ETV Bharat / state

Bhavnagar Crime : બિલ્ડરને પોતાની કારમાં અપહરણ કરીને 50 લાખની માંગ કરનાર ઝડપાયા, એક ફરાર - Bhavnagar builder Abduction

ભાવનગર શહેરમાં ડોન ચોકમાં રહેતા હિતેશભાઈ ઘોઘારીનું તેની કારમાં ચાર શખ્સોએ અપહરણ કર્યું હતું. ઇજાગ્રસ્ત હિતેશભાઈએ ફરિયાદ બાદ પોલીસે ચાર શખ્સોને પકડી લીધા જેમાં એક ફરાર છે. બિલ્ડર હોવાથી પૈસાની માંગ કરાઈ હતી. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ.

Bhavnagar Crime : બિલ્ડરને પોતાની કારમાં અપહરણ કરીને 50 લાખની માંગ કરનાર ઝડપાયા, એક ફરાર

author img

By

Published : Apr 7, 2023, 3:30 PM IST

ભાવનગરમાં બિલ્ડરને અપહરણ કરીને 50 લાખની માંગ કરનાર ઝડપાયા

ભાવનગર : શહેરના બિલ્ડરે ચાર અજાણ્યા શખ્સો સામે અપહરણ કરીને મારી નાખવાની ધમકી આપીને ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે. બિલ્ડરને તેની કારમાં જ અપહરણ કરીને લઈ ગયા અને શહેરના વિવિધ સ્થળોએ ફેરવીને અંતે પૈસા આપવામાં સહમત થતાં છોડી મુક્યો હોવાની ફરિયાદ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. જોકે, પોલીસે આધારે ચાર શખ્સોને ઝડપી લીધા છે. જેમાં એક કિશોર વયનો છે જ્યારે એક આરોપી ફરાર છે.

શું હતો સમગ્ર મામલો : ભાવનગરના ડોન ચોક વિસ્તારમાં રહેતા હિતેશભાઈ પન્નાલાલ ઘોઘારી 41 વર્ષીય 4 તારીખે પોતાની કાર લઈને ઘરેથી નીકળીને ઓફિસ અને ત્યાંથી સીદસર પોતાની સાઈટ પર ગયા હતા. પોતાના મિત્રને રસ્તામાં તેના ઘરે ઉતારીને પરત ફરતા સમયે સંસ્કાર મંડળથી રૂપાણી સર્કલ વચ્ચે બે બાઈક ચાલકે ઈશારો કર્યો હતો. ત્યાં ઉભા રાખીને આમ ગાડી ચલાવાય કહી ઝઘડો કરતા અન્ય બે શખ્સો આવી પહોંચ્યા અને તેમાંથી એક લંગડાતા ચાલીને કહેવા લાગ્યો ઇજા થઇ છે. આથી તેને હોસ્પિટલ લઈ જવાનું કહેતા ચારેયે શખ્સો કારમાં બેસી ગયા હતા. તેમ ફરિયાદમાં નોંધાવવામાં આવી છે.

કારમાં બેસી ગયા બાદ બિલ્ડર સાથે શું થયું : ચારેય શખ્સો કારમાં બેસી ગયા બાદ થોડે આગળ કાર ચાલતા લચ્છુ પાવ ગાંઠિયાબી દુકાન આવતા બિલ્ડર સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. બિલ્ડર હિતેશભાઈને એક શખ્સે કાઢેલી છરી હાથે ઇજા કરી ગઈ તો બાદમાં એક શખ્સે પગના ભાગે છરી મારી હતી. 5થી 7 થપાટો મારી હતી. બાદમાં એક શખ્સે પોતે કાર ચલાવીને કારને રુવા ગામે લઈ ગયો હતો. ત્યાં બાલા હનુમાનથી આગળ અંધારામાં ઉભી રાખી 50 લાખની માંગણી કરવામાં આવી હતી. બિલ્ડરે પોતાની પત્નીના ઘરેણાં આપશે તેમ જણાવતા પોતાની પત્નીને ફોન કર્યો હતો. જોકે ફોનમાં પત્નીએ કૂતરાને વાગ્યું હોવાથી મોડું થશે તેમ જણાવ્યું હતું. આમ ફરિયાદમાં નોંધાયું છે.

છુટકારો કેવી રીતે થયો બિલ્ડરનો : રુવા ગામ પાસે કારમાં અંતે ચાર શખ્સોને બિલ્ડરે ખાતરી પૈસા આપવાની આપતા કારને ચાલકો દિવાનપરા અને ત્યાંથી કણબીવાડ લઈ ગયા હતા. ત્યાં ચારેય કારમાંથી ઉત્તરીને પોલીસને જાણ કરી તો મારી નાખીશું તેવી ધમકી આપી હતી. આમ ચારેય અજાણ્યા શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપીને અપહરણ કરી ખંડણી 50 લાખની માંગી હોવાની ફરિયાદ હિરેશભાઈ ઘોઘારીએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આ શખ્સો સામે નોંધાવી છે.

આ પણ વાંચો : Ahmedabad Crime : પ્રેમસબંધમાં ભાઈએ ભાઈનું અપહરણ કરીને રાજસ્થાનમાં ઢોર માર માર્યો

આરોપીઓએ રેકી કરી હતી : ભાવનગરના બિલ્ડરના અપહરણ કેસમાં પોલીસે ગણતરીની કલાકોમાં અપહરણકર્તાઓને ઝડપી લીધા છે. Dysp આર.આર. સિંઘલે જણાવ્યું હતું કે, ફરિયાદી હિતેશભાઈએ નોંધાવેલી ફરિયાદ બાદ ચાર શખ્સોને પકડી લેવામાં આવ્યા છે. ચારેય શખ્સોએ અગાઉ રેકી કરી હતી અને તેમને ખ્યાલ હતો તેની સાઇટ ક્યાં આવેલી છે. પૈસા માટે અપહરણ કર્યું હતું. કારણ કે, આરોપીઓને ખબર હતી કે આ બિલ્ડર છે. માટે પૈસા મેળવવા ગુનો કર્યો હતો.

આ પણ વાંચો : Ahmedabad Crime : 17 લોકોના અપહરણ કેસમાં ભાજપના નેતાના નામ સામે આવ્યા ખળભળાટ

ચાર ઝડપાયા એક ફરાર : પોલીસે હાલ ચાર શખ્સોએ 50 લાખની ખંડણી માંગવી અને બનાવને પગલે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે એક કિશોર વયનો તેમજ ધર્મેન્દ્ર ઉર્ફે ભોલો ભરતભાઇ વાઘેલા સુભાષનગરવાળો, ભાર્ગવ રમેશ ગોડીયા સુભાષનગરવાળો, કેતન કાનજીભાઈ સોલંકી નિર્મળન ગરવાળો ઝડપાઇ ગયા છે, જયારે અભયસિંહ યોગેન્દ્રસિંહ રાઠોડ કંસારા કાંઠે શ્રમજીવી સોસાયટીવાળો પકડવાના બાકી છે. ફરાર શખ્સને પકડવા પોલીસે શોધખોળ હાથ ધરી છે. જોકે, અપહરણ સમયે ઉપયોગમાં લેવાયેલા બે બાઇકને ઘોઘારોડ પોલીસે જપ્ત કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.