ETV Bharat / state

Bhavnagar News : 18,000 વિદ્યાર્થીઓની ચિંતા, ઉનાળાનો તાપ વધતા શાળાઓમાં પરીક્ષાનો સમય બદલ્યો

author img

By

Published : Apr 6, 2023, 8:57 PM IST

ભાવનગર શહેરની મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની શાળામાં હાલ પરીક્ષાનો માહોલ છે. મસ્ત મૂડમાં આપી રહેલા પરીક્ષાના વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે. પરંતુ ગરમીને પગલે પરિક્ષાના સમયમાં ફેરફાર કરાયેલો છે, તો હાલ નાના ધોરણ અને બાદમાં મોટા ધોરણની પરીક્ષા લેવામાં આવનાર છે.

Bhavnagar News : 18,000 વિદ્યાર્થીઓની ચિંતા, ઉનાળાનો તાપ વધતા શાળાઓમાં પરીક્ષાનો સમય બદલ્યો
Bhavnagar News : 18,000 વિદ્યાર્થીઓની ચિંતા, ઉનાળાનો તાપ વધતા શાળાઓમાં પરીક્ષાનો સમય બદલ્યો
ભાવનગરમાં ગરમીને પગલે શાળાઓમાં પરીક્ષાનો સમય બદલ્યો

ભાવનગર : ઉનાળાની આકરી ગરમીનો પ્રારંભ અને શાળામાં વિદ્યાર્થીની પરીક્ષાનું આયોજન એક સમયમાં થાય છે. ત્યારે ભાવનગર નગરપ્રાથમીક શિક્ષણ સમિતિ સહિત ખાનગી શાળાઓમાં પરીક્ષાઓ મધ્યમ તબક્કે પહોચી આવી છે. શિક્ષણ સમિતિની શાળાઓમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ ગરમીને પગલે પરીક્ષાનું ટાઇમ ટેબલ સમયમાં બદલાવ કરાયેલો છે.

55 જેટલી શાળાઓમાં પરીક્ષા : ભાવનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની 55 જેટલી શાળાઓમાં હાલ ધોરણ 3થી 5ની પરીક્ષાઓ ચાલી રહી છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓ મસ્ત થઈને પરીક્ષા આપી રહ્યા છે. ઉનાળાને પગલે 1એપ્રિલથી નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની દરેક શાળાઓને સવારની કરી દેવામાં આવી છે. જ્યાં એક બિલ્ડીંગમાં બે પાળી ચાલતી હોય તેમાં પણ ફેરફાર કરાયો છે. પરીક્ષાને પગલે અને ગરમીના કારણે સમયમાં ફેરફાર કરી દીધો છે. નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ નાના ભૂલકાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને સવારની પાળીમાં પરીક્ષા લેવાની શરૂઆત કરી છે. દ્વિતીય સત્રાંત પરીક્ષામાં ત્રીજી તારીખથી શરૂઆત થઈ છે અને આ પરીક્ષા 11 તારીખ સુધી ચાલવાની છે.

શાંતિપૂર્ણ પરીક્ષા : શિક્ષક અમૃતાબેન પંડ્યા એ જણાવ્યું હતું કે, અમારી શાળામાં સવારનો સમય કરવામાં આવ્યો છે. ગરમીને કારણે અને ત્રીજી તારીખથી પરીક્ષાનો શરૂઆત થઈ છે. પહેલો પેપર ગણિત બીજો ગુજરાતીનો હતો અને આજે પર્યાવરણનો પેપર લેવામાં આવી રહ્યો છે. શાંતિપૂર્ણ રીતે કોઈપણ ગેરહાજરી વગર પરીક્ષા લેવાઈ રહી છે.

આ પણ વાંચો : રાજકોટ માટે ઉનાળો આકરો રહેવાના એંધાણ, પાણીની ઘટ અત્યારથી

કેટલા બાળકો આપી રહ્યા છે : ભાવનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં પરીક્ષાઓનો માહોલ છે. ત્યારે શાસનાધિકારી મુંજાલ બડમલીયાએ જણાવ્યું હતું કે, ત્રીજી તારીખથી દ્વિતીય સત્રાંત ધોરણ ત્રણથી પાંચના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ગરમીને પગલે સવારની પાળી કરવામાં આવી છે. કુલ 18,000 જેટલા વિદ્યાર્થીઓ 55 જેટલી શાળામાં પરીક્ષા આપી રહ્યા છે. જોકે ત્રીજી તારીખથી શરૂ થયેલી પરીક્ષામાં ગણિત અને ગુજરાતીનું પેપર પૂર્ણ થયું છે અને ત્રીજા દિવસે પર્યાવરણનું પેપર લેવામાં આવી રહ્યું છે. આમ ભાવનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની દરેક શાળામાં ગરમીને પગલે સાવચેતી પૂર્વક પરીક્ષા પૂર્ણ કરવામાં આવી રહી છે. જોકે ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓની પરીક્ષા 11 તારીખ બાદ શરૂ થશે અને જે 21 તારીખે પૂર્ણ થશે.

આ પણ વાંચો : Summer 2023: આકરી ગરમીથી બચવું છે તો જાણી લો સરળ અને હાથવગા ઉપચારો

ગત વર્ષે ત્રણમાંથી ક્યાં ઝોનમાં હતી શાળાઓ : ભાવનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની 55 શાળાઓ પૈકી એક પણ શાળા રેડ ઝોનમાં નથી. રાજ્ય સરકાર દ્વારા શાળાઓના ત્રણ પ્રકારના ઝોન પાડવામાં આવ્યા છે. જેમાં ગ્રીન ઝોન, યેલ્લો ઝોન અને રેડ ઝોન છે. 2020 -21માં એક શાળા રેડ ઝોનમાં હતી તે પણ નીકળી જતા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની 55 શાળાઓ પૈકી 2022 - 23માં જોઈએ, તો 16 જેટલી શાળાઓ ગ્રીન ઝોનમાં અને અન્ય શાળાઓ યેલો ઝોનમાં છે. જ્યારે સ્કૂલ ઓફ એક્સલેન્ટમાં 55 માંથી 49 જેટલી શાળાઓ આવેલી છે. ત્યારે આ વર્ષની પરીક્ષા લીધા બાદ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષણ સ્તરમાં વધઘટ શું થાય છે તેના ઉપર સૌની નજર રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.