- સીદસરમાં બે વર્ષ પહેલાંની હત્યામાં આરોપીને કોર્ટે આજીવન કેદ ફટકારી
- ઝઘડામાં વચ્ચે પડેલા સમજાવટ માટે તે શખ્સની હત્યામાં એકને આજીવન કેદ
- ઝઘડામાં સમાધાન કરવા જતા કરાઈ હત્યા
ભાવનગર : હાલમાં ભળેલા સીદસર ગામમાં બે વર્ષ પહેલા 25 વારીયામાં બનેલા એક હત્યાના બનાવ અંગે સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી. વાચ્છાણીએ સજા ફટકારી છે. ભાવનગરના સિદસરના 25 વારીયામાં બે વર્ષ પહેલા ઝગડો નહીં કરવા સમજાવા ગયેલા યુવાનની મંદિરમાં રાખેલી કટાર લઈને આરોપીએ છાતીમાં ભોંકી દઇ હત્યા કરી હતી. આ બનાવ અંગેનો કેસ ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો અને સાક્ષી પુરાવાઓ ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી.વાચ્છાણીએ આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.
આ પણ વાંચો: મધ્યપ્રદેશ: નરસિંહપુરમાં સગીરા પર દુષ્કર્મ અને હત્યા કરનાર આરોપીની અમદાવાદથી કરાઇ ધરપકડ
છાતીમાં મંદિરની કટાર મારતા થયું હતું મોત
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બે વર્ષ પૂર્વે તા. 25-4-2019ના રોજ સીદસર 25 વારીયામાં રહેતા ગીતાબેન નરેશભાઇ ઝાંઝમેરા સાથે આશિષ જગદીશભાઇ મકવાણા નામનો શખ્સ ઝગડો કરતો હોવાથી ગીતાબેને તેના જમાઇ યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ઉ.વ.21ને બોલાવ્યા હતા અને યોગીરાજસિંહ આશિષને ઝગડો નહીં કરવા સમજાવવા જતા આશિષે ઉશ્કેરાઇ જઇ મંદિરમાં રાખેલી કટાર લઇ યોગીરાજસિંહની છાતીમાં એક ઘા ઝીંકી દેતા ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યું હતુ. આ બનાવ અંગે મૃતકના પિતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ગોહિલ ઉ.વ.50એ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કલમ સહીતનો ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો.
આ પણ વાંચો: ગોંડલના યુવાનની હત્યાના આરોપીઓને હરિદ્વારથી ઝડપી પાડતી પોલીસ
કોર્ટે રોકડ દંડ પણ ફટકાર્યો
આ બનાવ અંગેનો કેસ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો, 13 સાક્ષી અને 28 દસ્તાવેજી પુરાવાઓ ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી.વાચ્છાણીએ હત્યાનો ગુનો સાબીત માની આરોપી આશિષ જગદિશભાઇ મકવાણા ઉ.વ.21ને ગુનેગાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. તેમજ રોકડ દંડ પણ ફટકાર્યો હતો.