- ભાવનગર કોંગ્રેસે હેલ્લો કેમ્પેઇન શરૂ કરી
- કેમ્પેઇન માટે એક મોબાઈલ નંબર જાહેર કર્યો
- નંબર સાથેના એક રથને ફેરવવા માટે લીલી ઝંડી
ભાવનગર : કોંગ્રેસે પ્રદેશના નિર્ણય મુજબ મહાનગરોમાં હેલ્લો કેમ્પેઇન શરૂ કરી છે. ભાવનગર કોંગ્રેસે કેમ્પેઇન માટે એક મોબાઈલ નંબર જાહેર કર્યો છે. આ નંબર પર પ્રજા પોતાની સમસ્યાઓ રજૂ કરી શકશે. તેમજ નંબર સાથેના એક રથને પણ શહેરમાં ફેરવવા માટે લીલી ઝંડી આપવામાં આવી છે.
હેલ્લો કેમ્પેઈન હેઠળ કોંગ્રેસે સમસ્યા જણાવવા પ્રજા માટે મોબાઈલ નંબર જાહેર કર્યો
ભાવનગર કોંગ્રેસે પ્રદેશના નિર્ણય મુજબ મહાનગરોમાં હેલ્લો કેમ્પેઇન શરૂ કરી છે. ભાવનગર કોંગ્રેસે કેમ્પેઇન માટે એક મોબાઈલ નંબર જાહેર કર્યો છે. આ નંબર પર પ્રજા પોતાની સમસ્યાઓ રજૂ કરી શકશે. તેમજ નંબર સાથેના એક રથને પણ શહેરમાં ફેરવવા માટે લીલી ઝંડી આપવામાં આવી છે. ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા પ્રદેશ કક્ષાના નિર્ણય બાદ હવે પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે કવાયત હાથ ધરી છે. એક વોટ્સએપ અને કોલિંગ નંબર જાહેર કરી કોંગ્રેસ સોશિયલ મીડિયાના સહારે પ્રજાના પ્રશ્નોને વાચા આપશે.
કોંગ્રેસે ચૂંટણી પહેલા હેલ્લો કેમ્પેઇન શરૂ કરી
ભાવનગર શહેર કોંગ્રેસે ગુજરાતના મહાનગરોમા આવનાર ચૂંટણીના પગલે તૈયારી આદરી દીધી છે. પ્રદેશના આદેશ મુજબ ભાવનગર કોંગ્રેસે પત્રકાર પરિષદ બોલાવીને આગામી દિવસોમાં સોશિયલ મીડિયા મારફત લોક પ્રશ્ન ઉકેલ માટે એક કેમ્પેઇન શરૂ કરી છે. જેમાં હલ્લો કેમ્પેઇન હેઠળ કોંગ્રેસ લોકોના પ્રશ્નો સાંભળશે.
પ્રજા માટે કયો નંબર જાહેર કરવામાં આવ્યો સમસ્યા માટે
ભાવનગરના સાગર કોમ્પ્લેક્સ ખાતે શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી,વિરોધ પક્ષના પૂર્વ નેતા જયદીપસિંહ ગોહિલ અને કોંગ્રેસના રામદેવસિંહ ગોહિલ દ્વારા પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, લોકોના પ્રશ્નોને વાચા આપવા અને પ્રજામાં કોઈ પ્રશ્ન હોય તો એક વોટ્સએપ નંબર આપવામાં આવ્યો છે. જેના પર મેસેજ કે, કોલ કરીને લોકો પોતાની સમસ્યા જણાવી શકશે. કોંગ્રેસ કેમ્પેઇન માટે એક રથ પણ બનાવ્યો છે અને તેનો મોબાઈલ નંબર પણ તેમાં મુકવામાં આવ્યો છે. જેનો લાભ લેવા આમ પ્રજાને અનુરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે સમસ્યા જણાવવા માટે 9099902255 નંબર જાહેર કર્યો છે.