ભાવનગરઃ અત્યારે ઠેર ઠેર મકારસક્રાંતિની તૈયારીઓ થઈ રહી છે. દરેક ઘરોમાં પતંગ, દોરી, શેરડી સાથે ચીકીની તૈયારીઓ પણ થઈ રહી છે. જો ચીકીની વાત કરવામાં આવે તો અવનવી, હેલ્ધી અને ફલેવર્ડ ચીકી વિશે જાણવું હોય તો જૂઓ Etv Bharatનો ખાસ અહેવાલ. જેમાં ભાવનગર શહેરમાં યોજાયેલ ચીકી સ્પર્ધાનો ઉલ્લેખ છે. આ ચીકી સ્પર્ધામાં ફ્લેવર્ડ ચીકીનો ખજાનો છે. જેમાં સીલમેવા, ડ્રાયફ્રુટ, ચોકલેટ, ઓટ્સ, મખાના ચીકી જેવી અવનવી ચીકીનો સમાવેશ થાય છે.
ચીકી સ્પર્ધાઃ ભાવનગરની ગૌવર્ધનનાથજીની હવેલી ખાતે યોજાઈ અનોખી ચીકી સ્પર્ધા. આ ચીકી સ્પર્ધાનું આયોજન મધુશ્રીમાનું મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં અનેક પ્રકારની ફ્લેવર્ડ ચીકીની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તલ, સીંગદાણા, મમરા અને ગોળથી બનતી પરંપરાગત ચીકી ઉપરાંત અનેક નવી ફ્લેવરની ચીકીની પણ રજૂઆત થઈ હતી. આ ફ્લેવર ચીકીમાં ડ્રાયફ્રુટ, ઓટ્સ, મલ્ટી સીડ્સ(કોળા-સૂર્યમુખી-મગતરીના બી), મખાના, દાળીયા, પિસ્તા, ની ચીકીનો સમાવેશ થાય છે. આ ચીકી આરોગ્ય પ્રદ, સ્વાદિષ્ટ અને વિવિધતાથી ભરેલ છે.
તળ, સીંગદાણા, મમરા ઉપરાંત ડ્રાયફ્રુટ્સ, ઓટ્સ, મખાના, મલ્ટી સીડ્સની ચીકી બહેનોએ બનાવી છે....રાજેશ્રી બોસમીયા(આયોજક, ચીકી સ્પર્ધા, ભાવનગર)
મેં ઓટ્સ અને ચોકલેટની મિક્ષ ચીકી બનાવી છે. આ ચીકી બહુ હેલ્ધી છે. બાળકો ડાયરેક્ટ ઓટ્સ ખાતા નથી તેથી મેં આ ચીકી પર ચોકલેટનું લેયર લગાડ્યું છે. મેં આ ચીકીમાં થોડા સ્પ્રિન્કલ્સ પણ એડ કર્યા છે. જેથી બાળકો હેલ્થી ઓટ્સની ચીકી હોંશે હોંશે આરોગે છે...બિન્દ્રા મહેતા(સ્પર્ધક, ચીકી સ્પર્ધા, ભાવનગર)
મેં કાળા તલની ચીકીનો કોન બનાવ્યો છે. જેના પર મમરાના લાડુ મુક્યા છે. આ ઉપરાંત કોળાના બી, સૂર્યમુખીના બી, ખસખસ અને ખાંડથી મલ્ટી સીડ્સ ચીકી બનાવી છે. આ ઉપરાંત તલ અને ગોળની પરંપરાગત ચીકી તો બનાવી જ છે...કલા હરદુસેરા(સ્પર્ધક, ચીકી સ્પર્ધા, ભાવનગર)