ભાવનગર : સમાજમાં અનેક બળાત્કાર કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે ભાવનગરમાં જે માલિકે રોજગારી અને પેટિયું ભરવા જગ્યા આપી તે માલિકની બહેન પર નરાધમ શખ્સે નજર બગાડી હતી. માલિકની બહેન સાથે શખ્સે બળાત્કાર કર્યો હતો. આ મામલો સામે આવતા બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદ બાદ શખ્સને ઝડપી લીધો છે.
ગદ્દાર કર્મચારી : ભાવનગર શહેરના ભૂતકાળમાં પણ દુષ્કર્મના કિસ્સા બની ચૂક્યા છે. ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કિસ્સો સામે આવ્યો છે. જેની નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસે કડક કાર્યવાહી કરી છે. સમગ્ર ઘટના અંગે ભાવનગરના DSP હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, યુવતીના પિતા કારખાનામાં કામ કરતા હતા. 41 વર્ષીય મંદબુદ્ધિ યુવતી પોતાના ઘરે એકલી હતી ત્યારે શખ્સે એકલતાનો લાભ લઈને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જેની ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપીએ યુવતીની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મની ફરિયાદને પગલે તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીને ઝડપી લીધા પછી મેડિકલ ચકાસણી પણ કરવામાં આવનાર છે. રિપોર્ટ આવ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવનાર છે. -- હર્ષદ પટેલ (DSP ભાવનગર)
પોલીસ કાર્યવાહી : ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદને પગલે તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. DSP હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, નોંધાયેલી ફરિયાદ બાદ 41 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ કરનાર નાનું ચૌહાણ નામના વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે. નાનું ચૌહાણ દ્વારા યુવતીની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હતું. જોકે ફરિયાદ બાદ આરોપીને ઝડપી લીધા પછી મેડિકલ ચકાસણી પણ કરવામાં આવનાર છે. રિપોર્ટ આવ્યા બાદ ચકાસણી વધુ હાથ ધરવામાં આવનાર છે. જોકે શખ્સને હાલમાં જેલ હવાલે કરવામાં આવ્યો છે.
લાલબત્તી સમાન કિસ્સો : જે માલિક દ્વારા રોજીરોટી આપી પરિવારનું ગુજરાન ચલાવવા એક તક આપી તેવા માલિક સાથે જ કર્મચારીએ દગો કર્યો છે. માલિકના પીઠ પાછળ ખંજર મારનાર શખ્સ હાલ તો પોલીસના સકંજામાં છે. પરંતુ સમાજમાં રહેતા અને અતિ વિશ્વાસ ધરાવતા લોકો માટે સમગ્ર ઘટના લાલબત્તી સમાન જરૂર બની ગઈ છે. પોતાના જ કારખાનામાં કામ કરતા શખ્સ પર વધુ પડતો મૂકવામાં આવેલો વિશ્વાસ માલિક માટે તકલીફરૂપ બન્યો છે.