ETV Bharat / state

Bhavnagar News : મહિલા કર્મચારીએ ઘર સમજી મનપા કચેરીના પટાંગણમાં બનાવી રંગોળી, સ્નેહમિલનનો રંગ જામ્યો - મનપા કચેરી

રંગોળીઓ આમ તો મહિલાઓ દિવાળીના દિવસોમાં અચૂક બનાવતી હોય છે. પરંતુ પોતાના ફરજ સ્થળ પર રંગોળી બનાવવાની ભાવનાઓ પણ જોવા મળી છે. ભાવનગરની સરકારી કચેરીમાં પણ મહિલાઓએ પ્રથમ દિવસે ફરજ પર પહોંચીને પહેલા રંગોળી બનાવી હતી

Bhavnagar News : મહિલા કર્મચારીએ ઘર સમજી મનપા કચેરીના પટાંગણમાં બનાવી રંગોળી, સ્નેહમિલનનો રંગ જામ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 16, 2023, 5:02 PM IST

ભાવનગર : નવા વર્ષના શરૂઆતમાં સરકારી કચેરીઓ ખુલવાનો પ્રારંભ થયો છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકામાં પ્રથમ દિવસે ફરજ પર આવેલી મહિલા કર્મચારીઓએ મહાનગરપાલિકાના પટાંગણમાં રંગોળી બનાવી છે. નવા વર્ષે મહાનગરપાલિકામાં પધારતા કર્મચારીઓ સહિત રંગોળી મારફત મહિલાઓએ નવા વર્ષની શુભેચ્છાઓ આગવી રીતે પાઠવી છે.

નવા વર્ષે ઘરમાં રંગોળી બનાવની પરંપરા : ભારત વર્ષમાં નવા વર્ષને આવકારવા માટે પાંચ દિવસ પહેલા વધામણાં શરૂ થઈ જાય છે. ભારત વર્ષમાં રંગોળી બનાવવાની પ્રથા રામરાજ્યથી શરૂ થઈ હતી. ભગવાન રામ જ્યારે લંકા ઉપર વિજય મેળવીને અયોધ્યા પહોંચ્યા ત્યારે સમગ્ર અયોધ્યાને દીવડાવો અને રંગોળીઓથી સજાવવામાં આવ્યું હતું. ત્યારથી ચાલી આવતી આ પરંપરા આજે પણ ભારત વર્ષમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નવા વર્ષ પહેલા અગિયારસથી લઈને નવા વર્ષ સુધી રંગોળી અને દીવડાવો મૂકીને ઉજવવામાં આવે છે. જો કે નવા વર્ષના પ્રારંભથી લઈને પણ દેવદિવાળી સુધી રંગોળીઓ દરેક ઘરના આંગણે બનતી હોય છે. ત્યારે આ નવા વર્ષના પર્વના સમયગાળામાં સરકારી કર્મચારી મહિલાઓએ રંગોળી બનાવીને પોતાની ફરજ અદા કરી હતી.

મહિલા કર્મચારીઓએ બનાવી રંગોળી : ભાવનગર શહેરમાં આજે નવા વર્ષના ત્રીજા દિવસે મહાનગરપાલિકામાં રજાઓ પૂર્ણ થઈ અને કચેરીઓ ખુલવાનો પ્રારંભ થયો છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ દ્વારા મહાનગરપાલિકાને પોતાનું ઘર સમજીને રંગોળી બનાવી હતી. આશરે પાંચથી સાત જેટલી મહિલા કર્મચારીઓ મહાનગરપાલિકાના ગ્રાઉન્ડ ફ્લોરમાં 5 ફૂટ બાય 5 ફૂટની રંગોળી બનાવી હતી. જો કે આ રંગોળીની વિશિષ્ટતા એ માત્ર હતી કે રંગોળીની વચ્ચે કરવામાં આવેલું સર્કલ એક પ્રકારનો સિમ્બોલ હોય જે એક પ્રખ્યાત કાર બનાવતી કંપનીનો હુબેહૂ હોવાનું ફળીભૂત થતું હતું. જો કે મહાનગરપાલિકાની મહિલા કર્મચારીઓએ તે સિમ્બોલમાં BMC કરીને રંગોળીમાં સ્થાન આપ્યું હતું. આ. મહિલાઓએ ઉત્સાહપૂર્વક રંગોળી બનાવી હતી.

કમિશનર કચેરીમાં સ્નેહમિલન : ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના પ્રથમ દિવસે કમિશનર એન વી ઉપાધ્યાય પણ પોતાની કચેરીમાં ઉપસ્થિત રહ્યા હતા. જો કે નવા વર્ષના પ્રથમ દિવસે જ મહાનગરપાલિકાનું સ્નેહમિલન યોજાઇ ગયું છે. આમ છતાં પણ મહાનગરપાલિકાના મોટાભાગના કર્મચારીઓ અને અધિકારીઓ કચેરીના ખુલવાના પ્રથમ દિવસે હાજરી આપી હતી. જ્યારે મહાનગરપાલિકાની ફરજ પર આવેલી મહિલા કર્મચારીઓએ મહાનગરપાલિકામાં પણ નવું વર્ષ પધાર્યું છે તેનો અહેસાસ કરાવવા માટે ચિરોડીના કલરો લાવીને ગ્રાઉન્ડ ફ્લોરના પટાંગણમાં રંગોળી બનાવી હતી. મહાનગરપાલિકામાં આવતા જતા દરેક લોકો માટે રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી. આમ મહાનગરપાલિકાની મહિલા કર્મચારીઓએ ઘર સમજીને રંગોળી બનાવી હતી.

  1. Diwali 2023 : મીઠાઈ ફરસાણ ખરીદીમાં ભેળસેળને લઇ સાવચેતી જરુરી, ભાવનગર ફૂડ એન્ડ ડ્રગ વિભાગની 12 વર્ષની કામગીરી આ રહી
  2. Bhavnagar News : " કા માંગવા જઈએ કા ચોરી કરીયે સરકાર કે ઇ કરીયે હવે" દબાણ હટાવતા પાથરણાવાળા મહિલાની વ્યથા
  3. Diwali 2023 : ચંદ્રયાન, G20 અને વર્લ્ડ કપની રંગોળીની છટા છવાઇ, પણ સ્પર્ધકોમાં 14 વર્ષે ઘટાડો, જાણો કેમ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.