ETV Bharat / state

હોંગકોંગ કન્વેન્શન પધ્ધતિથી શીપ કટિંગ ની કામગીરીમાં અન્ય દેશોની સરખામણીમાં અલંગ ઉદ્યોગનું પહેલું સ્થાન

વિશ્વમાં બીજા નંબરનું અલંગ શીપ યાર્ડમાં છેલ્લા 40 વર્ષથી શીપ કટિંગ કરવામાં આવી રહ્યા છે. આ ઉદ્યોગે અનેક તડકા-છાંયડાનો સામનો કરેલો છે. સમયાનુસાર શિપ બ્રેકિંગ વ્યવસાયને પણ આધૂનિકિકરણના આભુષણ પહેરાવવાની માંગ થઇ રહી હતી.

hong kong
હોંગકોંગ કન્વેન્શન પધ્ધતિથી શીપ કટિંગ ની કામગીરીમાં અન્ય દેશોની સરખામણીમાં અલંગ ઉદ્યોગનું પહેલું સ્થાન
author img

By

Published : May 12, 2021, 2:34 PM IST

  • અન્ય દેશોની સરખામણી એ હોંગકોંગ કન્વેન્શન પધ્ધતિથી શીપ કટિંગની કામગીરીમાં અલંગ ઉદ્યોગનું પહેલું સ્થાન
  • વિશ્વમાં હોંગકોંગ કન્વેન્શન મુજબના 90 પ્લોટ અલંગમાં કન્વર્ઝશન થઇ ગયા
  • અલંગ માં 15 થી 20 પ્લોટો કન્વર્ઝશનની પ્રોસેસમાં

ભાવનગર : વિશ્વમાં બીજા નંબરનું અલંગ શીપ યાર્ડમાં છેલ્લા 40 વર્ષથી શીપ કટિંગ કરવામાં આવી રહ્યા છે. આ ઉદ્યોગે અનેક તડકા-છાંયડાનો સામનો કરેલો છે. સમયાનુસાર શિપબ્રેકિંગ વ્યવસાયને પણ આધૂનિકિકરણના આભુષણ પહેરાવવાની માંગ થઇ રહી હતી. વર્ષ 2019માં ભારતીય સંસદે હોંગકોંગ કન્વેન્શન સ્વીકારી અને તેના અમલીકરણની શરૂઆત કરી હતી. હાલ સમગ્ર વિશ્વમાં હોંગકોંગ કન્વેન્શન મુજબના 90 પ્લોટ અલંગમાં કન્વર્ઝશન થઇ ગયા છે ઉપરાંત 15 થી 20 પ્લોટો કન્વર્ઝશનની પ્રોસેસમાં છે.

અલંગમાં 90 પ્લોટ હોંગકોંગ કન્વેન્શન મુજબ

અલંગના શિપબ્રેકિંગ વ્યવસાયમાં વર્ષો જૂની પધ્ધતિથી શીપ કટિંગ નિયમો સાથે કરવામાં આવી રહ્યું હતું .વર્ષ 1997થી 2000 દરમિયાન અલંગમાં સૌથી વધુ અકસ્માતોથી મોત થવા લાગ્યા હતા, તેનાથી સમગ્ર અલંગ આખા વિશ્વમાં અલંગની ઈમેજ ખરડાતા નવા નીતિ નિયમો માટે બદલાવ કરવા જરૂરી જણાતા હોંગકોંગ કન્વેન્શન મુજબની શિપબ્રેકિંગ પ્રવૃત્તિ અંગેનો કાયદો ભારતમાં 2019માં સ્વીકારવામાં આવ્યો હતો પરંતુ તેના અગાઉ પણ અનેક પ્લોટ હોંગકોંગ કન્વેન્શનથી પણ આકરા યુરોપીયન યુનિયનની સમકક્ષના માપદંડ અપનાવી ચૂક્યા હતા અને સફળતાપૂર્વક કામપણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ભારતના અલંગમાં 90 પ્લોટ હોંગકોંગ કન્વેન્શન મુજબના થઇ ચૂક્યા છે.

આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય બજારોમાં શીપના વધુ ભાવો અને કોરોના મહામારીએ અલંગ ઉદ્યોગ મુશ્કેલીમાં મૂકાયો

શુ કહી રહ્યા છે અલંગ શિપ એસોસિએશન પ્રમુખ

હોંગકોંગ કન્વેન્શન બાબતે અલંગ શીપ એસોસિએશનનાં પ્રમુખ રમેશભાઈ મેંદપરાએ જણાવેલ કે અલંગ ખાતે હોંગકોંગ કન્વેન્શન નિયમો હેઠળ અત્યાર સુધીમાં 90 જેટલા પ્લોટો કન્વ્ર્ઝેશન થઇ ચુક્યા છે તેમજ 15 થી 20 પ્લોટો કન્વર્ઝન માટે ની પ્રોસેસ ચાલી રહી છે. હોંગકોંગ કન્વેન્શનમાં જહાજ કટિંગ માટેનાં કેટલાક નિયમોનું પાલન કરવાનું હોય જેમાં શીપ કટિંગ માટે આર.સીસી ફ્લોર ઉભા કરવા,શીપ માટેના પોઈન્ટ ઉભા કરવા તેમજ સામગ્રી માટે અલગ અલગ રૂમ બનાવવા અને શીપ કટિંગ સમયે સંપૂર્ણ સેફટી સાથે કામ કરવાના કેટલાક નિયમો સાથે કામગીરી કરવાની થતી હોવાનું જણાવ્યું હતું. તેમજ ખૂબ જ જડપથી બાકીના પ્લોટોનું પણ એચકેસી અને અન્ય ક્લાસિફિકેશન સોસાયટી મુજબની આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ અપનાવવામાં આવી રહી છે. અલંગના પ્લોટ ફક્ત હોંગકોંગ કન્વેન્શન જ નહીં, યુરોપીયન યુનિયનના માપદંડ મુજબના પણ જોવા મળી રહ્યા છે, અને તે પ્રમાણે જહાજ કટિંગ કામગીરી થઇ રહી છે.

ક્યાં દેશો માં કેટલા હોંગકોંગ કન્વેન્શન પ્લોટો

તૂર્કિમાં 14, ચીનમાં 2, બાંગ્લાદેશમાં 1 પ્લોટએ અમલીકરણ કર્યુ છે. પાકિસ્તાનમાં એકપણ પ્લોટ એચકેસી મુજબના નથી.અત્યાર સુધીમાં સૌથી વધુ હોંગકોંગ કન્વેન્શનમાં પ્લોટો કન્વર્ટ થયા હોય એવું એક અલંગ ઉદ્યોગ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.