ETV Bharat / state

મહુવાના લોગડી ગામે સામાન્ય બાબતે થઈ વૃદ્બની હત્યા - Postmortem

મહુવા તાલુકાના લોગડી ગામે રહેતા ભરતભાઈ વિહાભાઈ બાંભણીયાની તેની બાજુમાં રહેતા તેના મામાના દીકરા ચકુર બારીયાને ભાઇ બાજુમાં રહેતો તે ગમતું ન હતું.જેથી મામા ફોઈના છોકરાની બબાલમાં વચ્ચે પડતા વયો વૃદ્ધ કાકા વચ્ચે સમજાવવા જતા તેમનું મોત નિપજ્યું હતું.

લોગડી ગામે સામાન્ય બાબતે થઈ વૃદ્બની હત્યા

author img

By

Published : Feb 16, 2021, 7:40 AM IST

  • મામા ફુઈના છોકરાઓ વચ્ચે ઝગડો
  • મારામારી થઇ જતા એક વૃદ્ધ સમજાવવા વચ્ચે આવ્યા
  • ઝગડો ન કરવા સમજાવતા મોત નિપજ્યું

ભાવનગર : મહુવા તાલુકાના લોગડી ગામે રહેતા ભરતભાઈ વિહાભાઈ બાંભણીયાની તેની બાજુમાં રહેતા તેના મામાના દીકરા ચકુર બારીયાને ભાઇ બાજુમાં રહેતો તે ગમતું ન હતું. પોતાના મકાનમાં રહેતા હોવાથી તે ખાલી કરવાનું કહી ઝગડો કરતા મારામારી કરવા લાગ્યા હતા. તે બાબતે ભરતભાઇના કાકા મનુભાઈ માવજીભાઈ બાંભણીયા આવીને ચકુરને ઝગડો ન કરવા સમજાવ્યું તો, ચકુરે તેમને ઢીકા અને ગુપ્ત જગ્યાએ પાટુ મારતા તેઓ ગંભીરરીતે ઘાયલ થયા હતા. જેથી તેમને સારવાર માટે મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

પોલીસે PM કરીને 302 દાખલ કરી
ભરત બાંભણીયાના કાકા થતા હોવાથી માત્ર સમજાવવા વચ્ચે આવ્યા હતા અને આરોપીને સમજવાનો પ્રયાસ કરવા જતાં મોત થયુંં હતું. આ ઘટનાની ફરિયાદ ભરત બાંભણીયાએ બગદાણા પોલીસમાં નોંધાવતા બગદાણા પોલીસે PM કરીને 302 દાખલ કરીને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.