ETV Bharat / state

ભરૂચના સ્થાનિક વાહનચાલકો પાસેથી પણ લેવામાં આવ્યો ટોલ ટેક્સ - ભરુચ કેબલ સ્ટેઈડ બ્રિજ

ભરૂચના મુલદ ટોલ પ્લાઝા પર છેલ્લી લેન બંધ કરી વિશેષ છૂટ ધરાવતા ભરૂચના વાહનોને પણ સેન્સર લેનમાંથી પસાર કરી ઇટીસી વાહનો પાસેથી ટોલ લેવાનું શરૂ કરાયું છે.

toll tax from bharuch local people
ભરુચના સ્થાનિક વાહનચાલકો પાસેથી પણ લેવામાં આવ્યો ટોલ ટેક્સ...
author img

By

Published : May 5, 2020, 5:52 PM IST

ભરૂચ : ભરૂચના મુલદ ટોલ પ્લાઝા પર છેલ્લી લેન બંધ કરી વિશેષ છૂટ ધરાવતા ભરૂચના વાહનોને પણ સેન્સર લેનમાંથી પસાર કરી ઇટીસી વાહનો પાસેથી ટોલ લેવાનું શરૂ કરાયું છે.

ભરૂચના મુલદ ટોલપ્લાઝા પર છેલ્લી લેન બંધ કરી વિશેષ છૂટ ધરાવતા ભરૂચના વાહનોને પણ સેન્સર લેનમાંથી પસાર કરી ઇટીસી વાહનો પાસેથી ટોલ લેવાનું શરૂ કરાયું છે. આ મુદ્દે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મુંબઈથી દિલ્હીને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ભરૂચ નજીક સર્જાતી ટ્રાફિક જામની વિકટ પરિસ્થિતિનો હલ લાવવા નર્મદા નદી પર દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઈડ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ બાદ વાહન ચાલકો પાસે ટોલ પણ વસુલવાનું શરૂ કરાયું હતું. અનેક આંદોલનો બાદ મુલદ ટોલ પ્લાઝા પર ભરૂચ જિલ્લાના સ્થાનિક વાહન ચાલકોને ટોલટેક્ષમાંથી મુક્તિ આપવામાં આવી હતી.

મુલદ ટોલ પ્લાઝા પર ભરૂચના સ્થાનિક વાહનો છેલ્લી લેનમાંથી પસાર થતા હતા, આથી તેઓએ ટોલ ભરવો પડતો ન હતો. છેલ્લી લેનમાં સેન્સર ન હોવાના કારણે ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન એટલે કે ફાસ્ટ ટેગ સહિતના ટેગ ધરાવતી કારનો પણ ટોલ ટેક્ષ કટ થતો ન હતો.

પરંતુ છેલ્લા ઘણા દિવસથી છેલ્લી લેન સાંકડી કરી દેવામાં આવી છે. જેના કારણે કાર આ લેનમાંથી પસાર થઇ શકતી નથી આથી ભરૂચના વાહન ચાલકોએ પણ કારને ફરજિયાત મુખ્ય લેનમાંથી જ પસાર કરવી પડે છે. છેલ્લી લેન સિવાયની લેનમાં સેન્સર હોવાના કારણે જેવી લેન પસાર થાય એવા તરત ઈટીસી વાહનોના રૂપિયા કપાઈ જાય છે. તેઓએ પણ ટોલની ભરપાઈ કરવી પડી રહી છે.આ કડવો અનુભવ ભરૂચના સ્થાનિક અનેક વાહન ચાલકોને થયો હતો.

આ અંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે ઈ ટીવી ભારત સાથે ટેલીફોનીક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ અંગેની ફરિયાદ તેઓને મળી છે અને આ બાબતે અધિકારીઓને સૂચના પણ આપી છે. આવનારા દિવસોમાં આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.