ભાવનગર : ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડમાં ભાવનગર ડમીકાંડને સંલગ્ન યુવરાજસિંહના 1 કરોડ ખંડણી લેવાના કેસમાં તેના એક ઝડપાયેલા સાળા કાનભા ગોહિલ પાસેથી પોલીસેે પંચો સાથે રાખીને 38 લાખ કબ્જે કર્યા છે. ભાવનગર પોલીસે દરેક પુરાવા બનાવીને જાતે જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનામાં SITની ટીમ તપાસ ચલાવી રહી છે.
એસઆઇટીની ટીમ કરી રહી છે તપાસ : ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડ સંલગ્ન 1 કરોડ ખંડણીની ફરિયાદમાં યુવરાજસિંહ જાડેજા સહિત છ શખ્સો સામે એક કરોડની ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ત્યારે એસઆઇટીની ટીમ દ્વારા યુવરાજસિંહ જાડેજાની સાથે અન્ય શખ્સોની થયેલી અટકાયતમાં યુવરાજસિંહ જાડેજાના સાળા કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા ગોહિલના હસ્તે એક કરોડ પૈકી 38 લાખ જેવી રકમ પોલીસે જપ્ત કરી છે. પોલીસે 38 લાખ રૂપિયા પંચોની હાજરીમાં જપ્ત કર્યા છે જેના પુરાવા પણ પોલીસે જાહેર કર્યા હતાં.
એક કરોડની ડીલ : યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભાએ પોલીસ તપાસમાં જણાવ્યું હતું કે પ્રકાશકુમાર ઉર્ફે પી કે અને પ્રદીપ બારૈયા પાસેથી તેઓએ ધનશ્યામ લાધવા તથા બિપીન ત્રિવેદી મારફતે જે 1 કરોડ રૂપિયા બળજબરીથી કઢાવવા પોતાના ભાઈ શિવભદ્રસિંહ ઉર્ફે શિવુભાની ઓફિસે તેમનું નામ યુવરાજસિંહ જાડેજાની 5 એપ્રિલ, 2023ની કોન્ફરન્સમાં ડમી ઉમેદવાર કાંડમાં જાહેર નહી કરવા માટે ડીલ થઈ હતી. તેમની પાસેથી યુવરાજસિંહની સૂચનાથી સ્વીકારેલ તે પૈકીના રૂપિયા શિવુભાએ 12 એપ્રિલના રોજ તેમના મિત્ર જીત હીતેન્દ્રભાઈ માંડવીયાના ઘરે મુક્યા હતાં.
પાંચ-પાંચ લાખનું કમિશન : વધુ પુછપરછ કરતા બહાર આવ્યું હતું કે રૂપિયા એક કરોડ બળજબરીથી કઢાવી આપવા મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર ઘનશ્યામ લાધવા તથા બીપીન ત્રિવેદીને કમીશન પેટે દસ ટકા લેખે રૂપિયા 10 લાખ જે કમીશન પેટે બન્નેને રૂપિયા 5-5 લાખ શિવુભા ગોહિલે આપેલા છે. આ બન્ને કમીશન લેનાર આરોપીઓ રીમાન્ડ હેઠળ છે, તેમની પાસેથી રીકવર કરવાની તજવીજ ચાલુ છે.
ખંડણીની યુવરાજસિંહ સામેની ફરિયાદ : ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડ સંલગ્ન યુવરાજસિંહ જાડેજાએ એક કરોડની રકમ લીધેલાની ખંડણીની નોંધાયેલી ફરિયાદને પગલે યુવરાજસિંહ જાડેજા સહિત તેના બે સાળા અને અન્ય ત્રણ શખ્સોની અટકાયત અને રિમાન્ડ લેવાઈ ગયા છે. જ્યારે હજુ બે શખ્સો પકડ બહાર છે. જો કે પકડાયેલા શખ્સોની સઘન પૂછતાછ ચાલી રહી છે. ત્યારે પોલીસે યુવરાજસિંહ જાડેજાના સુરતથી પકડાયેલા સાળાને કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા ગોહિલને સાથે રાખીને એક કરોડ પૈકીની 38 લાખ જેવી રકમ કબ્જે કરવામાં સફળતા મેળવી છે.
પંચોને સાથે રાખી 38 લાખ કબ્જે કર્યા : એક કરોડની ખંડણીના મામલામાં યુવરાજસિંહના કહેવા ઉપર કાનભા ગોહિલ દ્વારા તેના ભાઈ શિવભદ્રસિંહ ઉર્ફે શિવુભાની ઓફિસે પૈસાની બેગ આપી હતી. ત્યારે આ પૈસા શિવભદ્રસિંહ ઉર્ફે શિવુભાએ તેના મિત્ર જીત હીતેન્દ્ર માંડવીયા જે શાંતિનાથ પાર્ક ફ્લેટમાં 203માં ગોળીબાર હનુમાનજી પાસે રહેતો હોય તેના ઘરે મૂકી હોવાનું પોલીસને જણાવ્યા બાદ પોલીસ પંચોને સાથે રાખીને જીત હિતેન્દ્ર માંડવીયાના ઘરે પહોંચી હતી. જ્યાં કાનભાને સાથે રાખી પૈસાની બેગ તેને કાઢીને પંચ સમક્ષ મૂકી હતી અને પંચો દ્વારા પૈસાની ગણતરી કરવાની કરવામાં આવી હતી. આમ 38 લાખ રિકવર કરવામાં આવ્યા હોવાનું પોલીસે જાતે વિડીયો ફોટા બનાવીને સમગ્ર ઘટનાને જાહેર કરી હતી.
આ પણ વાંચો AAP Leader Yuvrajsinh: ડમીકાંડમાં યુવરાજસિંહ સહિત 6 સામે એક કરોડ લીધાની પોલીસ ફરિયાદ
1 કરોડ મામલામાં પકડથી દૂર હજુ બે શખ્સો : ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડ યુવરાજસિંહ જાડેજાની 9 કલાકની પૂછપરછ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. છ શખ્સો સામે ગુન્હો નોંધ્યો હતો. ત્યારે પોલીસે યુવરાજસિંહ જાડેજા, કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા ગોહિલ, શિવભદ્રસિંહ ઉર્ફે શિવુભા ગોહિલ, બિપીન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા અન્ય રાજુ સામે ફરિયાદ નોંધી તપાસ કરતા પોલીસે બે શખ્સો સિવાયના લોકોની અટકાયત કરી લીધી છે. ત્યારે કાનભાને સાથે રાખીને પોલીસે 38 લાખ કબ્જે કર્યા છે. જેના આધાર પુરાવા પોલીસએ જાતે જાહેર કર્યા હતા. બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવાની અટકાયત થયા બાદ તેના 29 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જેની પણ સઘન પૂછતાછ ચાલી રહી છે. ત્યારે શિવુભા અને રાજુ નામનો સખ્સ હજુ પોલીસ પકડથી દૂર છે.