ETV Bharat / state

Awas Yojna : આવાસ સોંપ્યાના વર્ષમાં જ સમસ્યાઓનો અંબાર, ભાવનગરના સુભાષનગર આવાસના રહીશોનો પોકાર સાંભળો - આવાસ સમસ્યા

ભાવનગરમાં સરકારે 2015થી અત્યાર સુધીમાં 7700 આવાસો બનાવ્યા છે. સુભાષનગર આવાસો સોંપવામાં આવ્યાં ત્યારથી સમસ્યાઓ સાથે આવી હોવાના આક્ષેપો થયા છે. નાની મોટી સમસ્યાઓ આવાસોના બિલ્ડીંગને કોતરી ખાઈ રહી છે. લાભાર્થીઓ રજૂઆતો કરે તો સમસ્યા હલનું આશ્વાસન અપાય છે. પણ સમસ્યા કેમ ઊભી થાય છે એ જાણો.

Awas Yojna : આવાસ સોંપ્યાના વર્ષમાં જ સમસ્યાઓનો અંબાર, ભાવનગરના સુભાષનગર આવાસના રહીશોનો પોકાર સાંભળો

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 29, 2023, 5:38 PM IST

પણ સમસ્યા કેમ ઊભી થાય છે?

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસો બનાવ્યા બાદ તેમાં સમસ્યાઓ એક વર્ષ પૂર્ણ થતા જ સામે આવી રહી છે, ત્યારે ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં બનાવેલા પ્રધાનમંત્રી આવાસની મુલાકાત દરમિયાન તેમની નાની મોટી સમસ્યાઓ સામે આવી હતી. સ્થાનિક લોકોનું કહેવું હતું કે જ્યારથી આવાસો સોંપવામાં આવ્યા ત્યારથી કેટલીક સમસ્યાઓ સાથે આવી છે. કેવા પ્રકારની છે આ સમસ્યાઓ અને શું કહે છે જવાબદાર સત્તાધીશો જોઇએ.

સમસ્યાઓનો ઢગલો : સુભાષનગર પ્રધાનમંત્રી આવાસની સમસ્યાઓ ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં પ્રધાનમંત્રીના આવેલા આવાસમાં સમસ્યાઓનો ઢગલો છે. ત્યારે આવાસના પ્રમુખ પારુલબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમારા ઘણા બધા પ્રશ્નો છે.

કમિશનરને મળ્યાં એજન્સીવાળાને કહ્યું તમે આવી જાઓ. પણ તેમને તેમના પૈસા મળી ગયા એટલે હવે રસ નહીં હોય એવું લાગે છે. ઘણા બધા પ્રશ્નો છે. ઘરમાં પાણી પડવું, ઉપરથી પાણી પડવું, શૌચાલય બાથરૂમનું પાણી નીચે આવવું, આરસીસી રોડ તૂટી ગયો છે. પાણીની મોટર બે મોટર બે સારી છે તો ચાર એવી છે કે જે તાકાત કરી શકતી નથી. આ બાબતને લઈને અમે વારંવાર રજૂઆત કરી છે...પારુલબેન ત્રિવેદી ( પ્રમુખ, ગોકુળધામ સોસાયટી,પ્રધાનમંત્રી આવાસ,સુભાષનગર )

આવાસના ઘરની અંદર સમસ્યાઓ : સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ બનાવ્યા બાદ ઘરની અંદર સમસ્યાઓ આજે લાભાર્થીઓને સતાવી રહી છે. ત્યારે લાભાર્થી ભાવનાબેન દુધરેજીયાએ જણાવ્યું હતું કે છ મહિનાથી ઘરમાં પાણી પડે છે, ઘરનો કલર પણ ઉખડી ગયો છે. ભેજ રહે છે, બહારના ભાગમાં પણ પાણીની લાઈન આવતી હોય તેનું પાણી બારીમાં આવે છે. સરકારને વિનંતી છે સામે જુએ. જ્યારે બિંદિયાબેન રાવળે કહ્યું હતું કે ત્રણ વખત બાથરૂમમાં રીપેરીંગ કરાવ્યું પણ પાણી નીકળવાનું બંધ થતું જ નથી તેની તે જ સમસ્યા રહે છે. જ્યારે સોનલબેન ચૌહાણએ કહ્યું હતું કે શૌચાલય બાથરૂમના પાણીના ભેજ લાગે છે, કલર કર્યો ઉખડી જાય છે. ભૂંગળાના પ્રશ્ન છે, પાણી લીકેજ જ હોય છે લોકોને ઘરના ઘરનું સ્વપ્ન લઈને આવે છે. આ સરકારે કરી દીધું પણ જે કરવાનું એ કોઈ કરી દેતું નથી. મકાન આપ્યાં ત્યારથી સમસ્યા હતી. બારી બદલવાની છે પણ કોઈ ધ્યાન દેતું નથી.

મહાનગરપાલિકાના જવાબદારે શું કહ્યું : માત્ર એક પ્રધાનમંત્રી આવાસમાં નાની મોટી સમસ્યાઓ સામે આવી છે. ત્યારે શહેરમાં 7700 આવાસો બનાવવામાં આવેલા છે જ્યાં કોઈને કોઈ સમસ્યાઓ જરૂર હશે. ત્યારે આ મુદ્દે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારી એન બી વઢવાણિયાએ જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 2015 થી આજદિન સુધીમાં 7700 મકાનો 500 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા છે. બાંધકામ નબળું હોવાની કોઈ બાબત નથી. જે ફરિયાદો આવે છે તે લીકેજની આવે છે અને તૂટફૂટની ફરિયાદ હોય છે. ટેન્ડરની શરત મુજબ બે વર્ષ માટે કોન્ટ્રાક્ટરે કરી આપવાનું હોય છે, પણ જે જાણી જોઈને તોડવામાં આવ્યું હોય તે કોન્ટ્રાક્ટર કરતા નથી. બાંધકામ હોય કે લીકેજ કોન્ટ્રાક્ટર કરતા હોય છે. હાલની સમસ્યાઓની અરજી આવતા જ અમારા અધિકારી દ્વારા સ્થળ વિઝીટ પણ કરવામાં આવે છે. ભાડે મકાન આપવાની હવે કોઈ સમસ્યા રહી નથી. અગાઉ જે કોઈ ઘટનાઓ બની હતી તેમાં કાર્યવાહી થઈ ચૂકી છે.

  1. CM Bhupendra Patel: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ચાર કરોડ પરિવારોને ઘરનું ઘર મળ્યું: ભુપેન્દ્ર પટેલ
  2. Jamnagar News : જામનગરમાં 1404 આવાસ તોડવા ડિમોલિશન શરુ થશે, મનપાને રહીશોની ચીમકી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.