ETV Bharat / state

Dummy Candidate Scam : ખંડણી કેસમાં યુવરાજસિંહના સાળા સામેથી પોલીસ સમક્ષ હાજર થઈને કર્યા આક્ષેપ - યુવરાજસિંહ જાડેજા

ભાવનગરના ડમીકાંડ સંલગ્ન 1 કરોડ યુવરાજસિંહ ખંડણી કેસમાં ફરાર શિવુભ ગોહિલ પોલીસ સામે હાજર થયા છે. પોલીસે તેની ઝડપીને આગળની કાર્યવાહી કરી છે. શિવુભએ કહ્યું કે, બધું રાજકીય સેટઅપ છે કાવતરું છે.

Dummy Candidate Scam : ખંડણી કેસમાં યુવરાજસિંહના સાળા સામેથી પોલીસ સમક્ષ હાજર થઈને કર્યા આક્ષેપ

author img

By

Published : Apr 25, 2023, 3:21 PM IST

યુવરાજસિંહ ખંડણી કેસમાં શિવુભ ગોહિલ પોલીસ સામે હાજર

ભાવનગર : શહેરના ડમીકાંડ સંલગ્ન ખંડણીની ફરિયાદમાં યુવરાજસિંહ જાડેજા સહિત છ શખ્સો સામે એક કરોડની ફરિયાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ત્યારે SITની ટીમ દ્વારા યુવરાજસિંહ જાડેજાના બીજા ફરાર સાળા શિવભદ્રસિંહ ઉર્ફે શિવુભા ગોહિલ સામેથી હાજર થયા હતા. શિવભદ્રસિંહ ગોહિલે સમગ્ર મામલાને લઈને સેટઅપ હોવાનો આક્ષેપ કર્યો હતો.

યુવરાજસિંહ સામેની ફરિયાદમાં પૈસા મળ્યા : ભાવનગર ડમીકાંડ સંલગ્ન યુવરાજસિંહ જાડેજાએ એક કરોડની રકમ લીધેલાની ખંડણીની નોંધાયેલી ફરિયાદને પગલે યુવરાજસિંહ જાડેજા સહિત તેના બે સાળા અને અન્ય ત્રણ શખ્સોની અટકાયત અને રિમાન્ડ લેવાઈ ગયા છે, જ્યારે હજુ બે શખ્સો પકડ બહાર હતા. જેમાં શિવભદ્રસિંહ ગોહિલ સામેથી હાજર થયા છે. જોકે, પકડાયેલા શખ્સોની સઘન પૂછતાછ ચાલી રહી છે, ત્યારે પોલીસે યુવરાજસિંહ જાડેજાના સુરતથી પકડાયેલા સાળાને કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા ગોહિલને સાથે રાખીને એક કરોડ પૈકીની 38 લાખ જેવી રકમ કબજે કરવામાં સફળતા મેળવી છે.

આ પણ વાંચો : Dummy Scandal: ભાવનગર ડમીકાંડમાં વધુ પાંચ નવા આરોપી ઝડપાયા, એક આરોપીએ ડમી તરીકે 14 પરીક્ષાઓ આપી

યુવરાજસિંહના બીજા સાળા હાજર થયા : ભાવનગર શહેરના ડમીકાંડમાં યુવરાજસિંહ જાડેજા સામે જ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ 1 કરોડની ખંડણીની નોંધાવી છે. તેમાં છ શખ્સો સામે નોંધાયેલી ફરિયાદમાં ફરાર યુવરાજસિંહના સાળા શિવભદ્રસિંહ ગોહિલ ઉર્ફે શિવુભા ગોહિલ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થયા હતા. SIT ટીમ સામેથી આવેલા શિવભદ્રસિંહ ગોહિલે સૂત્રોના જણાવ્યા પ્રમાણે અગાઉ ઈન્ટરનેટ થકી મેસેજ દ્વારા કેટલાક મીડિયાને જાણ કરીને બાદમાં હાજર થયા હતા. નિલમબાગ પોલીસ સ્ટેશનમાં શિવભદ્રસિંહ ગોહિલે સમગ્ર ઘટનામાં પોતાની પ્રતિક્રિયા આપી હતી.

આ પણ વાંચો : Dummy Candidate Scam : સુરતમાં આમ આદમી પાર્ટી યુવરાજસિંહના સમર્થનમાં મેદાને ઉતરી

શિવુભા ગોહિલની રૂપિયા મુદ્દે પ્રતિક્રિયા : શિવભદ્રસિંહે જણાવ્યું હતું કે, ખોટી વાત છે એક ષડયંત્ર છે. યુવરાજસિંહને ફસાવવાનો પ્રયાસ છે. જે રીતે તે ઉપર આવી રહ્યા છે. તેના ભાગરૂપે કાવતરું છે. ગત વર્ષે પણ તેમને એપ્રિલમાં આવી રીતે ફરિયાદ કરીને ફસાવવાની કોશિશ કરી આ વર્ષે પણ એપ્રિલમાં કોશિશ થઈ છે. જ્યારે 38 લાખ મુદ્દે શિવુભએ જણાવ્યું હતું કે રાજકીય સેટઅપ છે તેમને કોઈ રીતે ફોસલાવીને તમને આમાંથી બહાર કાઢી લેશું એમ સેટઅપ લાગે છે. અમે કોઈ પૈસાની લેતીદેતી કરી નથી. અમે એ લોકોને મળ્યા જરૂર હતા પણ પૈસાની લેતીદેતી કાય થઈ નથી ફસાવવાનો એક ભાગ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.