ભાવનગરઃ શહેરમાં આવેલી 134 રાશન શોપની દુકાન પર સવારથી ભીડ ઉમટી હતી. સરકારના મફત વિતરણના આદેશ બાદ કાર્ડધારકો ઉમટી પડ્યા હતાં. જો કે, પોલીસે ભીડ થતા અંતર રખાવ્યું હતું અને રાશન શોપ દ્વારા નમ્બર આપીને અન્યને બીજા દિવસે આવવા જણાવ્યું હતું. જેથી ભીડ થાય નહીં અને કોરોના સામેની લડતમાં ભાગીદાર બની શકાય.
![A huge crowd of people ration shops in Bhavnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn01vitranavchirag7208680_01042020125102_0104f_00833_1088.jpg)
![A huge crowd of people ration shops in Bhavnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn01vitranavchirag7208680_01042020125106_0104f_00833_644.jpg)
ભાવનગર શહેરમાં 134 રેશનની દુકાનો આવેલી છે, જ્યારે જિલ્લામાં કુલ 700 રાશન શોપ દુકાનો છે. સરકારના નિયમ મુજબ, સવારથી રાશન શોપ પર દિવસ દરમિયાન 100થી વધુ લોકોને આપવાનો ટાર્ગેટ રાશન શોપ માલિકોએ નક્કી કર્યા છે. ઘઉં-ચોખા અને ખાંડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, તો કેટલીક ચીજો ખૂટી જવા પામી છે. જેના વિતરણ માટે પણ રાશન શોપ દ્વારા નોટીસ મારવામાં આવી છે. ભાવનગરમાં સવારથી રાશન શોપ પર લાંબી લાઈનો લાગી હતી. સરકાર દ્વારા પૂરતો જથ્થો આપવામાં આવ્યો હોવાનું રાશન શોપ ધારકો જણાવી રહ્યાં છે.