ETV Bharat / state

ભાવનગર DEOએ 400 શાળામાં તાત્કાલિક ઈન્સ્પેક્શન કરવા આપ્યો આદેશ, 2 વર્ષથી કોઈએ ન આપ્યું ધ્યાન - ભાવનગરની શાળાઓની સ્થિતિ

ભાવનગર શહેર અને જિલ્લાની દરેક પ્રકારની શાળાઓમાં વાર્ષિક નિરીક્ષણના (Annual inspection in Schools) ઘણા સમયથી ધાંધિયા છે. અહીં હવે નવા આવેલા અધિકારીએ વાર્ષિક ઈન્સ્પેકશન કરવા આદેશ કર્યા (Bhavnagar DEO order for Annual inspection) છે, પરંતુ આ વાર્ષિક ઈન્સ્પેકશન શું? ફાયદો કોને અને ગેરફાયદો કોને? ETV BHARATએ સંપૂર્ણ સ્થિતિ જાણી હતી. જાણો શું છે મામલો.

ભાવનગર DEOએ 400 શાળામાં તાત્કાલિક ઈન્સ્પેક્શન કરવા આપ્યો આદેશ, 2 વર્ષથી કોઈએ ન આપ્યું ધ્યાન

author img

By

Published : Dec 15, 2022, 3:17 PM IST

ઈન્સ્પેક્શન કામગીરી રૂટીન છે

ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલું શાળાઓને સુદ્રઢ બનાવવા સરકાર દર વર્ષે નિરીક્ષણ (Annual inspection in Schools) કરાવતી હોય છે, પરંતુ વાડમાં જ છીંડા હોય તો શું કરો. હા, આવો ઘાટ જિલ્લામાં વાર્ષિક નિરીક્ષણ પ્રક્રિયામાં છે. શાળાઓ સામે નિરીક્ષણ કરવાની ક્ષમતા કચેરીમાં રહી નથી. જાણીએ, નિરીક્ષણ (Bhavnagar DEO order for Annual inspection) શા માટે અને કેટલા સમયથી થયું નથી.

વાર્ષિક નિરીક્ષણ એટલે શું? શાળાઓ કેટલી ભાવનગર શહેર અને જિલ્લાની ગ્રાન્ટેડ, સરકારી અને સેલ્ફ ફાઈનાન્સ શાળાઓ આશરે 400 જેટલી આવેલી છે. આ શાળાઓમાં દર વર્ષે વાર્ષિક નિરીક્ષણ કરીને શાળાની સુવિધા વધુ સુદ્રઢ બનાવવાનો સરકારનો આશય હોય છે. વાર્ષિક નિરીક્ષણમાં (Annual inspection in Schools) શિક્ષણાધિકારી કચેરી ટીમ બનાવીને દરેક શાળાની ચકાસણી કરાવે છે. વહીવટી, શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓની ચકાસણી ટીમ કરીને રિપોર્ટ કરે છે. શિક્ષકોની આવડત, બિલ્ડીંગની સુવિધા અને સ્થિતિ (Status of schools in Bhavnagar), પાણી, શૌચાલય અને શિક્ષકોનું શિક્ષણ વગેરે જેવી બાબતોની ચકાસણી થાય છે. આ ચકાસણી બાદ એક ઓનલાઈન રિપોર્ટ ભરાય છે, જેમાં ખૂબીઓ અને ખામીઓ બંનેનો સમાવેશ થતો હોય છે.

ઈન્સ્પેક્શન કામગીરી રૂટીન છે નિરીક્ષણ ટીમ બનાવીને કામ થાય એ માટે બીટ પણ તૈયાર કર્યા છે. જોકે, ઝૂંબેશના સ્વરૂપે સૂચના આપી દેવાય છે અને શૈક્ષણિક કાર્ય શરૂ છે. ત્યારે આ મોટા ભાગે બધી શાળાઓ આવરી લેવાય તેવો પ્રયાસ છે. વાર્ષિક શાળાનું ઈન્સ્પેક્શનથી (Annual inspection in Schools) ભવિષ્યનો રોડ મેપ કેવો છે. તે જાણી શકાય છે. તેમાં ખૂબી અને ખામી બંને સામે આવતી હોય છે. જોકે, આ એક પ્રકારનું સુધારાત્મક કામ છે. આગામી દિવસોમાં ટીમ મોકલીને ઈન્સ્પેક્શન કરાશે.

વાર્ષિક નિરીક્ષણની જિલ્લામાં સ્થિતિ અને હવે શું જિલ્લાની 400 શાળાઓની સ્થિતિ (Status of schools in Bhavnagar) અંગે વાર્ષિક નિરીક્ષણ (Annual inspection in Schools) કોરોના કાળ પહેલા થયું હતું. જોકે, ત્યારબાદ નિરીક્ષણ થયું જ નથી. તો આ વર્ષે નવા આવેલા શિક્ષણાધિકારી વાર્ષિક નિરીક્ષણ કરવા આદેશ આપ્યા (Bhavnagar DEO order for Annual inspection) છે, પરંતુ આ વાર્ષિક નિરીક્ષણ દરેક શાળાઓમાં થાય તેવી કોઈ શક્યતા નથી. આવું અમે નહીં ખૂદ અધિકારી કહે છે. કારણ કે ઝૂંબેશ સ્વરૂપે 3થી 4 મહિનામાં મહત્તમ શાળાઓમાં વાર્ષિક નિરીક્ષણ કરવાની વાત અધિકારી કરી રહ્યા છે.

ઈન્સ્પેક્શન એ રેગ્યુલર પ્રક્રિયા છે અન્ય કામગીરી સ્ટાફ વ્યસ્ત હોવાથી પોતાનો ટાર્ગેટ મુજબ કામ કરી શક્યો ન હોય. દરેક શાળાઓમાં ઈન્સ્પેક્શન થાય તેવો પ્રયાસ છે. બધી શાળાઓ જોઈએ તો 400 જેટલી શાળા છે. એટલે શક્ય ન બને બધી શાળાઓ આવરી લેવાય પણ મહત્તમ શાળાઓને (Annual inspection in Schools) આવરી લેવાનો પ્રયાસ થશે.

વાર્ષિક નિરીક્ષણના અભાવથી નુકસાન કોને વાર્ષિક નિરીક્ષણથી (Annual inspection in Schools) શાળાના શિક્ષકોનું શિક્ષણ, ભૌતિક સુવિધાથી લઈને વહીવટી માળખું વગેરેનો ખ્યાલ આવે છે. તેમ જ ખૂટતી જરૂરિયાત પૂરી પાડવા આદેશ થતા (Bhavnagar DEO order for Annual inspection) હોય છે, પરંતુ જો શિક્ષણ કે ભૌતિક સુવિધાનો ખ્યાલ આવે જ નહીં તો સીધી વાત છે. નુકસાન વિદ્યાર્થીઓના ફાળે જવાનું છે. સ્ટાફનો અભાવ અને કામગીરીના બોજમાં દરેક શાળાનું નિરીક્ષણ થતું નથી. હાલમાં શિક્ષણાધિકારી પાસે જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી અને સર્વ શિક્ષા અભિયાનના વિભાગનો ચાર્જ છે. એટલે અધિકારીઓની હાલત સરકારે ભારવાળા શિક્ષણ જેવી કરી દીધી છે. સવાલ એક જ છે. જ્યારે દબાણમાં ઓછા સ્ટાફમાં વાર્ષિક નિરીક્ષણ થાય તો તે કેવા પ્રકારનું થાય તે પણ સમજી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.