ભાવનગરઃ યુવક યુવતીના પ્રેમનો કરુણ અંજામના(Love chapter in Bhavnagar) સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગર જિલ્લાનો એક યુવક સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એક યુવતીના પ્રેમ પડ્યો હતો. યુવક પ્રેમિકા સાથે હોટલોમાં આનંદ મેળવ્યા બાદ બીજે સગાઈ નક્કી કરતા પ્રેમિકાએ દગાનો દાવ પોલીસ ફરિયાદ નોંધાવી લીધો છે. યુવકને પાઠ ભણાવવા પ્રેમિકાએ દુષ્કર્મની ફરિયાદ (Rape Case in Bhavnagar) નોંધાવી છે.
પ્રેમ પ્રકરણ અને બાદમાં આવ્યો અંજામ
ભાવનગર જિલ્લાના બે અલગ અલગ ગામડાઓમાં રહેતા યુવક યુવતી વચ્ચેના પ્રેમ પ્રકરણ છે. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવતીએ (Nilambagh Police Station) યુવક સામે 376 કલમ નીચે ફરિયાદ દાખલ કરાવી છે. નીલમબાગ પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું હતું કે, ઘોઘા પંથકના ગામડાના રત્નકલાકારની યુવતી હતી. ફેસબુક અને બાદમાં વોટ્સએપથી યુવકના સંપર્કમાં આવી હતી.
યુવતીએ રંગલીલા કર્યા બાદ દુષ્કર્મની પોલીસ ફરિયાદ કરી
પોલીસે વધુમાં જણાવ્યું કે, યુવક સિહોર પંથકનો છે. આ બંને ભાવનગર નીલમબાગ વિસ્તારની અલગ અલગ હોટલોમાં મળતા હતા. હોટલોમાં પ્રેમાનંદ માણ્યા બાદ યુવકની સગાઈ અન્ય યુવતી સાથેના સમાચાર પ્રમિકાને મળતા પ્રમિકાએ યુવક ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જો કો, યુવકે સગાઈ તોડીને પ્રેમિકા સાથે લગ્ન કરવા ઈચ્છા દર્શાવી હતી, પરંતુ યુવતીએ કરેલા દગાને પગલે યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ યુવકની અટકાયત પણ કરી લેવામાં આવી છે. જો કે યુવક યુવતી બંને એક સમાજ અને જ્ઞાતિના હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: Vadodara Rape Suicide Case: વડોદરાની OASIS સંસ્થાના બે સંચાલકો અને એક મેન્ટર સામે ગુનો નોંધાયો
આ પણ વાંચોઃ વડોદરામાં કરાટે ક્લાસના સંચાલકે સગીરા સાથે શારીરિક અડપલા કરતા કરાઈ ધરપકડ