ભાવનગરઃ ભાવનગર શહેરમાં સવારે AAP નેતા યુવરાજસિંહ જાડેજા ડમીકાંડમાં પૂછપરછમાં બોલાવ્યા પહેલા નેતાઓના નામ જાહેર કરી પોલીસની પૂછપરછમાં ગયા હતા.પરંતુ રાત સુધી નહીં આવતા અંતમાં IGએ ઓત્રકાર પરિષદ યોજી આમ આદમી પાર્ટી (AAP) નેતા યુવરાજસિંહ જાડેજા સામે એક કરોડ લીધાની ફરિયાદ નોંધાયાની જાહેરાત કરી હતી. આ ઇશારામાં અટકાયત થઈ હોવાનું જણાવ્યું હતું. યુવરાજે પી.કે. દવે નામના વ્યક્તિ પાસેથી 45 લાખ, પ્રકાશ બારૈયા પાસેથી 55 એમ કુલ મળીને 1 કરોડ રૂપિયાની ખંડણી વસુલ કર્યાનો આરોપ લગાવાયો છે.
આ પણ વાંચોઃ Bharuch Crime : મામાએ સંબંધોના તાર તાર પીંખી નાખ્યા, માત્ર 14 વર્ષીય ભાણી પર
પોલીસે આપી વિગતઃ ભાવનગર શહેરમાં ડમીકાંડ પગલે એસઆઇટીની ટીમ દ્વારા પોલીસ કચેરીએ AAP નેતા યુવરાજસિંહ જાડેજાને પૂછપરછ માટે બોલાવ્યા બાદ તેઓ રાત સુધી બહાર આવ્યા જ ન હોતા. અંતમાં ભાવનગરના આઈજી ગૌતમ પરમારે AAP નેતા યુવરાજસિંહ જાડેજા અને તેના અન્ય માણસો સામે ડમીકાંડમાં પૈસા લીધા હોવાને પગલે પોલીસ ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી હોવાની જાહેરાત કરી હતી. ટૂંક સમયમાં દરેકને ધરપકડ કરવામાં આવશે તેમજ જણાવ્યું હતું.
અધિકારીએ કરી સ્પષ્ટતાઃ ભાવનગરના આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, એસઆઈટીની તપાસમાં બન્ને આરોપીઓને રજૂ કરાયા છે. આરોપી અંગે પુરાવા મેળવવામાં આવ્યા છે. હકીકતને સમર્થન કરતા નિવેદન લેવાયા છે. આ નિવેદન બાદ AAP નેતા યુવરાજસિંહને સમન્સ આપીને સ્પષ્ટતા પૂછવા બોલાવાય હતા. જેમાં તે ગોળ ગોળ જવાબ આપે છે. હકીકતને આધારે યુવરાજસિંહ જાડેજા, શિવુભા, ધનશ્યામ લાંધવા, બિપિન ત્રિવેદી, રાજુ સામે ભાવનગર જિલ્લાના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી અંતર્ગત ગુનો દાખલ કરાયો છે. સીસીટીવીના પુરાવાઓ, ગુપ્ત ચેટના પુરાવાનું વેરિફિકેશન બાકી છે. આ તમામ ધરપકડ કરીને રીમાન્ડ અંગે માગ કરાશે. હાલમાં આ અંગે ફરિયાદ લઈ લેવાઈ છે.
પુરવા અંગે રીપોર્ટઃ ભાવનગર શહેરમાં પોલીસ દ્વારા AAP નેતા યુવરાજસિંહ જાડેજાને સવારે પૂછપરછમાં બોલાવ્યા બાદ તેઓ બહાર નીકળ્યા નથી. આ વાતની અગાઉ ચાલેલી ચર્ચા બાદ સત્યનો સિક્કો ચર્ચા પર લાગ્યો છે. યુવરાજસિંહ જાડેજા સામે પોલીસે ફરિયાદ નોંધાવી હોવાનું ખુદ આઈજી ગૌતમ પરમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. જો કે ફરિયાદી ખુદ પોલીસ બની છે. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ડમીકાંડમાં એક કરોડ જેવી માતબર રકમ લીધી હોવાનું જણાવ્યું છે. જેના મળેલા સાંયોગીક પુરાવાને આધારે ફરિયાદ નોંધીને આગળ ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે તેમ IG ગૌતમ પરમારે જણાવ્યું હતું.
વચેટિયાની ભૂમિકાઃ AAP નેતા યુવરાજસિંહ જાડેજાએ એક ડમી ઉમેદવાર ઋષિ બારૈયાનો વિડીયો બનાવીને પ્રકાશ ઉર્ફે પી.કે.કરસન દવેને દર્શાવ્યો હતો. જેના પગલે ઘનશ્યામ લાધવાએ વચેટીયા તરીકે ભૂમિકા ભજવીને એક બેઠક કરાવી 70 થી 80 લાખમાં નક્કી થયેલો સોદો અંતમાં 45 લાખમાં પૂર્ણ થયો હતો. જો કે આ સોદો પ્રેસ કોન્ફરન્સમાં પી.કે. કરસન દવેનું નામ નહીં લેવાયું નથી. જો કે ત્યારબાદ એ જ ડમી ઋષિ બારૈયાનો વિડીયો યુવરાજસિંહ જાડેજા અને તેના સાળા શિવુભા તેમજ કાનભાએ પ્રદીપ નંદલાલ બારૈયાને દર્શાવ્યો હતો.
લાખોમાં સોદો થયોઃ એમની પાસેથી પણ 70 થી 80 લાખની માંગ બેઠક યોજીને કરતા અંતે મામલો 55 લાખમાં પત્યો હતો. અંતમાં પાંચ તારીખે AAP નેતા યુવરાજસિંહની કોન્ફરન્સમાં બંનેના નામ નહીં હોવાથી બંને હાથકારો અનુભવ્યો હતો. તેમ પ્રકાશ ઉર્ફે પી કે કરસન દવે અને પ્રદીપ નંદલાલ બારૈયાના લીધેલા નિવેદનમાં જણાવ્યું છે. જેને આધારે પોલીસે ફરિયાદી બનીને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં છ સામે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચોઃ Dummy Candidate Scam : ડમીકાંડમાં યુવરાજસિંહ નેતાના નામ જાહેર કરે તેની પેલા કોંગ્રેસની માંગ
પ્રધાનોના નામઃ AAP નેતા યુવરાજસિંહ જાડેજાએ સવારે પોલીસ સમક્ષ હાજર થતા પહેલા નેતાઓના નામ લીધા હતા. જેમાં પૂર્વ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી, અસીત વોરા, અવધેશ પટેલ, અવિનાશ પટેલ અને જસુભાઈ ભીલનો સમાવેશ થાય છે. જો કે પત્રકાર પરિષદમાં જે રીતે બીપીન ત્રિવેદીના વીડિયોને આધારે યુવરાજસિંહને સમન્સ પાઠવવામાં આવ્યું. તેવી રીતે યુવરાજસિંહના પ્રેસ કોન્ફરન્સના વિડીયોને આધારે નેતાઓને સમન્સ પાઠવવામાં આવશે. તે મુદ્દે આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, કાયદેસર થતી નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. તેમ કહીને વાતનો જવાબ આપ્યો હતો.