ભાવનગર: ભાવનગરમાં પોલીસની બાતમીને આધારે આરોગ્ય વિભાગે નકલી પનીરની શંકાએ ફેક્ટરીને ઝડપી લીધી છે. ભાવનગર શહેરમાં ઘણા સમયથી પનીર બનાવતી ફેક્ટરીને ઝડપીને આગળની કાર્યવાહી આરોગ્ય વિભાગે હાથ ધરી છે.
પનીર ફેક્ટરીની પોલોસની બાતમી: ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. તહેવારો માથે છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં અખાદ્ય ચીજોને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર દેવાંગ જોશીએ જણાવ્યું હતું કે "ભાવનગર શહેરમાં સરદારનગર અને સિંધુનગર પાસે પાણીપુરીના ઉત્પાદકો હોય જેના ઉત્પાદન સ્થળ ઉપર જઈને ચેકિંગ હાથ ધર્યું હતું.
![પોલીસે બાતમી આપીને આરોગ્ય વિભાગે પનીર ફેકટરીમાં રેડ કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-10-2023/rgjbvn08naklipanirrtuchirag7208680_22102023150009_2210f_1697967009_1092.jpg)
ખાદ્ય જથ્થો મળી આવ્યો: પાણીપુરીની પુરી, ચણા, પાણીપુરીનું પાણી, બટેટા, ડુંગળી જેવો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. જેને લઇને સ્થળ ઉપર જ આશરે 10 કિલો જેટલો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે પાણીપુરીના ઉત્પાદકોને નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ હવે ભાવનગર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ટીમ દ્વારા આરોગ્ય વિભાગને જાણ કરતા પનીર બનાવતી ફેક્ટરીએ આરોગ્ય વિભાગ રેડ પાડી છે."
રેડ અને કેટલા સમયથી ચાલતી ફેક્ટરી: ભાવનગર શહેરના ગોરડ સ્મશાન પાસે આવેલી ફેક્ટરીને લઈને ભાવનગર એસ.ઓ.જી પોલીસની ટીમ દ્વારા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. આથી આરોગ્ય અધિકારી આર કે સિંહા તેમજ ફૂડ સેફટી ઇન્સ્પેક્ટરની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. ગોરડ સ્મશાન પાસે આવેલી ફેકટરીમાં આરોગ્ય અધિકારી અને ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરતા પનીર મળી આવ્યું હતું. જોકે આરોગ્ય અધિકારી આર કે સિન્હા જણાવ્યું હતું કે પનીર બનાવતી ફેક્ટરીના સંચાલકને પૂછતાછ કરતા આ ફેક્ટરી તેઓ છેલ્લા ચાર મહિનાથી ચલાવી રહ્યા છે તેવું સામે આવ્યું છે.
![પોલીસે બાતમી આપીને આરોગ્ય વિભાગે પનીર ફેકટરીમાં રેડ કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-10-2023/rgjbvn08naklipanirrtuchirag7208680_22102023150009_2210f_1697967009_288.jpg)
શેમાંથી બનતું હતું પનીર: ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે ગોરડ સ્મશાન પાસે પનીર બનાવતી ફેક્ટરીના સ્થળ ઉપર રેડ કરતા ચોકાવનારી વિગતો સામે આવી છે. આરોગ્ય અધિકારી આર કે સિન્હા જણાવ્યું હતું કે હાલ સ્થળ ઉપર પનીર બનાવવાની ફેક્ટરીમાં તપાસમાં પનીર સ્કીમ મિલ્ક પાવડર તેમજ વેજીટેબલ ધી વાપરીએ બનાવી રહ્યા છે. જો કે પનીર બનાવવા માટે પણ લાયસન્સ કે રજીસ્ટ્રેશન તેમની પાસે નહીં હોવાનું જાણવા મળ્યું છે. આથી ધોરણસર તેમની સામે કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે. હાલમાં 70 કિલો જેટલો જથ્થો પનીરનો નાશ કરવામાં આવ્યો છે. જે પનીર મળી આવ્યું હતું તેના સેમ્પલ લેવામાં આવ્યા છે. રાજ્યની લેબોરેટરી ખાતે મોકલી દેવામાં આવ્યા છે. લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યા બાદ પનીર ખાદ્ય હતું કે અખાદ્ય સામે આવશે અને આગળની કાર્યવાહી બાદમાં હાથ ધરવામાં આવશે.