ETV Bharat / state

ભાવનગર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન, બેડ અને વેન્ટિલેટરની કરી માગ

author img

By

Published : Apr 27, 2021, 10:05 AM IST

ભાવનગરમાં વધતા કોરોના કહેરને પગલે શહેર કોગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને માગ કરી છે કે, શહેરમાં મહાનગરપાલિકાની શાળાઓમાં બેડ અને વેન્ટિલેટર લગાવીને દરેક વિસ્તારમાં હોસ્પિટલ શરૂ કરવામાં આવવી જોઈએ.

ભાવનગર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન, બેડ અને વેન્ટિલેટરની કરી માંગ

  • કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સરકાર પર કર્યા આક્ષેપો
  • શહેરમાં બેડ, વેન્ટિલેટર અને સ્ટાફ વધારવા કોંગ્રેસની માંગ
  • ખાનગી હોસ્પિટલમાં ઉઘાડી લૂંટ ચલાવવા અંગે આક્ષેપો

ભાવનગર: શહેરમાં રોજના કોરોનાના 379 સુધી પહોંચી ગયેલા કેસ બાદ હવે દર્દીઓ માટે શહેરમાં બેડ મેળવવો મુશ્કેલ બન્યો છે. આ ઉપરાંત, લોકોને ઓક્સિજનની તકલીફ ન સર્જાય તે માટે કોંગ્રેસે બેડ અને વેન્ટિલેટર વધારવા, મહાનગરપાલિકાની શાળાઓમાં બેડ અને વેન્ટિલેટર મુકવા અને સંપૂર્ણ સ્ટાફની ભરતી કરવા આવેદન આપી માંગ કરી છે ભાવનગર શહેરમાં વધી રહેલા કોરોનાના કેસ બાદ કોંગ્રેસ ફરી સ્થાનિક તંત્ર પાસે પહોંચ્યુ છે. કલેક્ટર કચેરીએ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી માંગ કરી છે કે, લોકોને બેડની સુવિધા મળી રહી નથી. આથી, બેડ હજુ વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ભાવનગરમાં કોરોનાના નવા 302 કેસ નોંધાયા, કુલ કેસ 10 હજારને પાર

કોંગ્રેસે તંત્ર સામે કોરોના પગલે આક્ષેપ કર્યા

ભાવનગર શહેરમાં રોજનો કોરોનાનો આંકડો 379 સુધી પહોંચી ગયો છે. ત્યારે, સર ટી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા ફૂલ થઈ ગઈ છે. આથી, દર્દીઓનેે બેડ મળતા ન હોવાનો આક્ષેપ કર્યા છે. ત્યારે, લોકો ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા છે. જ્યાં, ઉઘાડી લૂંટ ચલાવવા, સાધનો નહીં હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું હતું.

આ પણ વાંચો: ભાવનગરના સર ટી હોસ્પિટલના તંત્ર પર ઉઠ્યા સવાલો

બેડ વ્યવસ્થા અને રેમડેસીવીર પગલે કોંગ્રેસનો આક્ષેપ

ભાવનગરમાં કોંગ્રેસે કોરોનાની સ્થિતિને લઈને આવેદનપત્ર આપી સરકાર પાસે માંગ કરી છે કે, ભાવનગરની પ્રજાને એ ખબર નથી કે ઈન્જેક્શન ક્યાં મળશે અને કેવી રીતે મળશે. આથી, તેની વ્યવસ્થા કરવામાં આવવી જોઈએ. વધુમાં, કોંગ્રેસે મહાનગરપાલિકાની શાળાઓમાં બેડ મૂકી વેન્ટિલેટર લગાવીને દરેક વિસ્તારમાં હોસ્પિટલ શરૂ કરવા માંગ કરી છે. કોંગ્રેસના શહેર પ્રમુખ પ્રકાશ સોલંકી અને મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભરત બુધેલીયા સહિતના આગેવાન નેતાઓએ કલેક્ટરને આવેદન આપીને કોઈ રાજકારણ વગર પ્રજાને સુવિધા આપવા માંગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.