ETV Bharat / state

ભરૂચના હાંસોટ પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલે કરી આત્મહત્યા - Woman constable suicide

હાંસોટ પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલે પોતાના સરકારી આવાસમાં ગળે ફાસો લગાવી આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મહિલા કોન્સ્ટેબલે બહેનપણી સાથે વીડિયો કોલમાં વાત કરતા કરતા અંતિમ પગલું ભર્યું હોવાની ચોકાવારી વિગતો પણ બહાર આવી છે.

ભરૂચના હાંસોટ પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલે પોતાના સરકારી આવાસમાં ગળે ફાસો લગાવી આપઘાત કરતા ચકચાર

author img

By

Published : Aug 12, 2020, 4:48 PM IST

  • હાંસોટ પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલે પોતાના સરકારી આવાસમાં ગળે ફાસો લગાવી કર્યો આપઘાત
  • બહેનપણી સાથે વીડિયો કોલમાં વાત કરતા કરતા અંતિમવાદી પગલું ભર્યું
  • આપઘાત પાછળનું રહસ્ય અકબંધ

ભરૂચઃ હાંસોટ પોલીસ મથકમાં છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવતા અને મૂળ ભાવનગરના ઘોઘા સર્કલ પાસે આવેલ નાગર સોસાયટીમાં રહેતા 25 વર્ષીય દીપિકા પરમારે તેઓના હાંસોટ સ્થિત સરકારી આવાસના રૂમ નંબર ૬માં પંખા સાથે ફંદો બનાવી આપઘાત કરી લીધો હતો. ભરૂચ પોલીસના કંટ્રોલ રૂમ પર રાજકોટ ટ્રાફિકના મહિલા કોન્સ્ટેબલ શિલ્પા બારૈયા દ્વારા આ અંગેની જાણ કરવામાં આવી હતી. જેના પગલે હાંસોટ પોલીસને જાણ કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો.

ભરૂચના હાંસોટ પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલે કરી આત્મહત્યા

બીજી તરફ ભાવનગર ખાતે રહેતા પરિવારજનોને પણ આ અંગેની જાણ કરતા તેઓ પણ હાંસોટ દોડી આવ્યા હતા. હાંસોટ પોલીસ મથક પરિસરમાં મૃતક મહિલા પોલીસકર્મીને પરિવારજનો અને પોલીસકર્મીઓ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

મહીલા પોલીસકર્મીએ ભરેલા અંતિમ પગલા પાછળનું રહસ્ય અકબંધ છે, જો કે જીવનની છેલ્લી ક્ષણોમાં તેઓએ રાજકોટના મહિલા કોન્સ્ટેબલ શિલ્પા બારૈયા સાથે વીડિયો કોલ પર વાત કરી હતી અને તેઓને દીપિકા પરમારના આપઘાતની જાણ થતા ભરૂચ પોલીસને જાણ કરવામાં આવી હતી. હાંસોટ પોલીસ બનાવની વધુ તપાસ ચલાવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.