ETV Bharat / state

Bhavnagar Crime News : 5 એપ્રિલે યુવરાજસિંહે કયા ડમીના નામ ખોલ્યાં હતાં અને યુવરાજસિંહની ધરપકડ શા કારણે થઇ એ જાણો - યુવરાજસિંહે કયા ડમીના નામ ખોલ્યાં

ભાવનગરમાં ડમી ઉમેદવાર કાંડનો મામલો રાજ્યના મોટા મોટા નેતાઓને થથરાવી દે એ કક્ષાએ ઉકળી રહ્યો છે. આપ નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા જીતુ વાઘાણી સહિતના નામો બોલ્યાં છે ત્યારે તેમની સામે પણ રુપિયા લઇ ડમી ઉમેદવારોના નામ છુપાવવાની ફરિયાદ નોંધી ભાવનગર પોલીસે ધરપકડ કરી છે. એવામાં 5 એપ્રિલે યુવરાજસિંહે કયા ડમીના નામ ખોલ્યાં હતાં અને યુવરાજસિંહની અટકાયત શા કારણે થઇ એ જાણો.

Bhavnagar Crime News : 5 એપ્રિલે યુવરાજસિંહે કયા ડમીના નામ ખોલ્યાં હતાં અને યુવરાજસિંહની ધરપકડ શા કારણે થઇ એ જાણો

author img

By

Published : Apr 22, 2023, 7:39 PM IST

ભાવનગર : ડમીકાંડમાં બિપીન ત્રિવેદીના વાયરલ વિડીયો પગલે પોલીસે CRPC 160 મુજબ યુવરાજસિંહને સમન્સ પાઠવી પૂછતાછમાં બોલાવ્યાં હતાં. બાદમાં બીજી ફરિયાદ પૂછતાછ દરમ્યાન થઈ અને સીધી અટકાયત કરવામાં આવી હતી. જો કે IGએ જણાવ્યું કે યુવરાજસિંહે 1 કરોડ લીધા હોવાને પગલે પોલીસે ફરિયાદી બની ધોરણસર કાર્યવાહી કરી છે. સમગ્ર મામલામાં પ્રેસ કોન્ફરન્સમાં નામ નહીં લેવાના પૈસાનો મામલો છે. ત્યારે 5 એપ્રિલે યુવરાજસિંહની પીસીમાં શું હતું અને IGની પીસીમાં શું હતું એ જાણો.

યુવરાજસિંહની અટકાયત અને ધરપકડ : ભાવનગરમાં યુવરાજસિંહ જાડેજાને પોલીસ પૂછપરછમાં બોલાવ્યા બાદ તેઓ બહાર આવે તેની પહેલા તેની સામે ફરિયાદ નોંધીને મોડી રાત્રે અટકાયત થઈ ગઈ હતી. જો કે ત્યારબાદ આઈજીએ આપેલી માહિતીમાં યુવરાજસિંહની અટકાયત પાછળ તેમને 5 તારીખની પ્રેસ કોન્ફરન્સમાં નામ નહીં લેવા પૈસા લીધા હોવાનો આક્ષેપ અને આરોપીના નિવેદનના આધારે પોલીસે ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી છે તેમ જાહેર કર્યું હતું. ત્યારે ડમી ઉમેદવારકાંડમાં યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સમાં કોના નામ લીધા અને તેમાંથી કેટલા ઝડપાયા અને કેટલા બાકી છે એની વિગત જોઇએ.

આ પણ વાંચો Dummy Candidate Scam: આપ નેતા યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરાયા

યુવરાજસિંહે કોના નામ આપેલા : 5 એપ્રિલે યુવરાજસિંહની ડમીકાંડની PCમાં કોના નામ લીધાં અને શું જાહેર થયું હતું તે જોઇએ તો ગુજરાતમાં ચાલતા ડમીકાંડનો પર્દાફાશ 5 એપ્રિલના યુવરાજસિંહ જાડેજા દ્વારા રોજ ગાંધીનગરથી કરવામાં આવ્યો હતો. ત્યારે તેમણે ચોક્કસ ભાવનગર જિલ્લાનો ઉલ્લેખ કરીને ચાર પરીક્ષાર્થી અને ચાર ડમી ઉમેદવારોને ખુલ્લા પાડ્યા હતાં. સિસ્ટમમાં ઘૂસતા લોકોને રોકવા આ કાંડ ખોલીને તેના માસ્ટરમાઈન્ડને પકડવા માગ કરી હતી. આ સમયે નીચે પ્રમાણે યુવરાજસિંહ જાડેજાએ ડમીકાંડના ડમી અને પરીક્ષાર્થીના નામ જાહેર કર્યા હતાં.

8માંથી એક ઝડપાયો : આમાં જે નામ જાહેર થયાં તેની ચોક્કસ વિગત જોઇએ તો તેમાં 1. વર્ષ 2021/22માં પશુધન નિરીક્ષક વર્ગ 3માં પરીક્ષાર્થી ભાવેશ રમેશ જેઠવાના સ્થાને ડમી ઉમેદવાર મિલન ઘુઘા બારૈયા. 2. વર્ષ 2021/22માં લેબોરેટરી ટેક્નિશિયન પરીક્ષામાં કવિ એન રાવ પરીક્ષાર્થીના સ્થાને ડમી ઉમેદવાર મિલન ઘુઘા બારૈયા. 3. વર્ષ 2021/22માં ગ્રામ સેવક વર્ગ 3માં પરીક્ષાર્થી અંકિત નરેન્દ્ર લકુમની જગ્યાએ ડમી ઉમેદવાર વિમલ અને 4. વર્ષ 2021/22માં ગ્રામસેવક વર્ગ 3માં પરીક્ષાર્થી જયદીપ વાલજી રમણાની જગ્યાએ ડમી ઉમેદવાર કલ્પેશ પંડ્યા. આ પૈકીના પરીક્ષાર્થી અને ડમી 8માંથી હાલ પોલીસે એક માત્ર મિલન ઘુઘા બારૈયાને ઝડપી લીધેલો છે જ્યારે અન્ય હજુ ઝડપાયા નથી.

આ પણ વાંચો AAP Leader Yuvrajsinh: ડમીકાંડમાં યુવરાજસિંહ સહિત 6 સામે એક કરોડ લીધાની પોલીસ ફરિયાદ

યુવરાજસિંહે નામ નહીં લેવા પૈસા લીધા હોવાના પગલે ફરિયાદ : ભાવનગર શહેરમાં ગઈકાલે યુવરાજસિંહ જાડેજાને પૂછપરછમાં બોલાવ્યા બાદ મોડી રાત સુધી છોડવામાં આવ્યા નહોતા. ભાવનગર આઈ જી ગૌતમ પરમાર દ્વારા રાત્રે 9 કલાકે યુવરાજસિંહ જાડેજા તેના સાળા કાનભા જાડેજા, શિવભા જાડેજા, ઘનશ્યામ લાધવા, બીપીન ત્રિવેદી અને રાજુભાઈ નામના છ શખ્સો સામે યુવરાજસિંહે કરેલી 5 એપ્રિલની પ્રેસ કોન્ફરન્સ માં નામ નહિ લેવા માટે 1 કરોડની રકમ લીધી હોવાને પગલે પોલીસે ફરિયાદી બનીને ફરિયાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હોવાનું જણાવ્યું હતું. તેની પાછળનું કારણ આઈજી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં નામ નહીં લેવા માટે પ્રકાશ ઉર્ફે પી કે કરશન દવે અને પ્રદીપ બારૈયા પાસેથી મળીને 1 કરોડની રકમ લીધી હતી. જેના કેટલાક સાંયોગિક પુરાવાને આધારે તેમજ પ્રકાશ ઉર્ફે પી કે કરસન દવે અને પ્રદીપ નંદલાલ બારૈયાના નિવેદનના આધારે પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું જણાવ્યું હતું.

યુવરાજસિંહની પીસી અને ભાવનગર પોલીસની પીસીની હકીકતો

IGની ફરિયાદમાં શું થયું એનાલિસિસ : યુવરાજસિંહ જાડેજાએ પાંચ એપ્રિલે ગાંધીનગર યોજેલી ડમીકાંડની પ્રથમ પીસીમાં ચાર ડમી ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા અને ચાર પરીક્ષાર્થીઓના નામ જાહેર કર્યા હતા. જો કે જેમાં પરીક્ષાર્થીના સ્થાને ડમી ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. તે પૈકીના એકમાત્ર મિલન ઘુઘા બારૈયાને પોલીસ ઝડપી લીધો છે જ્યારે અન્ય ઝડપાયા નથી. હવે આઈ જી ગૌતમ પરમારની પ્રેસ કોન્ફરન્સમાં નામ નહીં લેવા માટે પૈસા લીધા હોવાનું પ્રકાશ ઉર્ફે પી કે કરસન દવે અને પ્રદીપ બારૈયાના નિવેદન ઉપર ફરિયાદ નોંધી છે.

પી કે માસ્ટરમાઈન્ડ? : જો કે પ્રકાશ ઉર્ફે પી કે પોતે માસ્ટરમાઈન્ડ છે અને તે જ ગમે તે હોશિયાર ઉમેદવારો શોધીને ડમી તરીકે બેસાડતો હતો જ્યારે પ્રદીપ નંદલાલ બારૈયા સેલ્સમેન તરીકે એવા પરિક્ષાર્થી શોધી લાવતો હતો કે જ્યાં ડમીને બેસાડીને પૈસા કમાઈ શકાય. એટલે છણાવટ કરવામાં આવે તો યુવરાજસિંહ જાડેજાએ પીસીમાં માત્ર ડમી ઉમેદવારો અને પરીક્ષાાર્થીઓના સામે આવેલા મામલાને ઉજાગર કરવામાં આવ્યો હતો. જો કે આ પીસીમાં યુવરાજસિંહ દ્વારા માસ્ટર માઈન્ડને પોલીસ પકડે તેમ જણાવવામાં આવ્યું હતું.

યુવરાજસિંહના સવાલ અને IGનો જવાબ : યુવરાજસિંહ જાડેજાને 21 તારીખે પોલીસમાં હાજર થાય તે પહેલા બહાર યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં ડમીકાંડમાં નેતાઓના નામ લીધા હતાં. યુવરાજસિંહ જાડેજાએ સ્પષ્ટ કહ્યું હતું કે જો મને 160 સીઆરપીસી કલમ મુજબ સમન્સ પાઠવીને પૂછપરછમાં બોલાવવામાં આવી શકતો હોય તો હું આ ડમી કૌભાંડમાં જીતુ વાઘાણી, અસિત વોરા, અવધેશ પટેલ, અવિનાશ પટેલ અને જસુ ભીલ પણ સામેલ હોય તો એને પણ સમન્સ પાઠવીને 160 સીઆરપીસી કલમ મુજબ બોલાવીને પૂછપરછ કરવામાં આવવી જોઇએ. જો કે આ સવાલના જવાબમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આઈજી ગૌતમ પ્રમાણે જણાવ્યું હતું કે યુવરાજસિંહએ પૂછપરછમાં તપાસ અધિકારીને આ વિશે કશું જણાવ્યુ નથી.

ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદીની ધરપકડ : ડમી ઉમેદવાર કાંડમાં 70 લોકો સંકળાયેલા છે, તેવો એક આંકડો બહાર આવ્યો હતો. તેમાંથી સૌથી પહેલા ભાવનગર પોલીસમાં 36 આરોપીની સામે પોલીસ ફરિયાદ થઈ અને તેમની ધરપકડ કરી હતી. ત્યાર બાદ બીજા બે અને ત્યાર પછી 6 લોકોની ધરપકડ કરી હતી. 45 લાખ અને પછી 55 લાખમાં ડીલ ફાઈનલ કરી હોવાના આરોપમાં યુવરાજસિંહ જાડેજા સામે ગુનો નોંધાયો છે. તેમની ધરપકડ થયા પછી બીજા શિક્ષક બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવાની અટકાત થઈ છે. આમ અત્યાર સુધીમાં કુલ 47 લોકોની ધરપકડ થઈ ચુકી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.