ETV Bharat / state

4 વર્ષથી પૂર્ણ થવાની વાટ જોતો ભાવનગરનો ફ્લાયઓવર, લોકોનો કકળાટ-વિપક્ષનો વાર અને સત્તાધીશોનો બચાવ - ભાવનગરવાસીઓનો અપીલ

સરકારે ભાવનગર શહેરની જનતા માટે ફ્લાયઓવરની ભેટ આપી છે, પરંતુ ખબર નહીં ક્યાં મુહૂર્તમાં કામ શરૂ થયું કે પૂર્ણ જ થતું નથી. દોઢ વર્ષમાં કામ પૂર્ણ થઈ સંપૂર્ણ તૈયાર થવાનો હતો કે ફલાયઓવર 4 વર્ષ પૂર્ણ થવા છતાં અધૂરો છે. અધૂરા વિકાસથી ભાવનગરવાસીઓ માથાનો દુખાવો વધ્યો છે. અહીં પસાર થતા લોકોને એક જ પ્રશ્ન પૂછે છે કે, હવે ક્યારે આ ફ્લાયઓવર બનીને ક્યારે પૂર્ણ થશે ? જુઓ પ્રજાનો કકળાટ, વિપક્ષનો વાર અને સત્તાધીશોનો જવાબ

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 17, 2023, 11:05 PM IST

Updated : Nov 18, 2023, 4:27 PM IST

4 વર્ષથી પૂર્ણ થવાની વાટ જોતો ભાવનગરનો ફ્લાયઓવર

ભાવનગર : ભાવનગર શહેરનો એકમાત્ર ફ્લાવર 2019 માં મંજૂર થયો જે 18 માસમાં પૂર્ણ થઈ તૈયાર થવાનો હતો. પરંતુ આજે 48 માસ કરતા વધુ સમય થવા જતા આ બ્રિજ બનીને તૈયાર થયો નથી. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રસ્તાની એક તરફથી બીજી તરફ જવા માટે વિકલ્પો ખૂબ ઓછા હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે હજુ પણ ફ્લાયઓવર ક્યારે પૂર્ણ થશે તેની કોઈ નિશ્ચિત સમય મર્યાદા કોઈની પાસે નથી. ત્યારે ભાવનગરવાસીઓની તકલીફ અને વિપક્ષના આક્ષેપ સામે જવાબદાર મહાનગરપાલિકા શું કહે છે, જુઓ ETV BHARAT ના આ વિશેષ અહેવાલમાં...

વિકાસ બન્યો માથાનો દુખાવો
વિકાસ બન્યો માથાનો દુખાવો

વિકાસ બન્યો માથાનો દુખાવો : ભાવનગર શહેરને 2019 માં ફ્લાયઓવર મળ્યા બાદ સરકારે 115 કરોડ મંજૂર કર્યા હતા. જેને પગલે 2019 માં બ્રિજની ડિઝાઇન તૈયાર કરીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બ્રિજ 18 માસમાં પૂર્ણ કરવાનો હતો, પરંતુ તેવું થયું નહીં. ટ્રાફિકની સમસ્યા હોવાથી દેસાઈનગરથી લઈને શાસ્ત્રીનગર સુધી ફ્લાયઓવર બનાવવાની મંજૂરી મળી ગઈ અને કામગીરી શરૂ પણ થઈ ગઈ. ત્યારે હવે હજુ ફ્લાઈઓવર અંદાજે 40 ટકા જેટલો બાકી છે. ફ્લાયઓવરને પગલે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કારણ કે અંદાજે ત્રણથી ચાર લાખ જેટલા લોકો અહીંથી આવનજાવન કરે છે. તેવામાં રોડ ઓળંગવા માટે પણ વિકલ્પ ઓછા હોવાથી પ્રજા ચાર વર્ષથી સમસ્યાનો સામનો કરી રહી છે.

લોકોનો કકળાટ-વિપક્ષનો વાર અને સત્તાધીશોનો બચાવ

વર્ષોથી ચૂંટણીમાં ફલાયઓવરની ચોકલેટ અપાતી હતી. લોકો એટલા પરેશાન થઈ ગયા છે કે લોકોના મુખમાંથી હવે એવા શબ્દો નીકળે છે કે, આના કરતાં ફ્લાયઓવર ન થયો હોત તો સારું હતું. કારણ કે બે-બે વખત સમય મર્યાદા વધારી દેવામાં આવી. અમને લાગતું હતું કે 40 ટકા કામ બાકી છે. -- પ્રકાશ વાઘાણી (કોંગ્રેસ શહેર પ્રમુખ)

વિપક્ષનો વાર : ભાવનગર શહેરના દેસાઈનગરથી શાસ્ત્રીનગર વચ્ચે આવતા બોર તળાવના નાકા પાસે રત્ન કલાકારોનું પીઠું આવેલું છે. ત્યાં હજારોની સંખ્યામાં રત્ન કલાકારો રોજીરોટી મેળવવા માટે આવે છે. તેવામાં ફ્લાયઓવર બનતા અને રોડ ઓળંગવાના વિકલ્પ ઓછા હોવાના પગલે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આ અંગે વિપક્ષમાં બેઠેલા કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, વર્ષોથી ચૂંટણીમાં ફલાયઓવરની ચોકલેટ અપાતી હતી. લોકો એટલા પરેશાન થઈ ગયા છે કે લોકોના મુખમાંથી હવે એવા શબ્દો નીકળે છે કે, આના કરતાં ફ્લાયઓવર ન થયો હોત તો સારું હતું. કારણ કે બે-બે વખત સમય મર્યાદા વધારી દેવામાં આવી. અમને લાગતું હતું કે 40 ટકા કામ બાકી છે. દિવાળી જેવા તહેવારમાં ટ્રાફિક હોય જેથી લોકો પરેશાન છે. કોન્ટ્રાક્ટર ધીમે ધીમે કામ કરે છે, ત્યારે જવાબદાર કશું બોલતા નથી. મતલબ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અમે લેખિતમાં બે વખત કહ્યું અને યજ્ઞ અને કાર્યક્રમ કર્યા પણ પ્રજાની મુશ્કેલી દૂર થતી નથી.

બહુ તકલીફ થાય છે. દિવસમાં બે ત્રણ વખત આવવું-જવું પડે છે. કામ વહેલું પૂરું કરે તો સારું. આવવા જવામાં ટ્રાફિક નડે છે. અમારી જેવા સિનિયર સિટીઝન હેરાન થાય છે. -- પ્રવીણસિંહ (સ્થાનિક)

જનતાની વ્યથા : ફ્લાયઓવરની કામગીરીને પગલે સૌથી વધારે મુશ્કેલી ત્યાંથી રોજે રોજ આવતા લોકોને સૌથી વધારે પડી રહી છે. ત્યારે ભાવનગરના મિલેટ્રી સોસાયટીમાં રહેતા પ્રવીણસિંહે જણાવ્યું હતું કે, બહુ તકલીફ થાય છે. દિવસમાં બે ત્રણ વખત આવવું-જવું પડે છે. કામ વહેલું પૂરું કરે તો સારું. આવવા જવામાં ટ્રાફિક નડે છે. અમારી જેવા સિનિયર સિટીઝન હેરાન થાય છે. આ અંગે અન્ય સ્થાનિક કિશન મેરે જણાવ્યું હતું કે, 2019 થી કામ ચાલુ હોય ત્યારે 75 ટકા પણ કામ પૂરું થયું હોય તો બીજું કામ પાંચ મહિનામાં કેમ પૂરું થાય. એક તરફથી બીજી તરફ જવા લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સરકારને ખબર નથી લોકો કેટલા પરેશાન થઈ રહ્યા છે.

2019 માં ફ્લાયઓવર બનાવવાનું કામ શરૂ થયું ત્યારે 18 માસની સમય મર્યાદા હતી. બાદમાં કોરોનાકાળ આવતા સમયમર્યાદા ડિસેમ્બર સુધીની કરી છે. અમારી ગણતરી પ્રમાણે હજુ ચારથી પાંચ મહિના થાય તેમ છે. -- એન. વી. ઉપાધ્યાય (કમિશનર, ભાવનગર મહાનગરપાલિકા)

સત્તાધીશોનો ખુલાસો : ભાવનગર શહેરમાં ફ્લાયઓવર બનાવવાની મંજૂરી મળ્યા બાદ ખાનગી કંપનીએ કામગીરી શરૂ કરી હતી. પરંતુ 18 માસમાં કામગીરી પૂર્ણ કરવામાં કોરોનાકાળ નડતરરૂપ બન્યો હતો, ત્યારે આ બાબતે મહાનગરપાલિકાના કમિશનર એન. વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ફ્લાયઓવર બનાવવાનું 2019 માં કામ શરૂ કર્યું હતું. 18 માસની સમય મર્યાદા હતી. પરંતુ બાદમાં કોરોનાકાળ આવતા તેને એક્સચેન્જ કરીને ડિસેમ્બર સુધીની કરી છે. ડિઝાઇનની ચકાસણી કરીને કામગીરી કરી રહી છે. અમારી ગણતરી પ્રમાણે હજુ ચાર થી પાંચ મહિના થાય તેમ છે.

ભાવનગરવાસીઓનો અપીલ : ભાવનગર શહેરમાં દેસાઈનગરથી લઈને સરિતા શોપિંગ સેન્ટર સુધી ફ્લાયઓવર પૂર્ણ કરવામાં આવ્યો છે. પરંતુ સરિતા સેન્ટરથી લઈને શાસ્ત્રીનગર અને બીજી તરફ RTO પૂર્ણ થતાં જવેલ્સ સર્કલ બાજુ ફ્લાયઓવરની કામગીરી બાકી છે. જોકે આ બંને બાજુ મહાનગરપાલિકાને હવે જમીન સંપાદનની જરૂર પડી છે. મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત જમીન સંપાદન બાબતે કમિશનર એન. વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ફલાયઓવર બને છે એટલે ટ્રાફિક વધુ હોય છે. આપણે એડજસ્ટ કરવું પડશે. સંપાદન બાબત છે તેમાં આપણે નિમ્ન માત્રામાં સંપાદન કરવું પડશે. એટલે કે હજુ સંપાદનની પ્રક્રિયા શરૂ છે અને કેટલું કરવું પડશે તે નક્કી નથી.

  1. Bhavnagar News : CSMCRI સેફટી ટેન્કમાં ઉતરતા ગેસથી ગૂંગળાઇ ભાવનગર મનપા કર્મચારીનું મોત, 7 સભ્યોનો આધાર ભાંગ્યો
  2. Gujarat Check Dam : મોટા ડેમ બનાવવાની જગ્યા બચી નથી અને ખેતી માટે માઈક્રો પ્લાનિંગની વાતો, ત્રણ વર્ષમાં ગુજરાતમાં ચેકડેમ કેટલા બન્યા જાણો

Last Updated : Nov 18, 2023, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.