ભાવનગર: ધારાસભ્યના પુત્ર અને પોલીસ વચ્ચે થયેલી માથાકૂટ મામલે સામ સામે ફરિયાદ થઈ હતી જેમાં ધારાસભ્યના દીકરાનો ક્યાંય ઉલ્લેખ નથી. પરંતુ પોલીસ કર્મચારીના સંબંધીએ હોસ્પિટલમાં તંત્રને લેખિત રજૂઆત કરી છે. મારામારીમાં શૈલષને ગંભીર ઇજા થઈ છે. તેની તબિયત હજુ નાજુક છે ત્યારે અમારું વતન પણ 40 km દૂર હોવાથી કશું થાય તો લાવવામાં તકલીફ આવે ત્યારે હાલમાં રજા આપવામાં આવે નહિ તેવી લેખિત માંગ કરી છે.
અજાણ્યા શખ્સ સામે ફરિયાદ: ભાવનગર જિલ્લાના તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્ર ગૌરવ ચૌહાણે 3 તારીખના રોજ દીપ હોટલથી ફાર્મટ્રેક વચ્ચે ઇનોવા કાર લઈને જઈ રહ્યો હતો. ત્યારે પાછળથી બાઈક લઈને આવી રહેલા બે ચાલકોએ રોંગ સાઇડમાંથી સાઈડ કાપવા જતા કાબુ ગુમાવ્યું હતું. ત્યારબાદ આ બંને બાઈક ચાલક શક્તિ બેટરી દુકાન પર ફરી એકઠા થઈ જતા ગૌરવ ચૌહાણ સાથે બોલાચાલી કરીને ગાળો આપી ઢીકા પાટુનો માર માર્યો હતો. જે બાદ પોલીસ ફરિયાદ ગૌરવ ચૌહાણએ તળાજા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જો કે ફરિયાદમાં ગૌરવ ચૌહાણ શૈલેષ ધાંધલીયા અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
મળવા માટે આવ્યા: તળાજામાં ત્રીજી તારીખના રોજ બનેલા બનાવને પગલે ધારાસભ્યના પુત્ર ગૌરવ ચૌહાણ તારીખ 6 તારીખના રોજ ફરિયાદ નોંધાવ્યા બાદ બીજા દિવસે 7 તારીખના રોજ બાઈક ચાલક શૈલેષ ધાંધલીયા જે ભાવનગર પોલીસ વડી કચેરીમાં આર્મ કોન્સ્ટેબલ તરીકે ફરજ બનાવે છે. તેને તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ત્રણ તારીખના બનેલા બનાવવામાં તેના સગાના ફોન આવતા તેઓ તળાજા ધારાસભ્ય ગૌતમભાઈને મળવા માટે આવ્યા હતા. પરંતુ તે નહીં મળતા રાત્રી દરમિયાન તેઓ તળાજાની પાલીતાણા ચોકડી અને બાદમાં મહુવા ચોકડી જતા હતા.
પાછળથી આવીને હુમલો: બે બાઈક ઉપર આવેલા પાંચ શખ્સોએ અમારા ગૌરાંગભાઈ ઉપર હુમલો કર્યો છે. તને જાનથી મારી નાખવો પડશે તેમ બોલતા હતા. જો કે રસ્તા ઉપરથી દોડીને શૈલેષ ધાંધલીયા સતનામ ધાબામાં પહોંચી ગયા હતા. ત્યાં વધુ લોકોને કારણે આ પાંચ લોકોએ ધોકા પાઇપ વડે હુમલો કર્યા બાદ ત્યાંથી નાસી છૂટ્યા હતા. ત્યારે પોલીસ કર્મચારી શૈલેષ ધાંધલીયા ઋત્વિક,સંજય, જાડિયો અને અજાણ્યા બે શખ્સો સામે તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે શૈલેષ ધાંધલીયા પ્રથમ તળાજા અને બાદમાં ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે સારવારમાં છે.
આ પણ વાંચો
લેખિત રજૂઆત કરી: તળાજાના ધારાસભ્ય પર હુમલો પોલીસ કર્મી અને અન્ય કર્યાની ફરિયાદ બાદ બીજા દિવસે પોલીસકર્મી પર હુમલો થતાં સારવારમાં છે. જ્યારે એક શખ્સ પોલીસકર્મી સાથે ઝડપાઇ ગયો છે. પોલીસકર્મી ભાવનગર સર ટી હોસ્પિટલમાં હોય ત્યાં તેને હોસ્પિટલ તબિયત સારી હોવાનું જણાવી રજા આપતા પોલીસકર્મી શૈલેષ ધાંધલ્યા કાકા ધાંધલ્યા રામશંકર ભીખાભાઈ સર ટી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ લેખિત રજૂઆત કરી છે. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે મારામારીમાં શૈલષને ગંભીર ઇજા થઈ છે. તેની તબિયત હજુ નાજુક છે ત્યારે અમારું વતન પણ 40 km દૂર હોવાથી કશું થાય તો લાવવામાં તકલીફ આવે ત્યારે હાલમાં રજા આપવામાં આવે નહિ તેવી લેખિત માંગ કરી છે. જો કે સ્પષ્ટ છે કે રજા મળ્યા બાદ નોંધાયેલી ફરિયાદને પગલે પોલીસકર્મીની અટકાયત થઈ શકે છે.