ભાવનગરઃ પાલીતાણાના વડાળ ગામે વરસાદ સમયે ખેતરમાં કામ કરતા ખેડૂત પર વીજળી ત્રાટકી હતી. ખેડૂતને ઇજા થતાં પાલીતાણા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન જ ખેડૂતનું મૃત્યુ થયું હતું.
પાલીતાણાના વડાળ ગામે ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદ દરમિયાન ખેતરમાં કામ કરતાં એક ખેડૂત પર વીજળી પડી હતી. આ ઘટના બનતાં જ ત્યાં હાજર રહેલા અન્ય ખેડૂત જેશીંગભાઈ તેમની મદદે પહોંચ્યા હતા. જોકે બાદમાં તરત જ ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન ખેડૂતે અંતિમ શ્વાસ લીધા હતાં.
ભારે વરસાદને પગલે વીજળી પડવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. જોકે ગુજરાતમાં આ પ્રમાણ ઓછુ છે એમ કહી શકીએ. જ્યારે બિહારમાં અને ઝારખંડમાં આ વર્ષે વીજળી પડવાના અનેક બનાવો બન્યા છે. જેમાં કેટલાય લોકો મોતને ભેટયા છે.