શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં ચોરીના ઇરાદે ત્રણ યુવાનો આવ્યા હતા. જેમાંથી બે તસ્કર ફરાર થઇ ગયા હતા અને એક યુવાન લોકોના હાથે ચઢી જતા ટોળા દ્વારા તેને ઢોર માર મરાયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આરોપીને માર માર્યા બાદ સ્થાનિકો તેને પોલીસને હવાલે કર્યો હતો. ત્યારબાદ C ડિવિઝન પોલીસે ઝડપાયેલા યુવાન અંગે તપાસ કરી હતી. જેમાં આરોપી ઈરાની ગેંગનો સાગરીત હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.
ઉલ્લેખનીય છે કે, ઈરાની ગેંગ ચોરી લૂંટ અને ધાડ પાડવા સહિતના ગુના માટે કુખ્યાત છે. ત્યારે આ ગેંગ દ્વારા ભરૂચમાં મોટી ચોરી કે લૂંટ થવાની આશંકા સેવાઈ રહી હતી. પોલીસે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.