ETV Bharat / state

ડુંગળીના ભરાવા બાદ રેલવે 3 ફેબ્રુઆરી નજીકકરી શકે છે રેકની ફાળવણી

ભાવનગર જિલ્લામાં ડુંગળીની મબલખ આવક બાદ રેલવે દ્વારા નિકાસ માટે મંજૂરી મળી ગયા બાદ પ્રારંભ ક્યારે થશે તેના પર સૌની નજર મંડાયેલી છે એવામાં રેલવે સુત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે 10 જેટલી રેક ફાળવવા રેલવે તૈયાર છે અને આગામી 3 ફેબ્રુઆરી આસપાસ રેક ફાળવવામાં આવી શકે છે.

ભાવનગરમાં ડુંગળીનો ભરાવો
ભાવનગરમાં ડુંગળીનો ભરાવો
author img

By

Published : Jan 29, 2021, 11:25 AM IST

  • ભાવનગર જિલ્લામાં ડુંગળીનો ભરાવો
  • એક દિવસમાં 3 લાખ ગુણની આવક
  • 8 થી 10 વેપારીઓની રેકની માંગ

ભાવનગર : ભાવનગર યાર્ડમાં અને મહુવા યાર્ડમાં ડુંગળીઓનો ભરાવો થઈ ગયો છે અને યાર્ડમાં ડુંગળી નહી લાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે મહુવા યાર્ડમાં એક દિવસમાં તો 3 લાખ ગુણીની આવક થઈ છે એવામાં સવાલ એક જ છે કે નિકાસનું શું ?

ડુંગળીની આવક અને સ્થિતિ
ભાવનગર જિલ્લો ડુંગળીનું પીઠું છે અને ગત ચોમાસુ ફેઈલ જતા શિયાળુ પાકમાં ડુંગળીનું વાવેતર થયું અને બહોળા પ્રમાણમાં ડુંગળીની આવક શરૂ થઈ ગઈ છે. મહુવા યાર્ડમાં ડુંગળીની આવક રેકોર્ડ તોડી ચુકી છે, એક દિવસની 3 લાખ ગુણીની આવક થતા 68 એકર વધુ જમીન રાખવી પડી છે. ભાવનગર યાર્ડમાં પણ ત્રણ ચાર દિવસે ડુંગળી નહિ લાવવા આદેશ કરવા પડે છે એવામાં નિકાસનું શું ? એવો પ્રશ્ન જરૂર થાય ત્યારે જાણો આગળ શું છે તૈયારીઓ.

રેલ્વે અધિકારી
રેલ્વે અધિકારી
રેલવેની રેકની સંભાવના અને તૈયારી ભાવનગર રેલવેમાં નિકાસ માટે સરકારે ઘણા સમયથી મંજૂરીની મહોર મારી દીધી છે, ત્યારે હવે આવક બહોળા પ્રમાણમાં શરૂ થઇ છે. નિકાસની મંજૂરી છે ત્યારે રેલવે પાસે 10 થી વધુ અરજીઓ રેલવેના રેક માટેની આવેલી છે. રેલવે નિકાસ માટે રેક 3 તારીખ આસપાસ ફાળવે તેવી શક્યતાઓ છે. ચાર સ્થળો માટે રેલવે રેકની માંગ કરવામાં આવી છે જેમાં જોઈએ તો વરતેજ, મહુવા, ગોંડલ અને ધોરાજીથી રેકની માંગણીઓ કરવામાં આવી છે.

વેપારીઓનો અંતિમ ઘડીનો સ્થળ બદવવાની માંગ
રેલવે દ્વારા સરકારના આદેશ બાદ રેક માટે વ્યવસ્થા તો કરવામાં આવી રહી છે. પરંતુ પ્રશ્ન એક જ છે કે, હાલમાં 8 થી 10 વેપારીઓએ હાલ રેકની માંગણી કરી છે. ત્યારે વેપારીઓ રેક કોઈ એક સ્થળની ફાળવ્યા બાદ વેપારીઓ અંતિમ ઘડીએ સ્થળ બદલે છે. ઉદાહરણ તરીકે ગુવાહાટી માટે રેક ફાળવવામાં આવી હોય અને રેકને મોકલવાના બે ચાર દિવસ બાકી હોઈ ત્યારે ડુંગળીના ભાવ દિલ્હીમાં ઊંચા મળતા હોય તો સ્થળ બદલીને ગુવાહાટીના બદલે દિલ્હી કરવાની માંગ કરે છે. આવી સ્થિતિના પગલે રેલવે અંતિમ ઘડી સુધી રેક ફાળવવાની જાહેરાત નહિ કરતું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.