અંકલેશ્વરઃ અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસ દ્વારા પેટ્રોલડીઝલના ભાવવધારાનો અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ બાઈક લારી પર મૂકી, ઘોડા પર સવાર થઇ પ્રતીકાત્મક રીતે વિરોધ નોધાવ્યો હતો. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અપાયેલ લોક ડાઉન બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળી રહ્યાં છે, જેનાથી સામાન્ય પ્રજા ત્રસ્ત થઇ ચૂકી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ નોધાવવામાં આવ્યો છે. જેના ભાગરૂપે અંકલેશ્વરમાં યૂથ કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં કોંગ્રેસના કાર્યકરોએ લારી પર બાઈક મૂકી વિરોધ નોધાવ્યો હતો તો કેટલાક કાર્યકરો ઘોડા પર સવાર થઇને આવ્યાં હતાં અને હવે ફરીથી લારી અને ઘોડાગાડીનો જમાનો આવશે એ રીતે પ્રતીકાત્મક વિરોધ નોધાવ્યો હતો. કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ અંકૂશમાં લેવામાં આવે એવી માગ કરવામાં આવી છે.
અંકલેશ્વરમાં યૂથ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવવધારાનો અનોખો વિરોધ
પેટ્રોલડીઝલના ભાવવધારા મુદ્દે લાલચોળ બનેલી કોંગ્રેસ દ્વારા તેની વિવિધ પાંખ દ્વારા રોજેરોજ વિરોધ કાર્યક્રમ આપવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસની યુવા પાંખ દ્વારા અંકલેશ્વરમાં વિરોધ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જોકે ફક્ત સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવતાં કોંગ્રેસ સભ્યોએ અહીં નવી રીતે લોકોનું ખાસ ધ્યાન ખેંચાય તે રીતે વિરોધ કાર્યક્રમ આપ્યો હતો. જેમાં બાઈક લારી પર મૂકી, ઘોડા પર સવાર થઇ પ્રતીકાત્મક રીતે વિરોધ નોધાવાયો હતો.