ETV Bharat / state

ગરીબો માટે કરીયાણાની કીટ અને મજૂરોના ભોજનની સ્વખર્ચે વ્યવસ્થા કરતી ભાજપ વોર્ડ સમિતિ

ભાવનગરમાં ચિત્રા ફુલસર વોર્ડ સમિતિએ સેવાનો પ્રારંભ ભાજપ સંગઠનમાં પ્રથમ કર્યો છે. વોર્ડ વિસ્તારના 250 લોકો માટે 1000 રૂપિયાની એક કીટ કરિયાણાની વ્યવસ્થા કાર્યકરોએ પોતાના ખીચ્ચાના પૈસાથી સ્વયંભૂ કરી છે તો રોજનું ગરીબ મજૂરોને ભોજન કરાવવા રસોડાનો પ્રારંભ કરવામાં આવ્યો છે

ગરીબો માટે કરીયાણાની કીટ અને મજૂરોના ભોજનની સ્વખર્ચે વ્યવસ્થા કરતી ભાજપ વોર્ડ સમિતિ
ગરીબો માટે કરીયાણાની કીટ અને મજૂરોના ભોજનની સ્વખર્ચે વ્યવસ્થા કરતી ભાજપ વોર્ડ સમિતિ
author img

By

Published : Mar 27, 2020, 8:07 PM IST

ભાવનગર : જિલ્લામાં લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે. લોકો ઘરમાં જ રહે છે. ત્યારે ભાવનગરમાં ફસાયેલા અને રોજનું રળીને રોજનું પેટ ભરનારા લોકો માટે ભાજપ મેદાનમાં આવી ગયું છે. ભાવનગર ચિત્રા ફુલસર વોર્ડ ભાજપ સમિતિએ સ્વયંભૂ પોતાના ખર્ચે કાર્યકરોએ 250 કિટો બનાવી છે તો ગરીબોને રોજનું ભોજન કરાવવા માટે રસોડાનો પ્રારંભ કરાયો છે જેમાં નગરસેવક પણ જોડાયા છે.

ગરીબો માટે કરીયાણાની કીટ અને મજૂરોના ભોજનની સ્વખર્ચે વ્યવસ્થા કરતી ભાજપ વોર્ડ સમિતિ
ભાવનગરમાં સંપૂર્ણ લોકડાઉનમાં ભાજપ અધ્યક્ષના આદેશ બાદ ભાવનગરમાં ભાજપ સંગઠનમાં ભાજપના નગરપાલિકાની વોર્ડ સમિતિ પ્રથમ મેદાનમાં આવી છે. ભાવનગર ચિત્રા ફુલસર વોર્ડ સમિતિએ પોતાના વોર્ડના જરૂરિયાત લોકો અને ભૂખ્યા ગરીબ લોકોની જવાબદારી સ્વીકારી છે કરિયાણાની 1000 રૂપિયાની એક કીટ એવી 250 કિટો સ્વયંભૂ પોતાના ખર્ચે કાર્યકરોએ ખર્ચીને વિતરણ કરવાનો પ્રારંભ કર્યો છે. રોજનું રળીને રોજનું આરોગતા 250 ઘરને એક મહિનાનું કરીયાણું આપ્યું છે. જેથી એક મહિના સુધી તેઓ બહાર નીકળે નહીં અને લોકો ભૂખ્યા રહે નહીં જેનું વિતરણ પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે.ભાવનગર ચિત્રા ફુલસર વોર્ડ સમિતિએ ભાજપના સંગઠનમાં પ્રારંભ કર્યો છે. સાથે આ વોર્ડમાં યાર્ડ આવતું હોય અને જીઆઇડીસી પણ આવેલી હોવાથી મજૂરો માટે રોજનું ભોજન મળી રહે માટે ભોજન બનાવવા માટે રસોડાનો પ્રારંભ કર્યો છે. પ્રેસ ક્વાર્ટર પાસે ફ્લેટમાં સ્વ ખર્ચે કાર્યકરો શાકભાજી વગેરે ચિઝો લાવીને ભોજન બનાવી રહ્યા છે. નગરસેવીકા અને વોર્ડ પૂર્વ પ્રમુખો સહિતના શાક સમારવા બેસીને પોતાનું કર્મ કરી રહ્યા છે. મજૂરોને રોજનું ભોજન પૂરું પાડવા હાલ ચીજો ઉપલબ્ધ છે. પણ કોઈને સેવાની ઈચ્છા હોય તો ભાજપ સમિતિને જાણ કરી ચિઝો દાન કરી શકે છે જેથી એક માસ સુધી ગરીબ મજૂરોને ભોજન કરવી શકાય.ભાવનગરમાં યાર્ડમાં ભાજપ સમિતિએ ભોજન બનાવીને મજૂરોને આપ્યું અને સેવાનું કામ કર્યું હતું ત્યારે વધુ લોકોએ એકત્રિત નથી થવાનું પણ આ સેવા ચાલુ રાખવા દાન કરનારા ભાજપના સેવાભાવીઓને મદદ રૂપ બનતા રહે તો આ સેવા એક માસ સુધી ચાલી શકે. કોરોના સામેની લડાઈમાં ભારત સાથે ભાવનગર પણ જીત મેળવી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.