શન યોજવામાં આવ્યું છે, જેમાં ત્રણથી ચાર હજાર જેટલી ટિકિટો દર્શાવવામાં આવી છે. 53 ફ્રેમમાં દરેક ટિકિટો અને પોસ્ટકાર્ડ મૂકવામાં આવ્યા છે. જો કે આ પ્રદર્શનમાં 100 વર્ષ કરતા પણ જૂની ટિકિટો મૂકવામાં આવેલી છે...કૃષ્ણદેવસિંહ સરવૈયા ( સુપરિન્ટેન્ડન્ટ, પોસ્ટ વિભાગ )

વિદેશની ઇસ 1314ની વિદેશી ટિકિટો : ભાવનગર સરદારનગર આર્ટ ગેલેરી ખાતે યોજાયેલા ભાવપેક્સ પ્રદર્શનમાં વિવિધ પ્રકારની ટિકિટો જોવા મળી રહી છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ઇન્દિરા ગાંધી જેવા મહાનુભાવોની પણ ટિકિટો મૂકવામાં આવેલી છે. જ્યારે ભારતની સ્વતંત્રતા પહેલાની પણ ટિકિટો મૂકવામાં આવેલી છે, ત્યારે ભાવનગર શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓને પોસ્ટ વિભાગ અને પોસ્ટમાં વપરાતી ટિકિટનું મહત્વ સમજાય તે હેતુસર શાળાઓ દ્વારા મુલાકાત યોજવામાં આવી રહી છે. અનેક શાળા દ્વારા ટિકિટ પ્રદર્શનની મુલાકાત લેવામાં આવી હતી.

રેર ટિકિટો જોવા મળશે
રેર ટિકિટો જોવા મળશે

આધુનિક સમયમાં પણ લખાય છે પોસ્ટ કાર્ડ : આજનો સમય ટેકનોલોજીનો છે, ત્યારે મોબાઈલ પોસ્ટના સંદેશા વ્યવહારનું સ્થાન લઈ લીધેલું છે. તેવામાં ટિકિટોનો સંગ્રહ કરતા જીગ્નેશભાઈ શાહનું કહેવું છે કે પહેલાના સમયમાં જે ભાઈ બહેન, માતા-પિતા અને ભાઈ ભાઈ તેમજ પ્રેમી અને પ્રેમિકા તેમજ નવી સગાઈ થયેલા જોડાઓનો એક સમયનો પત્ર વ્યવહાર પોસ્ટકાર્ડમાં હતો, તે આજે મોબાઇલમાં જરૂર આવી ગયો છે. આમ છતાં પણ પોસ્ટકાર્ડનો ઉપયોગ બંધ થયો નથી. તેઓ પણ આજે પોસ્ટકાર્ડનો ઉપયોગ કરે છે અને ટિકિટો તેમજ નવા પોસ્ટકાર્ડનો સંગ્રહ પણ કરી રહ્યા છે.

જિલ્લામાં કેટલા પોસ્ટ કાર્ડનો ઉપયોગ : ટેકનોલોજીના યુગમાં પોસ્ટ કાર્ડ લખીને સંદેશો મોકલવામાં બે દિવસનો સમય જરૂર લાગે છે, જ્યારે દૂર હોય તો વધુ દિવસો પણ થતા હોય છે. ત્યારે સંદેશા વ્યવહાર મોબાઈલ મારફત ઝડપી અને સરળ બન્યો છે તેવામાં પોસ્ટકાર્ડનો ઉપયોગ કોણ કરતું હશે તે સવાલ જરૂર ઊભો થાય છે. જો કે ભાવનગર પોસ્ટ વિભાગના સુપ્રીટેન્ડન્ટ કૃષ્ણદેવસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે ભાવનગર શહેરમાં આજે પણ મહિને 20 થી 25000 જેટલા પોસ્ટકાર્ડન વેચાણ થાય છે. મતલબથી વર્ષે અઢી લાખ જેટલા પોસ્ટકાર્ડ પોસ્ટ વિભાગ દ્વારા વેંચવામાં આવે છે. માત્ર 50 પૈસા પોસ્ટકાર્ડની કિંમત રાખવામાં આવેલી છે. જો કે ભાવપેક્સ પ્રદર્શનમાં એક નવું નજરાણું પોસ્ટના પરબીડિયામાં ભાવનગર જિલ્લાના બજરંગદાસ બાપાને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જે ભાવેણાવાસીઓ માટે ખૂબ જ ગૌરવપ્રદ જરૂર કહી શકાય. ભાવપેક્સમાં નવા પોસ્ટકાર્ડનું વિમોચન કરવામાં આવ્યું હતું.

  1. બરોડા મ્યુઝિયમમાં 15 સાંસ્કૃતિક વારસાના ડિજિટલ પોસ્ટ કાર્ડનું વેચાણ
  2. ઇ ગ્રામ સેવકોની માગ: કમિશન નહીં પગાર આપો, નહીં તો તમામ ગ્રામ સેવકો લડતના મૂડમાં
  3. વિશ્વ યોગ દિવસે પરમહંસ આર્ટના કલાકારે પોસ્ટકાર્ડ ઉપર મિનીયચર યોગ પેઇન્ટિંગ બનાવ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.