ભાવનગર: શહેરમાં એક વર્ષમાં H3N2ના કેસો આવ્યા બાદ સરકારની મંજૂરી મળતા શહેરની સર ટી હોસ્પિટલમાં કોરોના વોર્ડ સાથે H3N2નો અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. શહેરનું આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ છે અને વ્યવસ્થાઓ કરી હોવાનું જણાવે છે. જોઈએ કામગીરી.
ભાવનગરમાં કોરોના H3N2ની સ્થિતિ : ભાવનગર શહેરમાં કોરોના કેસોને લઈને મહાનગરપાલિકાના 14 આરોગ્યના કેન્દ્રો પર કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. રોજના આશરે 500 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. કોરોના માટેની ટેસ્ટિંગ કિટો પણ ઉપલબ્ધ છે. H3N2 સીઝનલ ફ્લુમાં વર્ષના કુલ છ કેસ આવેલા જેમાં 4 H3N2ના હતા. જેમાં 2 હોમ આઇસોલેશનમાં છે અને એક ખાનગી સારવાર લઈ રહ્યા છે. સર ટી હોસ્પિટલમાં પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે તેમ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના રોગ નિયંત્રણ અધિકારી વિજય કાપડીયાએ જણાવ્યું હતું.
Surat Newborn Baby: સુરતમાં ફરી પાછી તાજું જન્મેલું મૃત નવજાત બાળક મળી આવ્યુ
H3N2ને લઈને કોરોના સાથે વોર્ડ તૈયાર: ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલ ખાતે કોરોનાનો આઇસોલેશન વોર્ડ જેમાં શંકાસ્પદ અને કોરોના વોર્ડ જેમાં પોઝિટિવ દર્દીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. સર ટી હોસ્પિટલમાં હાલમાં એક પોઝિટિવ અને એક શંકાસ્પદ દર્દી કોરોના વોર્ડોમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે H3N2ને લઈને સરકારના નિયમ મુજબ હવે નવો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. પાંચ થી સાત જેટલા બેડ સાથે અને ત્રણથી ચાર જેટલા ઓક્સિજન સિલિન્ડર સાથે H3N2 નો વોર્ડ ઊભો કરાયો છે. જો કે હાલમાં ત્યાં એક પણ દર્દી નથી.
One Nation One Challan: આ 3 મુદ્દાઓ પર થશે કાર્યવાહી, કોર્ટના ધક્કાથી બચવા આટલું કરો
ઓક્સિજન અને બેડ માટેની વ્યવસ્થા: ભાવનગર શહેરમાં સર ટી હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેર વખતે 1000 બેડ જેટલી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ત્યારે હાલમાં પણ સર ટી હોસ્પિટલ પાસે 1000 બેડ ઉભા કરવાની ક્ષમતા છે. ઓક્સિજનને લઈને રોજનું 30 હજાર લિટરની ટેન્ક સ્ટોરેજ પણ છે. આ સાથે PSU ઓક્સિજન માટેના બે પ્લાન્ટ પણ છે. ત્યારે સર ટી હોસ્પિટલના આર.એમો તુષાર આદેસરાએ જણાવ્યું હતું કે કોરોના અને H3N2ને લઈને તેમની પાસે સંપૂર્ણ વ્યવસ્થાઓ છે ડોક્ટરો દ્વારા તેનું મોનિટરિંગ કરવામાં આવતું હોય છે.કોરોના વોર્ડ પણ તૈયાર છે. ઓક્સિજન,બેડ અને દવા તેમજ તબીબ સહિતની સંપૂર્ણ વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે.