ભરૂચઃ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ સર્વિસનાં 5 મોબાઈલની ચોરી થતા ચકચાર મચી છે. સોમવારની રાત્રીના ઝાડેશ્વર લોકેશન પર એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય પર હતી, એ દરમિયાન કર્મચારીઓએ તેમનાં 2 અને કંપનીના 3 સીયુજી મોબાઈલ નજીકમાં આવેલી ઓફિસમાં ચાર્જમાં મુક્યા હતા. ત્યારે કોઈક અજાણ્યો ઇસમ મોબાઈલની ચોરી કરી ફરાર થઇ ગયો હતો.
આ બાબતની જાણ થતા જ કર્મચારીઓ દોડતા થઇ ગયા હતા અને બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આ ઘટનાને લઈ સી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.