ભાવનગર જિલ્લાના અનેક તાલુકાઓમાં ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ખેતી કરી રહ્યા છે. ગત ચોમાસામાં ભાવનગર જિલ્લાના મોટાભાગના મથકો પર સારા વરસાદને કારણે કૂવાના તળ પણ ઊંચા આવી ગયા છે. હાલ ખેડૂતો શિયાળુ પાક લઇ રહ્યા છે.
ખેડૂત પણ હવે આધુનિક બન્યા છે. ઓછી મહેનત, પાણીની બચત સાથે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી રહ્યા છે. સરકાર દ્વારા ખેડૂતોને 80% સબસીડી સાથે ટપક સિંચાઈ માટે જરૂરી પાઈપઓ આપવામાં આવી રહી છે. જેને ખેડૂતો પોતાના ખેતરોમાં પાથરી અને તેમાં જરૂરિયાત મુજબ પાણીના પ્રવાહને છોડે છે. ઉપરાંત ખેતરોમાં ઉંચાઈવાળા કે નીચાણવાળા વિસ્તારોમાં પણ એકસરખું અને પૂરતા પ્રમાણ પાણી મળી રહી છે.
ટપક સિંચાઈ પધ્ધતિના કારણે ખેતીની જમીન પણ સાવ પોચી રહે છે. પાણી સીધું છોડના મૂળ સુધી પહોંચે છે. ખેડૂતો શિયાળામાં હાલ ટપક સિંચાઈ પધ્ધતિ દ્વારા જુવાર, બાજરી, ઘઉં જેવા પાકોનું વાવેતર કરી તેની માવજત કરી રહ્યા છે. જ્યારે ખેડૂતોને આ પધ્ધતિ દ્વારા ખેતીથી દોઢી કે બમણી આવક પણ મેળવી રહ્યા છે.