ભાવનગર: ભાવનગર શહેરની LCB પોલીસે 32 વાહનોની ચોરી કરનાર વાહન ચોરને (Bhavnagar LCB Nabs vehicle thief) ઝડપી લીધો હતો. બાઈકના દસ્તાવેજ પુરાવા રજૂ કરી ન શકતાં સમગ્ર ચોરીનો ભેદ ખુલ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી કરી છે. (Bhavnagar LCB Nabs Men Who Stole 32 Splendor Bikes)
દસ્તાવેજના પુરાના ન મળતાં ખુલ્યો ભેદ: ભાવનગર LCB પોલીસે નિર્મળગરથી વિઠ્ઠલવાડી વચ્ચે નંબર પ્લેટ વગરનું સ્પ્લેન્ડર બાઇક લઈ ઉભેલા રાજેશ મિસ્ત્રીને ઉભો રાખી બાઈકના દસ્તાવેજ માગ્યા હતા. જે રાજેશ આપી શક્યો નહોતો. બાઈકના ચેસીસ નમ્બર પરથી એપ્લિકેશન મારફત તપાસતા બાઇક અન્ય વ્યક્તિના નામે હોવાનું સામે આવ્યું હતું. જે બાબતે પોલીસે વધુ પૂછપરછ કરતાં 32 વાહન ચોરીનો ભેદ ખોલ્યો હતો.
આ પણ વાંચો: જાણો 12 મોટા ગુના, ભૂપેન્દ્ર પટેલની સરકાર રચાયા બાદ ગુજરાતમાં ક્રાઈમ વધ્યા...
રાજેશે ખોલેલા ભેદથી પોલીસ સ્તબ્ધ: વાહન ચોર રાજેશ મિસ્ત્રી ગુજરાતના મૂળ અમદાવાદના બાવળા ગામનો રહેવાસી છે. એક ચોરીના બાઈક સાથે ઝડપાયા બાદ રાજેશે ખોલેલા ભેદથી પોલીસ સ્તબ્ધ બની હતી. એલસીબીની પૂછપરછમાં તેણે 32 બાઇક ચોરીની કબૂલાત કરી હતી. જેમાં ભાવનગર,સુરત,બોટાદ અને અમદાવાદમાંથી ચોરી કરી હોવાનું ખુલ્યું છે. આ શખ્સ માત્ર સ્પ્લેન્ડર બાઈકની જ ચોરી કરતો અને આ કામમાં આગવી માસ્ટરી ધરાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: એક જ રાતમાં 3 ચોરીઃ સાબરકાંઠામાં ATM તોડ ચોર ટોળકી શક્રિય
પોલીસે દાખલ કર્યો ગુનો: રાજેશે ચોરી કરેલા 32 બાઇકો સમગ્ર વાહનો રાયકા ગામે રાખવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ભાવનગર LCB પોલીસે રાજેશ પર 32 વાહનો કે જેની કિંમત 9 લાખ 15 હજારની ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજેશ મિસ્ત્રી ઉપર અગાઉ ઘરફોડ ચોરી અને વાહન ચોરીના 25થી પણ વધારે ગુના નોંધાયેલા છે. અમદાવાદ પોલીસે પાસા તળે અગાઉ ચાર વખત અટકાયત કરેલી છે.