ભાવનગર: જિલ્લામાં લાયકાત વગર અને મંજૂરી વગર અનેક પ્રવૃત્તિઓ થતી હોય છે અને સમયાંતરે સંવ પણ આવતી હોય છે. ત્યારે ઉમરાળા આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષથી ચાલતી લાયકાત વગરની અને મંજૂરી વગરની લેબોરેટરીને ઝડપી લીધી છે. આરોગ્ય વિભાગ દ્વારા લેબોરેટરીમાંથી કેટલોક માલ સામાન જપ્ત કરીને તેના સંચાલક અને આસિસ્ટન્ટ સામે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ચેકિંગ હાથ ધરવામાં આવ્યું: ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં છેલ્લા બે વર્ષથી ચાલતી લેબોરેટરીને પગલે મળેલી બાતમીના આધારે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉમરાળા વિભાગીય નાયબ નિયામક ટ્વિમજ આરોગ્ય રોગચાળા અધિકારીની સાથે ટીમ દ્વારા ઉમરાળાના પી એમ સર્વોદય સ્કૂલ સામે અને પશુ દવાખાનાની પાછળ પ્રાગજી લાલજી મિયાણીની માલિકીના મકાનમાં નાનકડી દુકાનમાં ચાલતી લેબોરેટરીમાં ચેકિંગ હાથ ધર્યું હતું. 2000 ના માસિક હપ્તે ચાલતી રેડ પ્લસ બીન કાયદેસર લેબોરેટરીમાં ચેકિંગ હાથ ધરતા આરોગ્યની ટીમ ચોકી ઉઠી હતી.
પોલીસ ફરિયાદ: લેબોરેટરીમાં આસિસ્ટન્ટ તરીકે શાહરૂખ હાજી સૈયદને રાખવામાં આવ્યો હતો. આરોગ્યની ટીમે રેડ કરતા શાહરુખ હાજી સૈયદ જે સેમ્પલ કલેક્શન છેલ્લા દોઢ વર્ષથી કરતો હોવાનું સામે આવ્યું હતું. લેબોરેટરીમાં પીળી બેગમાં રાખવામાં આવેલી 3.5 કિલો જૈવિક કચરાની બેગો પણ મળી આવી હતી. નીડલ, સિરીંજ, વેક્યુમ વાઈલ, રૂ ના પુમડા, પેશાબ પટ્ટી તથા અન્ય સ્ટ્રીપ મળી આવી હતી.
જૈવિક કચરો રાખવામાં આવતો: ગુજરાત પ્રદૂષણ બોર્ડ અને બાયોમેડિકલ વેસ્ટના સર્ટિફિકેટ વગર જૈવિક કચરો રાખવામાં આવતો હોવાથી જૈવિક કચરો જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે લોહી, પેશાબ, ઝાડો વગેરે તપાસ કરવા માટે લીધા બાદ તેનો યોગ્ય નિકાલ ના કરતો હોવાનું પણ સામે આવ્યું હતું. આમ આરોગ્ય વિભાગે ઉપરોક્ત કામગીરીને પગલે બંને શખ્સો સામે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાની ફરિયાદ ઉપરોક્ત પ્રમાણે નોંધાવી છે.
તંત્ર ઉઠ્યો સવાલ: ઉમરાળાની આરોગ્યની ટીમ બે વર્ષના અંતે લેબોરેટરીમાં ચેકિંગ હાથ ધર્યું અને સત્યતા બહાર આવી હતી. માર્ગીબેન રશ્મિ કુમાર બાવીસી ફરિયાદી બનીને બંને શખ્સો સામે આરોગ્ય સાથે ચેડા કરવાની ફરિયાદ નોંધાવી છે. જો કે આ બંને શખ્સો કેમેસ્ટ્રી અને હિમેટોલોજીની લાયકાત નહિ ધરાવતા હોવા છતાં પણ 40 થી વધારે લોકોના સેમ્પલ લીધા હોવાનું ખુલ્યું હતું. જેને પગલે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાની ફરિયાદ દાખલ કરાઈ હતી.