ભરૂચ: ભરૂચ પોલીસમાંથી જાસૂસી કાંડ બહાર આવ્યો છે.જેમાં ભરૂચ LCB ના બે કોન્સ્ટેબલ સ્ટેટ મોનીટરીંગ સેલના 15 પોલીસ અધિકારીના લોકેશન બુટલેગરોને વેચતા હોવાનું સામે આવ્યું છે. SMC અને ભરૂચ જિલ્લા પોલીસવડાની તપાસમાં બુટલેગરોને IPS સહિત 15 પોલીસકર્મીના મોબાઈલ લોકેશન આપતા બે કોન્સ્ટેબલનો ભાંડો ફુટયો હતો.
મયુર અને અશોકને સસ્પેન્ડ: ભરૂચ SP ડો. લીના પાટીલે ટેક્નિકલ સર્વેલન્સમાં બુટલેગરો માટે ફરજ બજાવતા કોન્સ્ટેબલ મયુર અને અશોકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બન્નેએ 3 મહિનામાં SMC પોલીસ કર્મીઓના 600 વખત લોકેશન કઢવ્યા હોવાની વિગતો બહાર આવી હતી. ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચના બે પોલીસ કોન્સ્ટેબલની જાસુસ સમાન ભૂમિકાનો ભાંડો ફૂટતા ગુજરાત પોલીસમાં વિભાગમાં અનેક પ્રશ્નો ચર્ચામાં છે. ભરૂચ LCB માં ટેક્નિકલ સર્વેલન્સમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ મયુર અને અશોક બુટલેગરોને પોલીસના લોકેશનો આપતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
આ પણ વાંચો Vadodara News: મહિલા કોન્સ્ટેબલ વિધર્મી પ્રેમી યુવક સાથે કોલ્હાપુરથી ઝડપાયા
દરોડા નિષ્ફળ: સ્ટેટ મોનિટીરિંગ સેલના કેમિકલ માફિયા અને બુટલેગરો ઉપર મોટા દરોડા નિષ્ફળ જતા SMC ને શંકા ગઈ હતી. જેનો રિપોર્ટ રાજ્યના પોલીસ વડાને કરાયો હતો. SMC ના પોલીસ અધિકારીના લોકેશન ભરૂચના 2 કોન્સ્ટેબલ બુટલેગરોને શેર કરતા હોવાનું ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ અને SMC ના ડીવાયએસપી કે.ટી.કામરીયાની તપાસમાં બહાર આવ્યું હતું. બન્ને કોન્સ્ટેબલ અને સર્વેલન્સ વિભાગની ગુપ્ત રાહે તપાસમાં આ બને કોન્સ્ટેબલ પોલીસની જ જાસૂસી કરી બુટલગરોને વેંચતા હોવાની વિગતો સામે આવતા ગુજરાત પોલીસ વિભાગ હચમચી ગયું છે.
આ પણ વાંચો Ahmedabad Crime : રાજ્યની મોટી ઈવેન્ટમાં ચોરી કરનાર ઝારખંડની ગેંગનો યુવક ઝડપાયો
ખાતાકીય તપાસ: ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે બન્ને કોન્સ્ટેબલ મયુર અને અશોકને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ સાથે વધુ તપાસના આદેશો જારી કર્યા હોવાની વિગતો બહાર આવી છે. આ બન્ને કોન્સ્ટેબલે 3 મહિનામાં જ આઇપીએસ સહિત 15 જેટલા પોલીસ અધિકારીઓના 600 વખત મોબાઈલ લોકેશન કઢાવ્યા હોવાની વિગતો બહાર આવી છે.
મોબાઈલ લોકેશન કાંડ: પોલીસના મોબાઈલ લોકેશન આપવાનું કાંડ કેટલા સમયથી ચાલતું હતું. કેટલા બુટલેગરોને માહિતી વેચાય અન્ય કેટલા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ આ સમગ્ર પોલીસ દ્વારા જ પોલીસની જાસૂસી કાંડમાં સામેલ હતા. વધારે વિગતો આગામી સમયમાં સમગ્ર ગુજરાત પોલીસમાં ખળભળાટ મચાવી શકે છે.