ETV Bharat / state

Bhavnagar Schools Admission : પહેલા ધોરણમાં સંખ્યા ઘટશે તો નવા નિયમ પર શિક્ષકોનો મદાર, ભાવનગરમાં શાળાઓ શરુ - શાળા

કેન્દ્ર સરકારની નવી નીતિ પ્રમાણે 6 વર્ષ સુધીના બાળકને પ્રવેશ પર સરકારી શાળાઓમાં સંખ્યામાં બ્રેક લાગવાની છે. ભાવનગરમાં પ્રથમ દિવસે શાળાઓમાં સંખ્યા ઓછી હતી પણ બાળકોના કિલ્લોલથી શાળાઓ ગુંજી ઉઠી હતી. નવી શિક્ષણ નીતિ શિક્ષકોના સેટઅપ પર લટકતી તલવાર જેવી છે ત્યારે બાલવાટિકા નિયમ પર મદાર છે.

Bhavnagar Schools Admission : પહેલા ધોરણમાં સંખ્યા ઘટશે તો નવા નિયમ પર શિક્ષકોનો મદાર, ભાવનગરમાં શાળાઓ શરુ

author img

By

Published : Jun 5, 2023, 7:11 PM IST

ધોરણ એકમાં સંખ્યા ઘટે તો શિક્ષકોના સેટએપને અસર

ભાવનગર : ગુજરાતમાં આજથી શાળાના નવા સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે ભાવનગરમાં પણ પ્રથમ દિવસે શાળાઓમાં ભૂલકાંઓ અને બાળકો શાળાએ આવતા નજરે પડતા હતાં. જો કે શાળા શરૂ થતાની સાથે જ પુસ્તકોનો પ્રશ્ન અને સરકારની નવી નીતિ પ્રમાણે નવા પ્રવેશને લઈને પરિસ્થિતિ શું છે તે જાણવાની કોશિશ કરી હતી. 2023માં ધોરણ એકમાં પ્રવેશ આપવા માટે સંખ્યાને પહોંચી વળવું શિક્ષકો માટે કંઈક કઠીન જરૂર બનશે પરંતુ બાલવાટિકા પ્રવેશનો નવો નિયમ શિક્ષકો માટે કેવો નીવડશે તે જોઇએ.

પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી : ભાવનગર શહેરમાં છેલ્લા 35 દિવસથી બંધ પડેલી શાળાઓ બાળકોના કિલ્લોલ સાથે ગુંજી ઉઠી છે. શહેરની સરકારી અને ખાનગી શાળાઓમાં પર્યાવરણ દિવસ નિમિત્તે બાળકો શાળાએ આવતા નજરે પડતા હતા. જો કે પ્રથમ દિવસે સવારની શાળાઓમાં અને બપોરની શાળાઓમાં સંખ્યા ખૂબ ઓછી જોવા મળી હતી. શાળાઓમાં શિક્ષકો સમયસર હાજર રહ્યા હતા. શિક્ષકો સાથે આચાર્યઓની પ્રથમ મિટિંગ બાદ 7.30 કલાકે શાળા કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

ભાવનગરમાં 2022 માં 23,369 જેટલી સંખ્યા હતી અને પહેલા ધોરણમાં 2500 થી 2700 જેટલા વિદ્યાર્થીઓએ નવો પ્રવેશ પહેલા ધોરણમાં મેળવ્યો હતો. પરંતુ આ વર્ષે કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ પ્રમાણે છ વર્ષ પૂર્ણ થયા હોય તેને જ પ્રવેશ આપવાને કારણે સંખ્યામાં ઘટાડો જોવા મળશે. પરંતુ બાલવાટિકાના પ્રોજેક્ટને કારણે નવી સંખ્યા 600 થી 650 પહેલા ધોરણમાં અને બાલવાટિકામાં પાંચ વર્ષ વાળા આશરે 3000 જેટલી સંખ્યા મળીને કુલ 4000 થી 4200 નવી સંખ્યા થવાની આશા વર્તાઈ રહી છે. મુંજાલ બડમલીયા (શાસનાધિકારી)

શિક્ષકો માટે સંખ્યાને લઈ કશમકશ :ભાવનગરની શાળાઓમાં પાંચ જૂન પર્યાવરણ દિવસથી શાળાનો નવા સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે ગત વર્ષે જે વિદ્યાર્થીઓની સંખ્યા નવા પ્રવેશની હતી તે ઘટવાના પુરા અણસાર દેખાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારની નવી શિક્ષણનીતિ 2020 મુજબ લાવવામાં આવેલો છ વર્ષનો કાયદો શિક્ષકોને અડચણરૂપ બનવાનો છે. શાળાઓમાં નવા પ્રવેશની શરૂઆત પણ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓનું વાંચન, લેખન ચકાસીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પરંતુ શાળાઓમાં નવા સત્રના પ્રથમ દિવસથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શિક્ષકોને વેકેશન દરમિયાન સો ટકા વેકેશનનો લાભ મળતો હોવાથી નવા પ્રવેશનો પ્રારંભ નવા સત્રના પહેલા દિવસથી થયો છે.

નવા સત્રનો પ્રારંભ થયો છે ત્યારે પહેલા ધોરણમાં 1000 થી 1100 જેટલી જ સંખ્યા થવાની શક્યતા છે. ત્યારે નવા પ્રોજેક્ટ બાલવાટિકાને પગલે સંખ્યા નવી વધશે. આમ જોવા જઈએ તો શિક્ષકોનું સેટઅપ છે તે જળવાઈ રહે છે. નવી નીતિને કારણે સેટઅપમાં કોઈ ફેરફાર કરવાનો પ્રશ્ન ઊભો થતો નથી. બીજી તરફ સરકારે પુસ્તકો પણ ફાળવી દીધા છે જેમાં ધોરણ આઠ એકનું ગણિત માત્ર બાકી રહ્યું છે. તે પણ ટૂંક સમયમાં આવી જશે...શૈલેશ ધાંધલા(પ્રમુખ, ભાવનગર શિક્ષક સંઘ)

ઘણા વર્ષોથી સંખ્યામાં ઘટાડો : ભાવનગર શહેરમાં 55 જેટલી નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ આવેલી છે. ત્યારે સરકારી શાળામાં છેલ્લા દસ વર્ષમાં જોવામાં આવે તો ભાવનગરમાં શાળાઓની સંખ્યા ઘટી છે. વિદ્યાર્થીઓની પણ સંખ્યા ઘટતી જાય છે. ત્યારે કેન્દ્ર સરકારની નવી નીતિ પ્રમાણે આવેલો કાયદો શિક્ષકો માટે છ વર્ષ સુધીના બાળકોને ખેંચી લાવવા માટે કઠીન જરૂર બનશે.

પહેલા દિવસે ઓછી હાજરી
પહેલા દિવસે ઓછી હાજરી

બાલવાટિકા પ્રવેશ પર મદાર : જોકે બાલવાટિકામાં પ્રવેશના નવા નિયમના કારણે બાળકોની સંખ્યા સરભર થવાની પણ સ્થિતિ સર્જાવાની છે. બીજી તરફ સરકારે નવા સત્રના પુસ્તકો પણ ફાળવી દીધા છે. જેમાં ધોરણ આઠનું એકમાત્ર ગણિતનું પુસ્તક બાકી રહ્યું છે. આથી શાળાઓમાં પુસ્તકોની પણ કમી જોવા મળવાની નથી પરંતુ વિદ્યાર્થીઓની કમી ઊભી થાય તો નવાઈ નહીં. ખાનગી શાળાઓ સામે નવા કાયદા મુજબ સરકારી શાળા કઈ રીતે લડવામાં સફળ થાય છે તે 2023 વર્ષના નવા સત્રના અંતે સામે આવશે.

  1. Gujarat Education: રાજ્યની 54000થી વધારે સ્કૂલમાં આજથી નવું સત્ર શરૂ, કેમ્પસમાં કિલ્લોલ
  2. Surat Smart School: પ્રાઇવેટને પણ ટક્કર મારે એવી પાઠશાળા, તમામ ક્લાસ સ્માર્ટ રૂમ
  3. Jamnagar news: સરકારી શાળાની જર્જરિત ઈમારત, શિક્ષકોની અછત વચ્ચે વિદ્યાર્થીઓ શિક્ષણ લેવા મજબૂર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.