ETV Bharat / state

Mann Ki Baat : ભાવનગરના વિકાસ વર્તુળ ટ્રસ્ટ મન કી બાતમાં દિલ્હી મહેમાન પદે, રાષ્ટ્રીય કોન્કલેવમાં સ્થાન - Bhavnagar vikas vartul trust

ભાવનગરનું વિકાસ વર્તુળ બાળક અવસ્થાથી લઈને યુવા અવસ્થા સુધી શિક્ષણ ક્ષેત્રે ગુરુ સમાન માર્ગદર્શન પીરસી રહી છે. જે અગાઉ મન કી બાતમાં વડાપ્રધાન ઉલ્લેખ કરી ચુક્યા છે, ત્યારે હવે મન કી બાતમાં મહેમાન પદે વિકાસ વર્તુળને રાષ્ટ્રીય કોન્કલેવમાં સામેલ કર્યા છે.

Mann Ki Baat : ભાવનગરના વિકાસ વર્તુળ ટ્રસ્ટ મન કી બાતમાં દિલ્હી મહેમાન પદે, રાષ્ટ્રીય કોન્કલેવમાં સ્થાન

author img

By

Published : Apr 29, 2023, 8:26 PM IST

ભાવનગરના વિકાસ વર્તુળ ટ્રસ્ટ મન કી બાતમાં દિલ્હી મહેમાન પદે

ભાવનગર : ભાવેણાના દસ મિત્રો 48 વર્ષ પહેલા એકઠા થયા અને નાનકડા એવા રૂમમાં એક શિક્ષણના વર્ગ શરૂ કર્યા હતા. ધીરે ધીરે આ નાનકડી ઓરડી મોટુ વટવૃક્ષ બનીને ભાવેણાના યુવાનીયાઓને નાનપણથી કઈ દિશામાં કારકિર્દી બનાવી શકાય તેનું માર્ગદર્શન આપે છે. મુખ્યપ્રધાનના કાળથી પરિચિત વડાપ્રધાનના મન કી બાતના શતાબ્દી મહોત્સવ રાષ્ટ્રીય કોન્કલેવમાં વિકાસ વર્તુળને સ્થાન આપવામાં આવ્યું છે. દરેકે જાણવું જોઈએ દસ મિત્રોનું વટવૃક્ષ વિકાસ વર્તુળની શું છે ભૂમિકા જાણો.

સ્થાપનાના મુખ્ય કિરદાર : ભાવનગરના આંગણે 48 વર્ષ પહેલા દસ મિત્રોએ શિક્ષણ વર્ગની શરૂઆત કરી અને સાથે સમાજ સેવાનો ભાવ રજૂ કર્યો હતો. ધીરે ધીરે આ દસ મિત્રો પૈકીના ચાર મુખ્ય કિરદાર બીપીન શાહ, કિર્તી શાહ, રશ્મિન સચદેવ અને સંજય દેસાઈ રહ્યા હતા. શિક્ષણ વર્ગ સાથે આ શરૂ થયેલી એક નાનકડી ઓરડીની શિક્ષણની ઓરડી આજે એક વિશાળ સંસ્થા વિકાસ વર્તુળમાં પરિવર્તિત થઈ ગઈ છે. સંસ્થામાં શિક્ષણ, કારકિર્દી ક્ષેત્રે બાળકો અને યુવાનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.

સંસ્થાની સ્થાપના સાથે સેવા : ભાવનગર વિકાસ વર્તુળ સંસ્થાના 48 વર્ષમાં આજે પોતાનું બિલ્ડીંગ છે. વિકાસ વર્તુળમાં 5 હજાર જેટલા પુસ્તકો છે. જ્યારે 2200 કરતા વધારે સભ્યો છે. ધોરણ 5થી 12ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન માટેની વિવિધ પરીક્ષાઓ લેવામાં આવે છે. યુવાનો માટે 150 સામયિકો છે. જેનાથી ધોરણ 12 પછી શું તેનું માર્ગદર્શન મળી રહે છે. વાર્ષિક 250 જેવી રકમમાં રોજગાર નામનું સામયિક ઘર સુધી પહોંચાડવામાં આવે છે. સંસ્થા દ્વારા સ્પર્ધાત્મક વર્ગો, તાલીમ વર્ગો, વર્કશોપ સેમિનારનું પણ આયોજન કરવામાં આવે છે. આ સાથે વોકેશનલ ગાઈડન્સ માટે કાઉન્સેલિંગ કરવામાં આવે છે. તેમ સંસ્થાના ટ્રસ્ટી જીજ્ઞેશ મહેતાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : Mann Ki Baat : ગુજરાતના મેગા શહેરોમાં મન કી બાત કાર્યક્રમને નિહાળવા શું કરાયું ખાસ આયોજન જુઓ

મન કી બાતમાં સંસ્થાને મળ્યું રાષ્ટ્રીય કોન્કલેવમાં સ્થાન : હાલના વડાપ્રધાન પોતાના મુખ્યપ્રધાન કાળથી વિકાસ વર્તુળ ટ્રસ્ટથી પરિચિત હતા. અગાઉ થોડા સમય પહેલા વડાપ્રધાને વિકાસ વર્તુળ ટ્રસ્ટનો ઉલ્લેખ મન કી બાતમાં કર્યો હતો. ત્યારે હવે ફરી મન કી બાતના 100માં એપિસોડ પૂર્ણ 30 તારીખે થઈ રહ્યા છે, ત્યારે વિકાસ વર્તુળ ટેસ્ટને આમંત્રિત કરવામાં આવ્યા છે. સંસ્થાના બેથી ત્રણ સભ્યો દિલ્હી રાષ્ટ્રીય કોન્કલેવમાં ભાગ લેવા ગયા છે. સરકાર પોતાની સરકારી કામકાજ સાથે સમાજનું ધ્યાન રાખતી હોવાનું દિલ્હી ગયેલા વિકાસ વર્તુળના સભ્યોએ ટેલીફોનિકમાં જણાવ્યું હતું તેમ જીજ્ઞેશ મહેતાએ જણાવ્યું છે.

આ પણ વાંચો : Mann Ki Baat : સુરતમાં PM મોદીની 100મી મન કી બાત એક સાથે 10 હજાર લોકો સાંભળશે

યુવાનોના મતે વિકાસ વર્તુળ પોતાની નજરે : ભાવનગર શહેરની ગંગાજળિયા તળાવના કાંઠે આવેલી વિકાસ વર્તુળ સંસ્થામાં 14 વર્ષથી જોડાયેલી કંબોડીયા વંદનાએ જણાવ્યું હતું કે, વિકાસ વર્તુળમાં વિશાળ લાઇબ્રેરી છે. જેના કારણે તેના અનેક મિત્રોએ વિકાસ વર્તુળની લાઈબ્રેરીના પુસ્તકથી સરકારી નોકરીઓ મેળવી છે. કારકિર્દી માર્ગદર્શન સામયિકના 12 અંક 250માં ઘરે આવે છે. જેમાં ધોરણ 12 પછી કઈ નોકરી મેળવી શકાય કે બિઝનેસ કરી શકાય તેનું માર્ગદર્શન મળે છે. સૌથી સરસ પ્રોજેક્ટ GKIQ છે. જેમાં ધોરણ 5 થી લઈને 12 સુધીના વિદ્યાર્થીઓ જ્ઞાન કસોટીની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. જેનાથી બાળક ધોરણ 12માં આવે એટલે તેને વાંચનની મહેનત કરવાની જરૂર રહેતી નથી. આમ વિકાસ વર્તુળથી ઘણા ફાયદાઓ યુવાનોને થઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.