અંકલેશ્વરઃ સંસ્કારદીપ શાળામાં નિર્માણ પામેલ સુયોગ સાયન્સ પાર્કનું રાજ્ય કક્ષાના કેન્દ્રીય કૃષિપ્રધાન પુરુષોત્તમ રૂપાલા દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં સુયોગ સાયન્સ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજે રૂપાલાના હસ્તે તકતી અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા,અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ પટેલ, શાળાના ટ્રસ્ટી એન.કે.નાવડીયા,હિતેન આનંદપુરા તેમ જ ઉદ્યોગ અગ્રણીઓ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.આ પ્રક્લ્પના નિર્માણ માટે સુયોગ ડાયકેમ અને ધનવીન પીગમેન્ટ કંપની દ્વારા આર્થિક સહયોગ સાંપડ્યો હતો. આ સાથે જ સેન્ટર ફોર ક્રીએટીવ લર્નિંગ સેન્ટરનું ખાતમુર્હૂત પણ કરવામાં આવ્યું હતું
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રજૂ થયેલ રાજ્યના બજેટમાં વિવિધ શાળાઓમાં સાયન્સ પાર્ક બનાવવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી ત્યારે અહીં રાજ્યની કોઈ શાળામાં હોય એવા પ્રથમ સાયન્સ પાર્કને અંકલેશ્વરમાં ખુલ્લો મુકાયો હતો.