ભાવનગરઃ ભાવનગરમાં દિવાળી પહેલા તંત્રના અધિકારીઓ (Bhavnagar Corporation Food Department) મીઠાઈવાળાને ત્યાં ગુણવત્તા ચેક કરવા માટે નીકળ્યા છે. પણ હકીકત એવી છે કે, આ ફૂડ સેમ્પલનો કોઈ રીપોર્ટ આવે એ પહેલા વેપારીને (Sweet Vendor Bhavnagar) ત્યાંથી આ મીઠાઈઓ ખવાય જાય છે અથવા તો વેંચાઈ જાય છે. જેને લઈને પ્રશ્ન એ થાય છે કે, શું અધિકારીઓ માર્કેટમાં ચેકિંગની કામગીરી માત્ર હાજરી કે દેખાડા પૂરતી જ કરે છે. આ અંગે જ્યારે અધિકારીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સમગ્ર મામલે વિસ્તૃત વાત કહી છે.
શુદ્ધતા સામે સવાલઃ દિવાળી એટલે મીઠું આરોગીને એક બીજાને ખુશી વેહચવાનો દિવસ અને નવા વર્ષને વધાવવાનો સમય કહેવામાં આવે છે.લોકો એક બીજાના ઘરે જાય એટલે મોઢું મીઠું કરાવવામાં આવે છે ત્યારે અનેક પરિવારો મીઠાઈઓથી પણ પરિવારને ખુશી આપતા હોય છે પણ આ મીઠાઈઓ કેટલી શુદ્ધ? ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ શહેરમાં આવેલી આશરે 300 જેટલી અલગ અલગ દુકાનોમાં સમયાંતરે ચેકીંગ કરીને મીઠાઈ અને ફરસાણના સેમ્પલ દિવાળીના સમયમાં લેતી હોય છે. ચાલુ વર્ષમાં 29 સપ્ટેમ્બરથી આજદિન સુધી માત્ર 14 સેમ્પલ લેવામાં આવ્યા છે. શહેરમાં મોટા ફરસાણ મીઠાઈના વ્યાપારીઓ અંદાજે 24 જેટલા છે. દિવાળીમાં પ્રજાની આરોગ્ય સુખાકારી માટે સેમ્પલ લેવામાં આવે છે.
2020
- કુલ નમૂના - 116 લેવાયા
- કુલ થયેલા કેસ - 08
- કુલ દંડ - 8 કેસનો 4,63,000 રૂપિયા
2021
- કુલ નમૂના - 97 લેવાયા
- કુલ થયેલા કેસ - 15
- કુલ દંડ - 15 કેસનો 35,32,500 રૂપિયા
2022
- કુલ નમૂના - 96 લેવાયા
- કુલ થયેલા કેસ - 08
- કુલ દંડ - 8 કેસનો 8,55,500 રૂપિયા
હા,.. ભાવનગરમાં લેબોરેટરી નથી આથી રિપોર્ટ કરવા અન્ય જિલ્લામાં મોકલવા પડે છે. રિપોર્ટ આવે ત્યાં મીઠાઈ આરોગાઈ કહેવાય તે ખોટું નથી. પ્રજાના સાથે કામગીરી થવા છતાં પણ સાધનો અને લબોરેટરીના અભાવમાં ચેડા થઈ રહ્યા છે. આરોગ્ય અધિકારી આર કે સિંહાએ જણાવ્યું હતું કે, ભાવનગર પાસે લેબોરેટરી નથી. તેમાં અનેક પ્રકારના ચેકીંગ થતા હોય છે બાદમાં પરિણામ મળે છે. લેબોરેટરી ખૂબ ખર્ચાળ છે. જેના કારણે હજુ સુધી થઈ શકી નથી.જો કે લેબોરેટરી હોય તો એક કે બે દિવસમાં સેમ્પલ લીધા બાદ જાણી શકાય છે.---આર કે સિંહા (આરોગ્ય અધિકારી,ભાવનગર)