ભાવનગરના કોમ્પ્લેક્સ માટે મંજૂરી આપ્યા બાદ તેના દ્વારા નિયમોનુ પાલન કરવામાં આવે છે કે કેમ? તેની કાળજી નથી બિલ્ડર લેતા કે નથી મંજૂરી આપનાર મનપા કે પછી બિલ્ડિંગમાં રહેનાર વ્યક્તિઓ. ભાવનગરના બિઝનેસ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાયા છે, પરંતુ આ માટે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી.
બેઝમેન્ટમાં પાણી 2 ફૂટથી વધુ હોવાથી પાર્કિંગ થતું નથી અને સતત પાણી ભરાવાને પગલે બિલ્ડિંગની ગુણવત્તા પણ ઘટી રહી છે. બિલ્ડિંગમાં 200થી વધુ દુકાનો છે, પરંતુ ન તો દુકાનદાર આ સમસ્યા દૂર કરવા તૈયાર છે, ન તો મહાનગરપાલિકા આ સમસ્યાના સમાધાન માટે તૈયાર છે. કારણ કે બિલ્ડીંગ ગંગાજળિયા તળાવની પાળે આવેલું છે.
બિઝનેસ સેન્ટર એક ઉદાહરણ છે પણ આવા અનેક બિલ્ડીંગો છે કે, જેમાં ક્યાંક કચરો તો ક્યાંક ગંદકીના થર છે. ત્યારે સ્વચ્છ ભારતની વાત અને પ્રજાની ચિંતાની વાત કરનારા શાસકો ક્યાંકના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.