ભાવનગર: ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 206 પર પહોંચી ગયો છે. ત્યારે ભાવનગર સર ટી હોસ્પિટલના બહાદુર કોરોના વોરિયર્સ દ્વારા સરકારની ગાઈડલાઇન્સ મુજબ દર્દીઓની સારવાર કરી તેમને સાજા કરવામાં આવી રહ્યા છે.
ભાવનગર શહેરમાં મેઘાણી સર્કલ વિસ્તારમાં રહેતા ચિરાગ ધંધુકિયાને તેમજ વિદ્યાનગરમાં રહેતી દિનલ દોશીને કોરોનાથી સ્વસ્થ થતા રજા આપી દેવામાં આવી છે. આ અગાઉ પણ 10 દર્દીઓને રજા આપવામાં આવી હતી.
ભાવનગરમાં અ 155 સ્વસ્થ થઈ ચૂક્યા છે, જ્યારે મોતનો આંકડો 14 પર છે અને પોઝિટિવ હવે 34 દર્દીઓ છે જે સર ટી હોસ્પિટલના આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે