ETV Bharat / state

Bhavnagar News : ભાવનગરની 1 સ્કૂલ પીએમશ્રી યોજનામાં પહોંચી 55માંથી અન્ય એક પણ કેમ સ્થાન પામી નહીં?

ભાવનગર શહેરની 56 સરકારી શાળામાંથી 1 શાળા કેન્દ્ર સરકારની પીએમશ્રી યોજનામાં સ્થાન પામી છે. ગુજરાતની કુલ 276 શાળામાં એક ભાવનગરની છે.પરંતુ સવાલ એક જ છે કે ભાવનગરની 55માંથી 1 જ શાળા કેમ પસંદગી પામી. શું બીજી શાળાઓમાં ઉણપ છે. ભાવનગર શાસનાધિકારી અને પસંદગી પામેલી શાળાના આચાર્ય શું કહે છે જોઇએ.

Bhavnagar News : ભાવનગરની 1 સ્કૂલ પીએમશ્રી યોજનામાં પહોંચી 55માંથી અન્ય એક પણ કેમ સ્થાન પામી નહીં?
Bhavnagar News : ભાવનગરની 1 સ્કૂલ પીએમશ્રી યોજનામાં પહોંચી 55માંથી અન્ય એક પણ કેમ સ્થાન પામી નહીં?
author img

By

Published : Jul 22, 2023, 6:15 PM IST

Updated : Jul 22, 2023, 7:20 PM IST

પીએમશ્રી યોજનામાં સ્થાન પામી

ભાવનગર : ભાવનગર શહેરમાં 55 જેટલી શાળાઓ નગરપ્રાથમીક શિક્ષણ સમિતિની આવેલી છે. સરકારી શાળાઓની ગુણવત્તા સરકારી યોજનાઓ ખુલ્લી પાડી રહી છે. કેમ એવો સવાલ જરૂર ઉભો થશે. પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઈઝિંગ ઇન્ડિયા યોજનામાં માત્ર એક 65 નંબરની બોરતળાવ શાળા પસંદગી પામી છે. પસંદગી તે શાળાની થાય જેમાં યોજના પ્રમાણે માંગવામાં આવેલી દરેક બાબતનો સમાવેશ થતો હોય. ત્યારે 55માંથી એક જ શાળા કેમ અને 54 કેમ નહીં તે જાણો.

શું છે પ્રધાનમંત્રી ફોર રાઈઝિંગ ઇન્ડિયા : યોજના કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં શાળાઓની ગુણવત્તા સુધારવા માટે એક યોજના અમલમાં લાવી છે. દેશની 14,500 શાળાઓની પસંદગી કરવાની છે. ત્યારે ગુજરાતની 276 શાળાઓ પસંદ પામી છે. પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઈઝીંગ ઇન્ડિયા અંતર્ગત પીએમ શ્રી યોજના શરૂ કરવામાં આવી છે.જેના ફોર્મ 2021ની સાલમાં ભરવામાં આવ્યા હતાં. સમગ્ર દેશની સાથે ભાવનગર શહેરમાંથી પણ આ ફોર્મ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ભરાયા હતાં. પરંતુ પ્રધાનમંત્રી સ્કુલ ફોર રાઈઝિંગ ઇન્ડિયાના ફોર્મ ભરવા સમયે કેટલીક બાબતો ટાંકવામાં આવેલી હતી. જેમ કે શાળાની સંખ્યા,મેદાન, ભૌતિક સુવિધાઓ તેમજ પુસ્તકાલય તેવી શાળાઓ ફોર્મ ભરીને તક મેળવી શકે છે.

ફોર્મ 2021ની સાલમાં ભરવામાં આવ્યા હતાં
ફોર્મ 2021ની સાલમાં ભરવામાં આવ્યા હતાં

55માંથી એક જ શાળા નમ્બર 65 પસંદ થઈ : પ્રધાનમંત્રીની સ્કૂલ ફોર રાઈઝિંગ ઇન્ડિયા પીએમ શ્રી યોજનામાં ભાવનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની 55 શાળાઓ પૈકી 65 નંબરની બોરતળાવ શાળા દ્વારા પણ ફોર્મ ભરવામાં આવ્યું હતું.

અમારી 65 નંબરની શાળા પીએમ શ્રી યોજનામાં સ્થાન પામી છે. જો કે તેની પાછળનું કારણ શાળામાં ભૌતિક સુવિધા, વિદ્યાર્થીઓનું 80 ટકા શિક્ષણ ગુણવત્તા તેમજ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે જોવા મળી છે. 65 નંબરની શાળામાં 1100 જેટલા વિદ્યાર્થીઓ છે. સમગ્ર શાળા સીસીટીવીથી સજ્જ, ડિજિટલ બોર્ડ, ડ્રેસ કોડ વગેરે જેવી સુવિધા સાથે શિક્ષણ ગુણવત્તામાં પણ રાજ્ય કક્ષાએ સ્થાન પામેલી છે...સલીમ અગવાન(આચાર્ય,બોરતળાવ શાળા નમ્બર 65)

અન્ય શાળાઓ કેમ નહીં તે વિશે શાસનાધિકારીનો મત : એક બાબત તો સ્પષ્ટ છે કે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં મેદાન નથી, શાળાઓમાં ક્યાંક ભૌતિક સુવિધાની ઉણપ છે. વિદ્યાર્થીની સંખ્યા ઓછી અને શિક્ષણ ગુણવત્તા નીચે હોવાને કારણે ક્યાંક સ્થાન નથી પામી તેમ માની શકાય. પરંતુ અધિકારી તે મામલે કશું બોલી શકે તેમ નથી તે પણ સ્વાભાવિક છે.

પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઈઝીંગ ઇન્ડિયા અંતર્ગત પીએમ શ્રી યોજનામાં બોરતળાવ 65 નંબરની શાળા સ્થાન પામી છે. જો કે અન્ય શાળા સ્થાન નથી પામી તો ભૌતિક સુવિધા કે સંખ્યા જવાબદાર હોય તેવું માની શકાય નહીં... મુંજાલ બડમલીયા (શાસનાધિકારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ)

પીએમ શ્રી યોજનામાં સ્થાન પામનાર શાળા પાસે છે દાતા : પીએમશ્રી યોજના પ્રમાણે ક્રાઇટેરિયા પ્રમાણે બોરતળાવની 65 નંબરની શાળા 28 શિક્ષકો પૈકી ચાર શિક્ષકોની ઘટ છે એટલે તે હોવી ના જોઈએ છતાં સ્થાન પામી છે . 1100 વિદ્યાર્થીઓની સંખ્યા સાથે રાજ્યકક્ષાએ સ્કૂલ ઓફ એક્સલન્સ એવોર્ડ પણ શાળા લઈ આવેલી છે. જ્યારે સૌથી મહત્વની બાબત એ છે કે શાળાને ડિવાઇન સ્ટારના નયન ગોડકીયા તેમજ ધર્મેશ ગાબાણી, કિર્તીભાઈ ફરિયાદકા અને કૌશિકભાઇ ગોડકીયા જેવા હાજર દાતાઓ મળ્યા છે. આ દાતાઓ દ્વારા ભૂતકાળમાં સ્ટેજ, ડોમ, વર્ગખંડમાં ગ્રીન બોર્ડ લગાવી આપવા વૃક્ષારોપણ માટે ક્યારા તેમજ સાઉન્ડ સિસ્ટમ માટે એક લાખની સહાય કરવામાં આવેલી છે. આ સાથે આગામી દિવસોમાં પણ 8.50 લાખના બૂટ મોજા અને ગરમ સ્વેટર પણ મળવાના છે. આમ દાતાઓના સાથ સહકારને પગલે આ શાળા 55 શાળાઓમાં પ્રથમ નંબરે હંમેશા રહી છે તેમ શાળાના આચાર્ય સલીમ અગવાને જણાવ્યું હતું.

ગુજરાતની કુલ 276 શાળામાં એક ભાવનગરની
ગુજરાતની કુલ 276 શાળામાં એક ભાવનગરની

અન્ય શાળાઓની હકીકત શું છે જે નજરે પડે : ભાવનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની 55 શાળાઓએ પીએમ શ્રી યોજનામાં ફોર્મ ભર્યું હોવાનું ખુદ શાસનાધિકારી સ્વીકારી રહ્યા છે. જેનો મતલબ કે અન્ય શાળાઓએ ફોર્મ ભર્યું છતાં સ્થાન પામી નહિ. મતલબ ક્રાઈટેરિયા પ્રમાણે સુવિધા નથી અને શાળાઓમાં ઉણપ દેખાઈ રહી છે. જો કે ભાવનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની મોટાભાગની શાળાઓમાં રમતના મેદાનો નથી, ડિજિટલ બોર્ડ નથી, તેમજ શિક્ષણની ગુણવત્તાનું સ્તર પણ ખૂબ જ નીચું હોવાનું માનવામાં આવે છે. શિક્ષકોની ઘાટ છે. જેને પગલે સરકારી શાળા જ સરકારી યોજનામાં કાંઈક પાછળ રહેવા પામી છે. જો કે દરેક પીએમ શ્રી યોજનામાં માંગેલી ભૌતિક સુવિધાની જે ઉણપ હોય તેને રાજ્ય સરકારે ઠીક કરવાની હોય છે.પરંતુ નેતાઓ વાતો કરી જાય છે અને પરિસ્થિતિ ત્યાંની ત્યાં રહી જાય છે.

  1. કેન્દ્ર સરકાર એજ્યુકેશન ચેનલ લોન્ચ કરશે, શ્રી પીએમ શાળા શરૂ કરવામાં આવશે : કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન
  2. પીએમ શ્રી યોજનાને મંજૂરી, પીએમ મોદીએ શિક્ષક દિવસ પર કરી જાહેરાત
  3. ભાવનગર શહેરની આ સરકારી શાળા સોલાર અને એસીથી સજ્જ બનશે : સરકારના એક પણ રૂપિયાના ખર્ચ વગર

Last Updated : Jul 22, 2023, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.