ભાવનગરઃ શહેરમાં કોરોના મહામારીમાં સરકારના આદેશની પડી નથી તેવી ઘટના સામે આવી છે. કેન્દ્ર સરકારે ભારતમાં કોરોના મહામારીમાં બાળકો અને યુવાનોની ચિંતા કરીને શાળા અને કોલેજો બંધ રાખી છે ત્યારે ભાવનગરમાં કોઈ પણ પ્રકારનો ડર ના હોઈ તેમ શિક્ષક ટ્યુશન કલાસીસ ચલાવી રહ્યા છે. ભાવનગરના અક્ષરવાડી સામે આવેલા બિલ્ડિંગમાં ધોળા દિવસે કલાસીસો શરૂ હતા.
ભાવનગરના અક્ષરવાડી સામેં બિલ્ડિંગમાં સરકારનો આદેશ હોવા છતાં કલાસીસ શરૂ હોવાની જાણ થતા NSUIના નેતાએ મીડિયો સાથે રેડ પાડી હતી. રેડ દરમિયાન જે સામે આવ્યું ત્યારે સ્પષ્ટ થતું હતું કે ક્લાસીસના સંચાલકને કોરોનાનો ડર જ નહીં તેમ લાગી રહ્યું છે.
રેડ દરમિયાન ક્લાસીસમાં આશરે 25થી વધારે વિદ્યાર્થીઓ હતા અને વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ નહોતું કરવામાં આવી રહ્યું. એક બેન્ચમાં સાથે બેઠેલા વિદ્યાર્થીઓ ડિસ્ટન્સ તો ઠીક માસ્ક પણ નો હતું પહેર્યું. જેની સામે સવાલ ઉઠાવતાં કલાસીસના સંચાલક મીડિયાને જોઈને બહાના શોધવા લાગ્યા હતા. જોકે સવાલ એ છે કે કેન્દ્ર સરકારના મહામારીના કાયદાનો ભંગ કરવામાં વાલી અને સંચાલક બંને જવાબદાર બનશે ત્યારે તંત્ર તેની સામે શું પગલાં ભરશે.
કલાસીસ સ્પોકન ઈંગ્લીશના હતા. જેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને સંચાલક મીડિયા સામે એક દિવસ માત્ર પરીક્ષા માટે સૂચના આપવા બોલાવ્યા હોઈ તેવું બહાનું ધરતા હતા. સરકારે સ્પષ્ટ આદેશ કર્યો છે કે શાળા કોલેજ ખોલવાની નથી તો કલાસીસ ખોલીને વિદ્યાર્થી એકઠા કેમ કર્યા ? શુ સરકારના આદેશ કે તંત્રનો કોઈ ડર સંચાલકને નથી કે પછી કોઈ મોટા ગજાના વ્યકતીની ઓળખાણ હોવાથી કલાસીસના સંચાલકે હિંમત કરી છે?