ETV Bharat / state

Onion Price: આખી રાત ઠર્યા પણ ભાવમાં નો ઠર્યા, એક રાતમાં 1.30 લાખ ગુણી આવી,શું થયું ડુંગળીના ભાવનું? - ડુંગળીના ભાવ

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સિઝનની પહેલી મબલખ આવક થવા પામી છે. શુક્રવાર રાત્રે ખેડૂતો ડુંગળી લઈને ઉમટી પડ્યા હતા. રાત્રે વાહનોની કતાર લાગતાં કડકડતી ઠંડીમાં ડુંગળી રાખવાની વ્યવસ્થા થઈ હતી. ખેડૂતોને આખી રાત ઠર્યા બાદ સૂરજ ઉગતા ભાવમાં ઠર્યા ન હતાં. ઈટીવી ભારતે એક ખેડૂતને ડુંગળી વાવવાથી યાર્ડ સુધી વેચવા સુધીની વિગત મેળવી હતી.

Onion Price: આખી રાત ઠર્યા પણ ભાવમાં નો ઠર્યા, એક રાતમાં 1.30 લાખ ગુણી આવી,શું થયું ડુંગળીના ભાવનું?

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 6, 2024, 6:27 PM IST

ડુંગળી વાવવાથી યાર્ડ સુધી વેચવા સુધીની વિગત

ભાવનગર : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક રાતમાં જ લાખો ગુણી ડુંગળીની યાર્ડમાં આવી પહોંચી, જેને પગલે રાજકોટ હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા અને સવાર સુધી યાર્ડના તંત્રને ખેડૂતોને જગ્યા આપવામાં સમય વિતાવવો પડ્યો અને સવારમાં હરાજી શરૂ થઈ એટલે ખેડૂતોને પડ્યા પર પાટુ પડ્યા જેવી હાલત થઈ હતી. આખી રાત ઠંડીમાં ઠર્યા ત્યારે ETV BHARATએ એક ખેડૂત સાથે ખેતરમાં ડુંગળી સોપવાથી લઈને બજારમાં વેહચવા સુધીની સફર વિશે માહિતી મેળવી હતી. જુઓ ખેડૂતના મુખે તેમની દશા ત્યારે માર્કેટિંગ યાર્ડમાં અઢળક ડુંગળીની આવક પાછળનું કારણ અને ભાવોને લઈને શું છે સ્થિતિ.

ખેડૂતની વ્યથા, 'ઠંડીમાં ઠર્યા પણ ભાવમાં નો ઠર્યા' : એક લાખ કરતા વધારે ગુણી ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આવી ત્યારે ETV BHARATએ પાલીતાણાના ઢૂંઢસરથી ડુંગળી લઈને આવેલા દાનજીભાઈ ભીખાભાઈ બોરીચા સાથે વાત કરી હતી.તેઓ સાંજે 5 કલાકે યાર્ડ આવ્યા અને લાઈનમાં રાત્રે 3 વાગે ડુંગળી ઉતારવા જગ્યા મળી તેથી કડકડતી ઠંડીમાં સવાર સુધી ઠર્યા હતાં. 3 વીધે ખર્ચ 1.11 લાખ થયો, સામે 230 મણના 201 રૂપિયે 46,230 મળ્યાં હતાં. પાલીતાણાના ઢૂંઢસરના દાનજીભાઈ બોરીચાની 3 વીઘામાં ડુંગળી વાવેતરનો ખર્ચ અને યાર્ડમાં મળેલી કિંમત જાણો.

3 વીધે ખર્ચ 1.11 લાખ થયો
3 વીધે ખર્ચ 1.11 લાખ થયો

અમે ત્રણ વીઘાની ડુંગળી કરી હતી. એટલે 300 થેલા થવી જોઈએ. એક તો જાણે બે ઋતુ થાય એટલે ડુંગળી પાકે નહીં. એમાં ઉપરથી ભાવમાં પડ્યા પર પાટુ થાય. અમે કાલે સાંજે 5 વાગ્યાના આવી ગયા હતા. રાત્રે 3 વાગે ડુંગળી ઉતારવા દીધી હતી. આખી રાતના ઠરીયા અને શેકાયા છીએ. મારી ડુંગળી વેચાઇ તેમાં 50 ટકા ખોટ છે. એક રૂપિયા મળવાનો તો દૂર છે. એક દાડીયો સાતથી આઠ મણ મોળે, એના 300 દાડી છે. હવે ભાડું એક થેલાનું 30 થી 35 રૂપિયા છે. 400થી ઉપર ભાવ જાય તો અમને 10 રૂપિયા મળે. અહીંયા ડુંગળી ખરીદનાર દલાલો વેપારી જોતા નથી, એક મિનિટમાં જોઈ મનફાવે ભાવ બોલી ચાલતા થાય છે. ખેડૂત બોલે તો હડતાળ થાય એટલે બેય બાજુ મરો ખેડૂતોનો છે...દાનજીભાઈ બોરીચા (ખેડૂત )

લાખો ગુણી એક રાતમાં કેમ : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીને આવક સામાન્ય 20 થી 25000 ગુણીની હતી. પરંતુ શુક્રવારની રાત્રે અચાનક જ મોટી સંખ્યામાં ખેડૂતો ડુંગળી લઈને આવી પહોંચ્યા હતા. જેને પગલે રાત્રે રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સવાર સુધીમાં ખેડૂતોને ડુંગળી રાખવા માટે જગ્યા પણ આપવામાં આવી હતી. ડુંગળી આવક પાછળ યાર્ડના વ્યાપારી અને ખેડૂત આગેવાન નરેન્દ્રસિંહએ જણાવ્યું હતું કે...

ખેડૂત અને સરકાર વચ્ચે નિકાસબંધીને લઈને કોઈ નિર્ણય નહી થતા અંતે ખેડૂતોએ ડુંગળી પાકવા ઉપર આવતા કાઢવાની શરૂઆત કરી દીધી છે. જેને પગલે એક જ રાતમાં આટલી બધી મોટી સંખ્યામાં 1.30 લાખ ગુણીની આવક થવા પામી છે. આગામી દિવસોમાં ડુંગળીનું પ્રમાણ આવકમાં વધવાનું છે. જેને પગલે ભાવનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ નારી ચોકડી ખાતે સબ યાર્ડ બનાવી નાખવામાં આવ્યું છે...નરેન્દ્રસિંહ ગોહિલ (વેપારી અને ખેડૂત આગેવાન, ભાવનગર યાર્ડ )

ભાવ કેટલા અને નાફેડની ખરીદી કયા ભાવે : ખેડૂતોની નિકાસબંધીની માંગને પગલે સરકાર સાથેની વાટાઘાટ બાદ અંતે ખરીદી કરવા માટે નાફેડને આગળ આવવું પડ્યું છે. યાર્ડના વ્યાપારી અને ખેડૂત આગેવાન નરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે બજાર ભાવ હાલમાં ડુંગળીનો 150 થી લઈને 350 છે. સ્વાભાવિક છે કે જ્યારે આવકનું પ્રમાણ વધે એટલે ભાવો વધવાના નથી. તેમજ સરકારે ભાવનગર, તળાજા, મહુવા ખાતે નાફેડ દ્વારા ખરીદી શરૂ કરવાનો પણ પ્રારંભ કર્યો છે. નાફેડ દ્વારા છેલ્લા ત્રણ દિવસ બજાર ભાવને ધ્યાનમાં રાખીને ભાવ નક્કી કરવામાં આવે છે અને બાદમાં ડુંગળીની ખરીદી કરાઈ છે.

ડુંગળી પકવવા બાબતે ખેડૂતોની આપવીતી : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈને આવેલા ખદરપર ગામના જગુભાઈ આહિરે જણાવ્યું હતું કે ભાવો ઘટવાના ડર તો નથી પણ પાક ઉપર આવે એટલે ડુંગળી લાવવી પડે છે. એક વીઘા 15000 નો સામાન્ય ખર્ચ છે, ઘરના ચાર પાંચ સભ્યો હોય તો પણ. ભાવમાં તો આશા એવી છે કે હાલમાં જે બજાર ભાવ મળી રહ્યા છે તેના કરતા જો 400 કે 500 રૂપિયા મળે તો બેથી ત્રણ રૂપિયાનો ફાયદો થઈ શકે છે. ઉપરોક્ત પ્રમાણે હિસાબ થાય તો 3 વીધે ખર્ચ 1.11 લાખ થાય ત્યારે 230 મણના 201 રૂપિયે 46,230 જેવી કિંમત થાય. મતલબ 50 ટકા નુકશાન સીધુ જીવ મળે છે. આ તો એક ખેડૂતનો હિસાબ અને આપવીતી છે ત્યારે અન્ય ખેડૂતોની દશા શું હશે?

  1. Onion Price: ખેડૂતોને 5 થી 15 રૂપિયે પ્રતિ કિલોએ પડતી ડુંગળી, પ્રજાને કેમ 30 થી 40 રૂપિયામાં મળી રહી છે ? જાણો
  2. Bhavnagar Onion Farmers : ડુંગળીની સ્મશાનયાત્રા, અંતિમવિધિ અને બેસણું યોજી ડાકલાં પણ બેસાડ્યાં, સરકારને આપી આ ચીમકી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.