ભાવનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં તમામ (Bhavnagar assembly election) પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ નેતાઓ લોકોને રીઝવવામાં કોઈ કસર છોડતા નથી ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર અને કોંગ્રેસ અગ્રણી ડોક્ટર કનુ કળસરીયા આગામી વિધાનસભાની ચૂંટણી લડનાર હોય અને કોંગ્રેસે આ ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરી છે. કોંગ્રેસ નેતા ડો.કળસરીયા આગામી તારીખ 10મી નવેમ્બરે સવારે પોતાના બહોળા સમર્થકો સાથે પદયાત્રા યોજી તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારી નોંધાવવા જશે. (Mahuwa Assembly candidate)
કનુ કળસરીયા ઉમેદવારી નોંધાવવા જશે એક સમયે ભાજપના દિગ્ગજ નેતા તરીકે ઓળખાતા અને ભાજપમાં બળવો કરી કોંગ્રેસનો હાથ પકડનાર તેમજ મહુવા પંથકમાં લોકપ્રિય નેતા તરીકેની છાપ ધરાવતા પીઢ નેતા ડો.કનુ કળસરીયા ને આગામી વિધાનસભાની ચૂંટણી માટે 99 મહુવા વિધાનસભા (Congress candidate Kanu Kalsariya) બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. મહુવા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં લોકચાહના ધરાવતા કનુ કળસરીયા આગામી તારીખ 10મી અને 11ને ગુરુવારે સવારે પોતાની ઉમેદવારી નોંધાવવા જશે. જે અંતર્ગત સવારે 10 કલાકે પોતાના સમર્થકોને મોટી સંખ્યામાં મહુવા શહેરમાં આવેલ ગાંધીબાગ ખાતે હાજર રહેવા જણાવ્યું છે.(Kanu Kalsariyain Mahuwa)
ઉમેદવારી સમયે શક્તિ પ્રદર્શન અહીંથી પદયાત્રા યોજી મહુવા તાલુકા સેવા સદન પહોંચી પોતાના સમર્થકો વચ્ચે પોતાની ઉમેદવારી દાખલ કરશે. કોંગેસ નેતા ચૂંટણી લડવાના હોય તેને લઈને કળસરીયાના સમર્થકોમાં હર્ષની લાગણી પ્રસરી છે. તેમજ ઉમેદવારી સમયે (Mahuva assembly seat) પોતાનું શક્તિ પ્રદર્શન કરશે તેવું રાજકીય વર્તુળથી જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા બહોળા પ્રમાણમાં પ્રચાર જોવા મળતો નથી. ત્યારે મહુવાના કોંગ્રેસ નેતા ડો.કળસરીયા ઉમેદવારી સાથે પદયાત્રાનું આયોજન કરેલું છે. Mahwah Congress padyatra, Bhavnagar assembly election 2022, Congress leader Kanu Kalsariya